Page #1
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક
અવધેષ અને કાલિદાસ બને ભારતીય કવિ છે અને બ્રાહ્મણ કલોદભવ છે. તેમાંય અશ્વ તે કાલિદાસનો માત્ર પૂવવત જ નહિ, પણ કાલિદાસના કવિત્વનો પ્રેરક સુધ્ધાં છે. તેમ છતાં પહેલેથી આજ લગી કાલિદાસની ખ્યાતિ જેટલી અને જે રીતે ભારતમાં વ્યાપેલી છે તેટલી અને તે રીતે અશ્વઘોષની ખ્યાતિ ભારતમાં પ્રસરી નથી. વિદ્વાન હોય કે માત્ર વિદ્યારસિક હોય, પણ ભારતને ખૂણે ખૂણે વસનાર હરકેઈ તેવી વ્યક્તિની જીભે કાલિદાસનું નામ અને તેની કૃતિઓ રમમાણુ હશે; જ્યારે અશ્વઘોષના. નામ કે તેની કૃતિઓને જાણનાર ભારતમાંથી વિરલ જ મળી આવશે. તેથી ઊલટું, ભારતની બહારના ભારતની મેર સંલગ્ન અને ભારત કરતાંય અતિવિશાલ બૌદ્ધ પ્રદેશમાં અસ્વષનું નામ અને તેની કૃતિઓ સુપ્રસિદ્ધ છે; જ્યારે ટિબેટ, ચીન, મધ્ય એશિયાની આબાદીઓ અને સિલેન, બરમા આદિ પ્રદેશમાં કાલિદાસ અને તેની કૃતિઓ વિશે જાણનાર વિરલ જ મળી આવશે. આ અત્તરનું શું કારણ એ પ્રશ્નને ઉત્તર સહજ અને ઈતિહાસસિદ્ધ છે. અશ્વઘોષ બ્રાહ્મણ કવિ છતાં તે બૌદ્ધ ભિક્ષુ થયો ન હોત અને તેણે તથાગતની ગાથા ન ગાતાં બ્રાહ્મણ સંસ્કૃતિને યશવિસ્તાર કર્યો હત, તે તેનું સ્થાન ભારતમાં નિઃશંકપણે કાલિદાસના જેવું જ હોત. તેથી ઊલટું, કાલિદાસે સુગત સંસ્કૃતિની યશોગાથામાં જ સરસ્વતીને કૃતાર્થ કરી હોત તો ભારતમાં તે ભાગ્યે જ આટલી પ્રસિદ્ધિ પામત.
અશ્વઘોષ અને કાલિદાસની ભારતમાંની ખ્યાતિના અંતર વિશેનું ઉપરનું નિદાન આચાર્ય માતચેટને વિશે પૂરેપૂરું લાગુ પડે છે. માતચેટ પણ ભારતને જ સુપુત્ર છે. એટલું જ નહિ, પણ તે અશ્વઘોષ અને કાલિદાસની પેઠે તત્કાલીન સમ્રાટમાન્ય પણ રહ્યો છે, અને છતાય આપણા ભારતીઓને માટે માતૃચેટનું નામ અત્યારે છેક જ અપરિચિત થઈ ગયું છે. એની કૃતિ કે કૃતિઓ વાતે. તે જાણે કે ભારતના ભંડારોમાં જરા પણ જગ્યા જ ન હોય એમ બન્યું છે; જ્યારે એની કૃતિનાં સીધેસીધી કે આડકતરાં અનુકરણ બ્રાહ્મણ અને જૈન પરંપરામાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
+૩૮ ]
દર્શન અને ચિંતન
છેલ્લાં સે। વર્ષમાં થયેલા યુરોપિયન વેષકેામાંથી એમ. એ. સ્ટીન મહા શયે ખુતાન( Khōtan)થી અને એ. ચનવેલ તથા એ. વોન લે કૈંગ એ એ મહાશયે એ તુરફાન ( Tufan ) માંથી ગ્રંથાવશેષો મેળવ્યા ન હૈતી અને તે અવશેષોનું પ્રકાશન પ્રે, સિવન લેવી વગેરેએ કર્યું' ન હેાત તે! અશ્ર્વશ્રેષ તેમ જ માતૃચેટ વિશે યુરોપમાં ભાગ્યે જ કાઈ કાંઈ વિશેષ જાણવા પામ્યું હેત. અહીં માતૃચેટ અને તેની કૃતિ અઘ્ધ શતક મુખ્યપણે પ્રસ્તુત છે. તેથી એને વિશે એ નિર્વિવાદપણે કહી શકાય કે માતૃચેટ અને અધ્ય શતક વિશેની અત્યાર લગી જે માહિતી અને સાધનસમ્પત્તિ આપણને પ્રાપ્ત થાય છે, તેને પ્રધાન યશ ઉપર નિર્દેશલ સ્ટીન અને લેવી વગેરે મહારાયાને જ ભાગે જાય છે. તેમના પછી તો અનેક યુરોપિયન સ્કોલરશએ માતૃચેટ અને તેની જુદીજુદી કૃતિઓ વિશે અનેક પ્રયત્ન! કર્યાં છે અને છેલ્લે ભારતીય વિદ્યાના અધ્યાપક વિન્તનિત્રે પેતાની ‘ હિસ્ટ્રી એફ ઇડિયન લિટ્રેચર ’ના બીજા ભાગમાં માતૃચેટ અને અધ્ય શતક વિશે પર્યાપ્ત માહિતી આપી છે. આ બધું છતાં જો ભગીરથપ્રયત્ની ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયને ૧૯૨૬ની બીજીવારની ટિમેટ યાત્રા વખતે સા-કયા ( Sa–skya) નામના ટિમ્બેટન વિહારમાંની પાણી ચ ધૂળથી રંગાયેલ ઉપેક્ષિતપ્રાય ભારતીય જ્ઞાન-સંપત્તિ ઉપર હતસ્પર્શ કર્યાં ન હત, તો આજે જે મૂળ સંસ્કૃત રૂપમાં જ પૂર્ણ અધ્ય... શતક આપણને સુલભ થયું છે તે થયું ન હોત અને અધ્યશતકના ટિબેટન તેમ જ ચાઇનીઝ અનુવાદો -ઉપરથી અને તુરકાનમાંથી પ્રાપ્ત થયેલ ખંડિત ભાગોના અપૂર્ણ અનુસધાન પરથી જ તે વિશે યુરેપિયન સ્કોલરોએ જે કાંઈ લખ્યુ છે તે દ્વારા જ જાણવાનું રહેત. સંસ્કૃતના અભ્યાસી આપણે ભારતીય આજે માતૃચેટની મૂળ સંસ્કૃત કૃતિને વાંચવા સમજવા તે વિચારવા સમથ થયા છીએ તે એકમાત્ર યશ ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયનને જ ભાગે જાય છે.
માતૃચેટને પરિચય
માતૃચેકનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા, વિદ્યા અને દીક્ષાગુરુ તેમ જ શિષ્યપરિવાર આદિ વિશે હજી લગી કશું જાણવા મળ્યું નથી. તેમના વિશે અત્યારે જે કાંઈ થોડી માહિતી આપવી શક્ય છે, તે પ્રે. વિન્તર્નિઝના લખાણને આધારે જ. તેથી અહીં એ લખાણને આવશ્યક સારભાગ
આપવા પ્રાપ્ત છે.
૧, A History of Indian Literature, Vol II ની પ્રસ્તાવના, રૃ, ૯, ર, તુઓ, એજન, પૃ. ૨૬૯ થી ૨૬૨.
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક
[ ૬૩ સમ્રાટ કનિષ્ક, જેના દરબારમાં કવિ અશ્વઘોષ હોવાનું મનાય છે, તેણે માતૃચેટને પણ પિતાની રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ માટે વૃદ્ધત્વને કારણે આવી ન શકવા બદલ ક્ષમા માગવાપૂર્વક એક પત્ર જવાબમાં કનિષ્કને લખ્યો હતે. એ પત્ર ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલ મળે છે અને તે “મહારાજ કણિકાલેખ” નામે સુપ્રસિદ્ધ છે. આ પત્રનું અંગ્રેજી ભાષાન્તર એફ. ડબલ્યુ. થેમસ મહાશયે “ઇડિયન એન્ટિકેરી” ( ૩૨, ૧૯૦૩ પૃ. ૩૪૫)માં પ્રસિદ્ધ કર્યું છે. આ પત્ર ૮૫ પોનું એક લઘુકાવ્ય છે. એ પઘોમાં બુદ્ધના આદેશ પ્રમાણે નૈતિક જીવન ગાળવાને ઉપદેશ મુખ્યપણે પ્રતિ છે. કચ્છથી ઉભરાતાં એ પોમાં કવિ માતૃચેટ છેવટે સમ્રાટને બહુ જ ઉત્સુક તાથી નમ્ર વિનંતીપૂર્વક કહે છે કે તારે વન્ય પશુઓને અભયદાન આપવું અને શિકાર છેડી દે.
સાતમા સૈકામાં જ્યારે ચીની યાત્રી ઇ-સિંગ ભારતમાં પ્રવાસ કરતા હતા, ત્યારે માતૃચેટની પ્રસિદ્ધ કવિ તરીકેની ખ્યાતિ હતી અને તેણે કરેલ બુદ્ધ-સ્તો જ્યાંત્યાં સર્વત્ર ગવાતાં. તે વખતે ઈ-સિંગે જે એક લેકવાર્તા સાંભળેલી ત મચેટની ખ્યાતિ પુરવાર કરી આપે છે.
એકદા બુદ્ધ ભગવાન જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક બુલબુલે મધુર સ્વરમાં ગાવું શરૂ કર્યું; જાણે કે બુદ્ધની જ સ્તુતિ કરતી હોય છે તે ઉપરથી બુદ્ધ શિષ્યોને ભવિષ્યવાણી કરી કહ્યું કે આ બુલબુલ અન્યદા માતૃચેટરૂપે અવતરશે.
માતૃચેટની સૌથી વધારે પ્રસિદ્ધ સ્તુતિઓ બે છે: એક ચતુદશતક, જેમાં ચારસો પડ્યો છે અને બીજી સાર્ધશતક, જેમાં દોઢસે પડ્યો છે. આ બન્ને સ્તુતિઓના ખંડિત અવશેષો મધ્ય એશિયામાંથી મળેલ લિખિત ગ્રન્થમાંથી મળી આવ્યા છે. આ સ્તુતિઓ સાદી તેમ જ અનલંકૃત કિન્તુ સુન્દર ભાષામાં રયેલ કબદ્ધ કૃતિઓ છે અને તે સ્તુતિઓની, બાહ્ય આકારથી અસર થાય તે કરતાં તેમાં પ્રથિત પવિત્ર ભાવની ધાર્મિકે ઉપર વધારે અસર થતી. આ વિશે ઈ-સિંગ કહે છે કે ભિક્ષુઓની પરિષદમાં માતૃચેટની બન્ને સ્તુતિઓ ગવાતી સાંભળવી એ એક સુખદ પ્રસંગ છે. વધારામાં તે કહે છે કે આ
સ્તુતિઓની હૃદયહારિતા સ્વગય પુષ્પ સમાન છે, અને તે સ્તુતિઓમાં પ્રતિપાદન કરેલ ઉચ્ચ સિદ્ધા ગૌરવમાં પર્વતના ઉન્નત શિખરની સ્પર્ધા કરનારા છે. ભારતમાં જેઓ સ્તુતિઓ રચે છે તે બધા ભાતૃચેટને સાહિત્યને પિતા
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
દર્શન અને ચિંતન માની તેનું અનુકરણ કરે છે. અસંગ અને વસુબધુ જેવા બેધિસર પણ માતૃચેટની બહુ પ્રશંસા કરતા. સમગ્ર ભારતમાં બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ થનાર દરેકને પાંચ કે દશ શીલ પાઠ શીખી લીધા પછી તરત જ માતૃચેટની સ્તુતિઓ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ મહાયાન, હીનયાન બને પરંપરાઓમાં પ્રચલિત છે. ઈ–સિંગ એ સ્તુતિઓની પ્રશંસા કરવા પિતાને અસમર્થ માને છે, અને તે ઉમેરે છે કે આ સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકારે અને અનુકરણકા થયા છે, ત્યાં લગી કે છેવટે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગે પણ માતૃચેટના સાર્ધશતકગત દરેક બ્લેકની આગળ એક એક શ્લેક રચી એક ત્રણ લોકને સંગ્રહ તૈયાર કરેલ છે “મિશ્રસ્તોત્ર તરીકે જાણીતા છે. ઈ-સિંગે પિતે સાર્ધશતકને ચીની ભાષામાં અનુવાદ કરે છે અને ટિબેટન ભાષામાં તો માતૃચેટની સાર્ધશતક અને ચતુદશતક એ બંને કૃતિઓનાં ભાષાંતરે છે. ચતુઃશતકનું નામ ટિબેટન અનુવાદમાં “વર્ણના વર્ણન ' એવું છે, અને એ જ નામ મધ્ય એશિયામાંથી પ્રાપ્ત અવશેષની અંતિમ પ્રશસ્તિમાં પણ છે. આ સિવાય માતૃચેટને નામે ટિબેટન ભાષામાં જે બીજી કૃતિઓ ચડેલી છે, તેની યાદી એફ. ડબલ્યુ. થોમસ મહાશયે આપેલી છે.
જોકે ટિબેટન પરમ્પરા ભાતૃચેટ અને અસ્વષ બનેને એક જ દર્શાવે છે, છતાં ખરી રીતે એ બન્ને વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જ હતી અને માતૃચેટ અસ્વષને વૃદ્ધ સમકાલીન હતે. ચીની પરંપરા એ બન્નેને જુદા જુદા જ માને છે અને તે જ પરંપરા સાચી છે. આ પરંપરાનું સમર્થન ભિક્ષ રાહુલજીએ અધ્યદ્ધિશતકની પ્રસ્તાવનામાં સબળ દલીલોથી કરેલું છે. અદ્ધિશતકનો પરિચય
જે અધ્યદ્ધશતકનો પરિચય વાચકને કરવો અહીં ઇષ્ટ છે. તે મૂળ સંતમાં જ જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઉડીસા રીસર્ચ સોસાયટી, પુસ્તક ૨૩, ખંડ ૪ (૧૯૩૭)માં છપાયેલ છે. એનું સંપાદન શ્રી. કે. પી. જાયસવાલ અને ભિક્ષુ રાહુલજીએ કર્યું છે. આ સંસ્કરણ જે લિખિત પ્રતિને આધારે પ્રસિદ્ધ થયું છે, તે લિખિત પ્રતિ ભિક્ષુ રાહુલજીએ ટિબેટમાંથી મેળવેલી અને તે મૂળ ઈ. ૧૧મા સૈકાના સુનયથીમિત્ર નામક નેપાલી વિદ્વાનની માલિકીની હતી, જેણે નેપાલમાં પાટણ નગરમાં એક વિહાર સ્થાએ હતું અને જે
* ટિબેટન ઉપરથી લગભગ અ. ભાગનું અંગ્રેજી ભાષાંતર એફ ડબલ્યુ થોમસે કર્યું છે અને તે ઇન્ડિયન એન્ટિવેરી ૨૪, ૧૯૦૫, પૃ. ૧૪૫માં પ્રસિદ્ધ થયું છે,
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અદ્ધશતક
[ ૬૪૧
મૂળ સંસ્કૃત ગ્રંથીના ટિમેટન ભાષાન્તરે કરવા ટિમેટમાં ગયા હતા. એ લિખિત પ્રતિ શ્રી. રાહુલજીએ પોતાની ત્રીજી ટિમેટ યાત્રામાં મેળવી હતી. આ પ્રતિ ફાંથી કેવી રીતે અને કેવા સંજોગોમાં તેમને મળી તેમ જ આ પ્રતિની લખાઈ પહેાળાઈ વગેરેનું શું સ્વરૂપ છે એનું વર્ણન બહુ જ રોચક છે છતાં અહીં તે જતું કરવું પડે છે, કેમ કે મારો આશય આ સ્થળે મુખ્યપણે અધ્ય શતકના ખાદ્ય–અન્તર હાર્દને જ ખતાવવાને છે. પરંતુ જે શેાધખાળ અને ભારતીય વિદ્યા–સંપત્તિમાં રસ ધરાવતા હોય તે પૂર્વોક્ત જર્નલના પુસ્તક નં. ૨૧,૨૭ અને ૨૪માં શોધ વિશેના શ્રી. રાહુલજીના લેખા અવશ્ય વાંચે. નવીન સાતવ્ય વસ્તુ મેળવી શકરો.
પ્રસ્તુત અ... શતકનું ટિમેટન ભાષાંતર પણ શ્રી, રાહુલજીને પ્રાપ્ત થયેલું, એનુ ચીની ભાષાંતર થયેલું છે એ વાત તા પહેલાં કહેવાઈ ગઈ છે; પણ એના તે તેાખારિયન ભાષાંતરના અવરોધો સુધ્ધાં પ્રસિદ્ધ થયા છે. આ વિવિધ ભાષાન્તરા એટલું પુરવાર કરવા માટે બસ છે કે અનેક શતાબ્દી લગી પ્રસ્તુત અધ્યશતકની ખ્યાતિ અને પ્રચાર જુદા જુદા દેશમાં રહ્યાં છે. એના જન્મસ્થાન ભારતમાંથી એ ભલે અદૃશ્ય થયુ હોય, છતાં તે અનેક રૂપામાં ભારત બહાર પણ આજે વિદ્યમાન છે.
k
;
અય્યદ શતકના પર્યાય તરીકે મેં સરલતા ખાતર સાર્ધશતક શબ્દ માતૃચેટના પરિચયમાં વાપર્યાં છે. બન્ને શબ્દના અર્થ એક જ છે અને તે અર્થા એટલે એકસો પચાસ સંખ્યાના શ્લોકાનું સ્તોત્ર. અધ્યશતક એ નામનું ટિબેટન ઉપરથી સંસ્કૃત રૂપાન્તર શતપંચાશિકાસ્તોત્ર એવુ પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં એ સ્તંત્રનું અસલ નામ તો અધ્યશતક જ છે. એમાં ખરી રીતે પદ્યો એક પચાસ નહિ પણ એકસો ત્રેપન મળે છે, જે ખધાં માતૃચેટરચિત જ ભાસે છે. પચાસ ઉપર ત્રણ પદ્યો વધારે હોવા છતાં તે અધ શબ્દથી સાના અધ તરીકે ગણવામાં આવ્યાં છે. સામાન્ય રીતે લેા એમ સમજે છે કે અર્ધું એટલે આખાને ખરાખર અધ ભાગ. પણ્ અર્ધું શબ્દ આખાના એ સમાન અંશ પૈકી એક અંશની પેઠે તેના નાનામોટા એ અસમાન શ પૈકી કાઈ પણ એક અંશ માટે પણ વપરાય છે. એટલે પ્રસ્તુત સ્તોત્ર સા ઉપરાંત ત્રેપન શ્લોકપ્રમાણ હોય તોય એનું અધ્ય શતક નામ તદ્દન શાસ્ત્રીય અને યથાર્થ છે.
૩, જુઓ સિદ્ધહેમશબ્દાનુશાસનનું સૂત્ર · મે શેડધું ન વા ' ( ૩-૧-૧૪) અને તેનો અહત્તિ
૪૧
પ્રસિદ્ધ થયેલ ટિમેટમાંની તેમાંથી તેઓ બહુ જ
Page #6
--------------------------------------------------------------------------
________________
૬૪૨ ].
દર્શન અને ચિંતન અર્ધશતક તેર વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગ એના વિષયાનુરૂપ નામથી અંકિત છે. એ નામ અને વિભાગની રચના મૂળકારની જ હશે. તે વિભાગે નીચે પ્રમાણે છે –
૧. ઉપધાતરતવ
૨. હેતુતવ ૩. નિપસ્તવ
૪. અદ્ભુતસ્તવ ૫. રૂપસ્તવ
૬. કર્ણસ્તવ ૭. વચનસ્તવ
૮. શાસનસ્તવ ૯. પ્રણિધિસ્તવ
૧૦. માર્ગાવતારસ્તવ ૧૧. દુષ્કસ્તવ
૧૨. કૌશલસ્તવ ૧૩. આનુણ્યસ્તવ
છેલ્લાં બે પદ્યો વંશસ્થ છંદમાં અને બાકીનાં બધાં અનુષ્ટ્રપમાં છે. આખા સ્તોત્રનું સંસ્કૃત તદન સરલ, પ્રસન્ન અને નિરાડંબર શૈલીવાળું છે. સ્તુતિકાર માતૃચે. એટલી નાનકડીશી સ્તુતિમાં બુદ્ધના આધ્યાત્મિક જીવનની શરૂઆતથી તેની પૂર્ણતા સુધીનું સંક્ષિપ્ત કિંતુ પરિપૂર્ણ ચિત્ર એટલી બધી સાદગી, સચ્ચાઈ ને ભાવવાહિતાથી ખેંચ્યું છે કે તે સ્તોત્ર વાંચનાર અને વિચારનાર ક્ષણભર ભૌતિક જગતની ઉપાધિઓ ભૂલી જાય છે.
સ્તુતિ-સ્તંત્રનું પ્રવાહબદ્ધ અને અખંડ વહેણ તે ઓછામાં ઓછું વેદના સમયથી ભારતમાં આજ લગી વહેતું આવ્યું છે, પણ માતૃચેટનું પ્રસ્તુત તેત્ર તેના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સ્તોત્રથી કેટલાક અંશમાં જુદું પડે છે, જે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. વેદનાં પ્રાચ્ય સૂતો સૂર્ય, ચન્દ્ર, ઉષા આદિ પ્રકૃતિગત અંશને જ દિવ્યતા અપ તેમ જ ઇન્દ્ર, વરણ આદિ પ્રસિદ્ધ પૌરાણિક દેવ-દેવીઓની ઓજસ્વિની કિન્તુ તત્કાલીન કાંઈક અગમ્ય ભાષામાં ભાવ અને જીવનભરી સ્તુતિઓ કરે છે, પણ તે સૂતો ભાગ્યે જ કોઈ અતિહાસિક વ્યક્તિને સ્તવે છે. આગળ જતાં સ્તુતિને પ્રવાહ બીજી દિશામાં પણ વહે શરૂ થાય છે. બૌદ્ધ પ્રાચીન પિટકામાં અને જૈન આગમાં સ્તુતિએ સંસ્કૃત ભાષાનું કલેવર છોડી પ્રાકૃત ભાષાને આશ્રય લે છે અને સાથે જ તે કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવ-દેવીઓને પ્રદેશ છોડી અતિહાસિક વ્યક્તિને વિષય સ્વીકારે છે. પાલિ સુત્તો બુદ્ધને સ્તવે છે, જ્યારે જૈન સુત્ત મહાવીરને સ્તવે છે. ભાષા અને વિષયભેદ ઉપરાંત આ પાલિપ્રાકૃત સ્તુતિઓનું બીજું પણ એક ખાસ લક્ષણ છે અને તે એ કે એ
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માટે અને તેમનું અદ્ધિશતક
[૬૪૩ સ્તુતિઓ તદ્દન સાધારણ બુદ્ધિવાળા માણસથી પણ સમજાય તેવી સહેલી અને નિરામ્બર શૈલીમાં મળી આવે છે. માતૃચેટના ઉત્તરવર્તી બ્રાહ્મણપરંપરાના કવિઓ વૈદિક શૈલીમાં સ્તુતિઓ રચે છે. કાલિદાસ જેવા મહાકવિઓ કવિત્વસુલભ કલ્પનાઓ દ્વારા સુપ્રસન્ન અને હૃદયંગમ શબ્દબંધમાં ઈષ્ટદેવને રતવે છે, તે બાણ-મર આદિ સ્તુતિકારે વ્યાકરણ અને અલંકારશાસ્ત્રન. ભારથી લચી જતી એવી શબ્દાર્ડબરી શિલીમાં સ્તુતિઓ રચે છે, પણ આ બધા જ કવિઓનું સામાન્ય લક્ષણ એ છે કે તેઓ પિતાના વૈદિક પૂર્વજોના ચાલેલ ચીલે ચાલી પ્રકૃતિગત તેમ જ પૌરાણિક દેવદેવીઓની જ મુખ્યપણે રતુતિઓ રચે છે. એમાંથી કોઈની સરવતી ભાગ્યે જ અતિહાસિક વ્યક્તિને તવે છે. તેથી ઊલટું, માવચેટના ઉત્તરવતી બૌદ્ધ ને જૈન સ્તુતિકારે પિતાના પૂર્વજોને માર્ગે જ વિચરી બુદ્ધ-મહાવીર જેવા ઐતિહાસિક કે પૌરાણિક પણ મનુષ્યની સ્તુતિઓ રચે છે. તેઓ પોતાના પૂર્વજોની અકૃત્રિમ શિલી છડી મેટે ભાગે શબ્દ અને અલંકારના આબરમાં કવિત્વસુલભ કલ્પનાઓને વણે છે. એટલું જ નહિ, પણ તેઓ અતિહાસિક માનવજીવનનું ચિત્ર સ્તુતિ દ્વારા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોવા છતાં તેમાં એવાં અનેક તવોની સેળભેળ કરે છે કે જેથી તે સ્તુત્ય વ્યક્તિનું જીવન શુદ્ધ માનવજીવન ન રહેતાં અર્ધ દૈવીજીવન કે અર્ધ કાલ્પનિક જીવન ભાસવા લાગે છે. પછીના બૌદ્ધ કે જૈન દરેક રસ્તુતિકારે મોટાભાગે પોતાના ઈષ્ટદેવને સ્તવતાં અનેક દૈવી ચમત્કાર અને માનવજીવનને અસુલભ એવી અનેક અતિશયતાઓ વર્ણવી છે. વધારામાં એ સ્તુતિઓ શુદ્ધ વર્ણનાત્મક ન રહેતાં બહુધા ખંડનાત્મક પણ બની ગઈ છે—જણે પિતાને અમાન્ય એવા સંપ્રદાયના ઇષ્ટદે ઉપર ફટાક્ષ-ક્ષેપ કર્યો સિવાય પોતાના ઈષ્ટદેવની સ્તુતિ જ કરવી તેઓ અસમર્થ બની ગયા હોય! મોટેભાગે દરેક સંપ્રદાયની સ્તુતિનું સ્વરૂપ એવું બની ગયું છે કે તેને પાઠ તે સંપ્રદાયના શ્રદ્ધાળુ ભકત સિવાય બીજામાં ભાગ્યે જ ભકિત જગાડી શકે.
આવી વસ્તુસ્થિતિ છતાં માતૃચેટનું પ્રસ્તુત તેત્ર બ્રાહ્મણ અને શ્રમણ કવિઓની એ અતિશયતાઓથી સર્વથા મુક્ત રહ્યું છે. એમાં માતૃચેટે બુદ્ધના આધ્યાત્મિક જીવનને કવિસુલભ કલ્પના દ્વારા સરલ અને શિષ્ટ લૌકિક સંસ્કૃતમાં સ્તવ્યું છે, પણ એણે તેમાં દૈવી ચમકારે કે વિકસિત માનવતા સાથે જરા પણ અસંગત દેખાય એવી અતિશયતાઓને આશ્રય લીધે જ નથી. તે સ્વમાન્ય તથાગતને સ્તવે છે, પણ કયાંય અન્ય સંપ્રદાયસંમત દેવો કે પુરુષો ઉપર એક પણ કટાક્ષ નથી કરતે. ગમે તેવા વિધી સંપ્રદાયના અનુયાયીને
Page #8
--------------------------------------------------------------------------
________________
૬૪૪ ]
પણ માતૃચેટની આ સ્તુતિના પાક તેને વિશે અણુગમા આ શૈલી દ્વારા જાણે માતૃચેટ એવું તત્ત્વ સ્થાપિત કર્યું ભક્ત કે સ્તુતિકાર પોતાના ઇષ્ટદેવની ભક્તિ કે સ્તુતિ જોયા સિવાય અને દૈવી કે અસ્વાભાવિક ચમત્કારોનો પણ કરી શકે છે.
'
.
અહીં ઇત્સિંગના ઉપર આપેલ એ કથન વિશે વિચાર કરવા ઘટે છે કે માતૃચેટની સ્તુતિના ધણા વ્યાખ્યાકારી અને અનુકરણકારા થયા છે. આજે આપણી સામે માતૃચેટનું સમકાલીન કે ત્યાર પછીનું સમ્પૂર્ણ ભારતીય વાડ્મય નથી કે જેથી ઇ–ત્સિંગના એ કથનની અક્ષરશઃ પરીક્ષા કરી શકાય. તેમ છતાં જે કાંઈ વાઙમયની અસ્તવ્યસ્ત અને અધૂરી જાણુ છે, તે ઉપરથી એ તા નિઃશંક કહી શકાય છે કે -ત્સિંગનું એ કથત નિરાધાર કે માત્ર પ્રશંસાપૂરતું નથી. માતૃચેટની બે પૈકી પહેલી સ્તુતિ ‘ ચતુઃશતક ’ છે. નાગાર્જુનની મધ્યમકકારિકા ' ૪૦૦ શ્ર્લોકપ્રમાણ છે. નાગાર્જુનના શિષ્ય આ દેવનું ચતુઃશતક પણ તેટલા જ શ્લોકપ્રમાણ છે. બન્ને ગુરુ-શિષ્ય માતૃચેટના સમીપ ઉત્તરવી છે અને બૌદ્ધ શૂન્યવાદી વિદ્વાના છે. તેથી એમ કહેવાનું મન થઈ જાય છે કે કદાચ નાગાર્જુન અને આ દેવે માતૃચેટના ‘ ચતુઃશતક ’ નું અનુકરણ કરી પોતપોતાનાં ચતુઃરાતપ્રમાણ પ્રકરણો લખ્યાં. આ પ્રકરણ ઇ—ત્સિંગ પહેલાં રચાયેલ હાઈ તેના ધ્યાનમાં હતાંજ અને તેનું ચીની ભાષાન્તર પણ છે જ. ઇ-સિંગે ચતુઃશતકના અનુકરણની વાત કહી છે તે સાધાર લાગે છે. જૈન આચાર્ય હરિભદ્રે પ્રાકૃતમાં વીસ વીશીએ રચી છે, જે ચારસે શ્લાક પ્રમાણ થાય છે. જોકે હરિભદ્ર ઇત્સિંગના ઉત્તરવતી હોઈ એ વિશિકાએ ઇં—ત્સિંગની જાણમાં ન હોઈ શકે, છતાં એટલું તેા ભારતીય વિદ્યાની અનુકરણપર’પરા ઉપરથી કહી શકાય કે કદાચ હરિભદ્રની એ રચનામાં પણ માતૃચેટના ચતુઃશતકની, સાક્ષાત નહિ તે! પારસ્પરિક, પ્રેરણા હાઈ શકે, માતૃ-ચેટનું બીજું સ્તોત્ર અધ્ય શતક છે. એનું અનુકરણ તે દિનાગે કર્યું જ છે; અને દિનાગની એ અનુકૃતિ ટિમેટન ભાષામાં મળે છે. ઇ–ર્સિંગ પહેલાં એ રચાયેલ હાઈ તેની જાણ ઇ–ત્સિંગને હતી જ. દિનાગનું સ્થાન ભારતમાં અને ચીનમાં તે કાળે અતિગૌરવપૂર્ણ હતું. દિનાગ સિવાય બીજા બૌદ્ધ વિદ્વાનોએ પણ અધ્ય શતકનાં અનુકરણા કર્યાં હાય એવા સભવ છે, કેમ કે અસંગ અને વસુબન્ધુ જેવા અસાધારણ વિદ્વાના પણ માતૃચેટના પ્રશંસક હતા. આગળ વધારે શેાધને પરિણામે એવાં અનુકરણા મળી આવે તો નવાઈ નહિં. એ ઉપરાંત ઉપર પણ ધ્યશતકની સાક્ષાત્ કે
ઋતિકા
દુન અને ચિંતન
ઉત્પન્ન નથી જ કરો. લાગે છે હું કાઈ પણ. ખીજા કાઈના દોષ
આશ્રય લીધા વિના
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યશતક
[૬૪૫ વંશાનુવંશગત છાયા પડી હોય તે વધારે સંભવ લાગે છે. સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર દિન્નાગના બહુ સમીપવતી છે. તેમણે દિદ્ભાગના “ન્યાયમુખનું અનુકરણ કરી “ન્યાયાવતાર એ છે એમ માનવાને આધાર છે. તેમણે દિનાગની અન્ય કૃતિઓની સાથે દિક્નાગનું અધ્યશતક અને તેના જ મૂળ આદર્શરૂપ માતૃચેટનું અધ્યદ્ધશતક જોયું હોય એવો વધારે સંભવ છે. જે એ સંભવ સાચે હોય તો એમ માનવું નિરાધાર નથી કે સિદ્ધસેને ચેલ પાંચ સળંગ બત્રીસ-બત્રીસ કની બત્રીશીએ, જેનું કુલ પ્રમાણ અધ્યદ્ધશતકના એક
પન હેક કરતાં માત્ર સાત જ શ્લોક વધારે થાય છે, તેમાં પણ માતૃચેટના પગલે ચાલવાનો પ્રયત્ન છે. સિદ્ધસેન પછી થનાર અને મોટે ભાગે સિદ્ધસેનની સ્તુતિઓનું જ પોતાની ઢબ અનુકરણ કરનાર સ્વામી સમન્તભદ્રના “સ્વયમ્ભસ્તોત્રની સ્મૃતિ પણ આ સ્થળે અસ્થાને નથી, કેમ કે એ સુશ્લિષ્ટ તેત્રમાં પણ અબદ્ધશતક કરતાં માત્ર દશ જ લેક ઓછા છે, અર્થાત્ તેની શ્લેકસંખ્યા ૧૪૩ છે. હું ઉપર જણાવી ગયો છું કે પચાસથી થોડા ઓછા કે. થિડા વધારે કે હોય તે પણ તે શાર્ધ શાસ્ત્રીય રીતે કહેવાય છે. એટલે, કહેવું હોય તે, એમ કહી શકાય કે સિદ્ધસેનના ૧૬૦ અને સમંતભરના ૧૪૩ શ્લોકો એ અધ્યદ્ધશતકના ૧૫૩ કેકોની બહુ નજીક છે. આ સિવાય સિદ્ધસેનની સ્તુતિઓમાં કઈ કઈ ખાસ એવા શબ્દો અને ભાવો છે કે જે ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે કદાચ સિદ્ધસેને એ શબ્દો કે ભાવ માતૃચેટ અગર તેના અનુકર્તાઓની સામે જ પ્રકટ કર્યો હોય, જે વિશે આગળ ડુિં વિચારીશું.
સિદ્ધસેન અને સમસ્તુભદ્ર કરતાં પણ આચાર્ય હેમચન્દ્ર આ સ્થળે વિશેષ મરણીય છે. જોકે આચાર્ય હેમચન્દ્ર તે ઈ-સિંગ પછી લગભગ પાંચ શતાબ્દી બાદ થયા છે, છતાં એમનું માત્ર “વીતરાગસ્તોત્ર’ પણ જ્યારે અધ્યદ્ધશતક સાથે સરખાવીએ છીએ ત્યારે ઈ-સિંગના અનુકરણવિષયક કથન વિશે જરા પણ સંદેહ રહેતું નથી. “વીતરાગસ્તોત્ર”ના કે ૧૮૭ છે.
એટલે તે સંખ્યાની દૃષ્ટિએ અધ્યદ્ધશતકથી બહુ દૂર છે. અધ્યદ્ધશતકના તેર વિભાગે છે, જ્યારે વીતરાગસ્તોત્રના વીશ. પણ હેમચંદ્ર “વીતરાગસ્તોત્ર' કુમારપાલ ભૂપાલને ઉદ્દેશી લખ્યું છે. માતૃચેટને કનિષ્ક સાથે સંબંધ જોતાં એમ થઈ આવે છે કે શું માતૃચેટે પણ સમ્રાટ કનિષ્કને ઉદેશી અધ્યદ્ધશતક જેવાં સ્તોત્રો રચ્યાં ન હોય? હેમચંદ્ર કુમારપાલ પાસે શિકાર છોડાવ્યો અને વન્ય પ્રાણુઓને તેને હાથે અભયદાન દેવડાવ્યું એ અમારિઘોષણાની વાત ઈતિહાસવિદિત છે. માતૃટે સમ્રાટ કનિષ્કને લખેલા પત્રમાં
Page #10
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન પણ છેવટે વન્ય પ્રાણીઓને અભયદાન દેવાની અને શિકાર છેડવાની વિનંતી છે. આ સાદય ભલે એક-બીજાના પ્રસ્થાનુકરણરૂપે ન હોય, તેય એમાં ધાર્મિક પરંપરાની સમાનતાને પ સ્પષ્ટ છે જ. ગમે તેમ હોય, પણ અધ્યદ્ધશતક અને વીતરાગસ્તોત્ર એ બંનેને પુનઃ પુનઃ પાઠ કરતાં મન ઉપર એવી છાપ તે પડે જ છે કે, હાય ન હોય પણ, હેમચંદ્ર સામે અધ્યદ્ધશતક કે બીજાં તેવાં જ સ્તોત્ર અવશ્ય હતાં. હેમચંદ્રનું બહુમતત્વ અને સર્વતોમુખી અવલોકન અને તેને ગ્રન્થસંગ્રહરસ જોતાં એ કલ્પના સાવ નિર્મળ ભાગ્યે જ કહી શકાય. બીજા કેઈની સ્તુતિ કરતાં હેમચંદના વીતરાગસ્તોત્ર સાથે અધ્યશતકને કેટલે વધારે બિંબ-પ્રતિબિંબભાવ છે એ જાણવું બહુ રસપ્રદ હોઈ તેની ટૂંકમાં સરખામણી કરવી અનેક દૃષ્ટિએ ઉપયોગી છે.
માટે બીજા કોઈમાં દેશનું અસ્તિત્વ બતાવ્યા સિવાય જ બુદ્ધને સ્તવતાં કહ્યું છે કે, જેનામાં કઈ પણ દેવ છે જ નહિ અને જેનામાં સમગ્ર ગુણે જ છે તેને જ શરણે જવું, તેની જ સ્તુતિ કરવી, તેની જ ઉપાસના કરવી અને તેની જ આજ્ઞામાં રહેવું વાજબી છે—જે બુદ્ધિ હેય તે.
આ જ ભાવ હેમચંદ્ર સહેજ શૈલીભેદે વર્ણવ્યો છે. બીજામાં સંપૂર્ણ દે છે, જ્યારે તમ વીતરાગમાં બધા ગુણ જ છે. નાથ તરીકે તારે આશ્રય લઈએ છીએ, તને જ સ્તવીએ છીએ, તારી જ ઉપાસના કરીએ છીએ, તારા સિવાય અન્ય કોઈ ત્રાતા નથી."
માતૃચેટ બુદ્ધ વિશે કહે છે કે આ બુદ્ધને દોષો અને એના બીજસંસ્કાર કશું જ નથી. વળી હે સુગત, તે દોષ ઉપર એ સખત પ્રહાર કર્યો છે કે જેથી તે પિતાના ચિત્તમાં દેષના સંસ્કારને પણું બાકી રહેવા દીધા નથી.' ૪. ---નર્વા સર્વચા સર્વે ચર્ચા ઢોવા રત્તિ દુ
सर्वे सर्वाभिसारेण यत्र चावस्थिता गुणाः ॥ १॥ तमेव शरणे गन्तु तं स्तोतुं तमुपासितुम ।
तस्यैव शासने स्थातुं न्याय्य यद्यस्ति चेतना ।। २ ॥ ૫. વીત–સર્વે સનાડ રોપારા પુનre I ૧૧, ૮
स्वां प्रपद्यामहे नाथ त्वां स्तुमस्त्वामुपास्महे ।
त्वत्तो हि न परस्त्राता किमु ब्रूमः किमु कुर्महे ।। ६, ५॥ ૬. થM –-સવારનાધુ તે ટોપ ૪ વાચ તચિર + રૂ
तथा सर्वाभिमारेण दोषेषु प्रहृत त्वया । यथैषामात्मसन्ताने वासनापि न शेषता ।। ३१॥
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અદ્ધિશતક
[૧૪૭ આ જ વસ્તુને હેમચંદ્ર ટૂંકમાં વર્ણવે છે કે વીતરાગે સપૂર્ણ કલેશવૃક્ષોને નિર્મૂળ ઉખાડી નાખ્યાં છે.
માતચેટે મનુષ્ય જન્મની અતિદુર્લભતા સૂચવી ક્ષણભંગુર સરસ્વતી-વાફશક્તિ-ને બુદ્ધની સ્તુતિમાં જ સફળ કરી લેવાની ભાવનાથી કહ્યું છે કે મહાન સમુદ્રમાં છૂટી ફેકાયેલ ધુંસરીના કાણામાં કાચબાની ડોકનું આપમેળે આવી જવું અતિદુર્લભ છે. તે જ અતિદુર્લભ સદ્ધર્મના સંભવવાળા મનુષ્યજન્મ પામી હું ક્ષણિક અને ગમે ત્યારે સવિઘ બની જનાર સરસ્વતીને શા માટે સફળ ન કરું ? ૮
આ જ ભાવ હેમચંદ્ર અતિટૂંકમાં વીતરાગને સ્તવતાં વર્ણવે છે કે, વીતરાગ વિશે તેત્ર રચી હું સરસ્વતીને પવિત્ર કરીશ. સંસારકાન્તારમાં જન્મધારીઓના જન્મનું ફળ તે તેની સ્તુતિ જ છે.
માતૃચેટ બુદ્ધને ઉદ્દેશી કહે છે કે તું કોઈની પ્રેરણા વિના જ સ્વયમેવ સાધુ છે, તું નિઃસ્વાર્થ વાત્સલ્યવાળે છે, તું અપરિચિતોને પણ સખા છે અને તું અસંબંધીઓનો પણ બંધુ છે.•
હેમચંદ શબ્દશઃ એ જ વસ્તુ વીતરાગ વિશે કહે છે: તું વગર બોલાવ્યું પણ સહાયક છે, તું નિષ્કારણ વત્સલ છે, તું વગર પ્રાર્થનાએ પણ સાધુ છે અને તું સંબધ વિના પણ સૌને બંધ છે. ૧૧
જાતકોમાં મુદ્દે અનેક વાર પિતાના શરીરને ભેગે પણ હિંઓના મુખમાંથી પ્રાણીઓ છોડાવ્યાની જે વાત છે તેને સંકેત કરી માતૃચે. રતવ્યું
છે. વીત–સર્વે નોરથન્ત સમૂત્રા: ૯૫: ૧, ૨, , ८. अध्य०---सोऽह प्राप्य मनुष्यवं ससद्धममहोत्सवम् ।
महार्णवयुगच्छिद्रकूर्मग्रीवार्पणोपमम् ॥५॥ अनियाताव्यनुसृतां कमरिछद्रससंशयाम् ।
आतसारां करिष्यामि कथं नैनां सरस्वतीम् ॥ ६ ॥ ४. वीत.-तत्र स्तोत्रेण कुर्या च पवित्रां स्वां सरस्वतीम् ।
ગાઢ મિત્રજન્નારે સ્મિા ગમનઃ II 1, ૬ ૧૦. અર્થ-પરિતાપુર્વ રામારગર
असस्तुतसमश्च त्वं त्वमसम्बन्धवान्धवः ॥ ११॥ ૧૧. વીત—ગાતાવર, માણવા .
મનમ્પતિપુર્વ માધવ # ૧૨, ૧ ll
Page #12
--------------------------------------------------------------------------
________________
૬૪૮ ]
ન અને ચિંતન છે કે, હે સાધે! તેં પિતાનું માંસ પણ આપ્યું છે તે અન્ય વસ્તુની વાત જ શી? તેં તો પ્રાણથી પણું પ્રણયીને સત્કાર કર્યો છે. તેં હિંચ્યો દ્વારા આક્રાન્ત પ્રાણીઓનાં શરીરે પિતાના શરીરથી અને તેમના પ્રાણ પિતાના પ્રાણથી ખરીદી બચાવી લીધાં છે. ૧૨
બુદ્ધના પ્રાણર્પણની કરાયેલ સ્તુતિને જ પરિહાસ કરી હેમચંદ્ર ઈષ્ટદેવને રતવે છે. તેણે એક સ્થળે મહાવીરને તાવતાં કહ્યું છે કે સ્વાદાનેન કૃપા કુદસુર ( દશેરાશિ સ્ટો; જ્યારે એ જ પરિહાસ તેણે વીતરાગસ્તોત્રમાં બીજી રીતે મૂક્યો છે, જે સ્પષ્ટ બૌદ્ધ જાતકકથા સામે છે; જેમ કે, હે નાથ ! પિતાના દેહના દાનથી પણ બીજાઓએ જે સુકૃત ઉપાખ્યું નથી તે સુકૃત તે ઉદાસીન એવા તારા પદાસન નીચે આવી પડતું. ૧૩
હેમચંકે કરેલ આ પરિહાસ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર જેટલે તે જૂને છે જ. દિવાકરે પણ મહાવીરને-સ્વમાંસદાનથી પરમાણુની રક્ષા કરનારને-દયાપાત્ર કહ્યા છે. જેમ કે,
कृपां वहन्त: कृपणेषु जन्तुषु स्वांसदानेष्वपि मुक्तचेतसः । स्वदीयमप्राप्य कृतार्थ ! कोशलं स्वतः कृणं संजनयन्त्यमेधसः ॥
–ારિા ૧-૬ માટે નિસ્પૃહતા–પ્રકર્ષ દ્વારા બુદ્ધની ચિત્તશુદ્ધિ તવતાં કહ્યું છે કે ગુણેમાં પણ તારી અસકિત ન હતી, ગુણીઓ ઉપર પણ રાગ ન હતા. તારા સુપ્રસન્ન ચિત્તની પરિશુદ્ધિ આશ્ચર્યજનક છે. ૧૪
હેમચંદ્ર પણ બીજા શબ્દોમાં એમ જ સ્તવે છે: તું જ્યારે સુખ–દુઃખ કે સંસાર-મોક્ષ બનેમાં ઉદાસીન છે ત્યારે તારામાં વૈરાગ્ય સિદ્ધ જ છે, એટલે તું સર્વત્ર જ વિરકત છે. ૧૫ ૧૨. મધ્ય – સ્વમાન્ય તાનિ તુજેવુ જ યા |
પ્રાગૈર િવ ાથો! માનતઃ પ્રnયી ગરઃ || ૧૨) કઃ ફરી રાશિ : બm; mરિણામ્ |
जिघांसुभिरुपात्तानां कीतानि शतशस्त्वया ॥१३॥ ૧૩. વીત–ચાર ન પુછd નાર્શિત y: !
उदासीनस्य तचाय पादपीठे तवालठत् ॥ ११, ५ ।। ૧૪. અદા–જુને િન સંભૂત સુwા ન જુવો !
अहो ते सुप्रसनस्य सत्त्वस्य परिशुद्धता ॥ ४९ ॥ ૧૫. ઘd --- શુ હુ ભવે મોક્ષે ચૌહાણ રાશિ ?
તા વૈરાથતિ સુત્ર નાર વેરીવન | ૧૨, ૬ .
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્યતૢ શતક
[ ૬૪૯
માતૃચેટ મુદ્દના દેહરૂપને સ્તવતાં કહે છે કે ઉપશાન્ત અને કાન્ત, બળશાળી અને છતાં ત્રાસ ન
દીપ્તિવાળું અને છતાં આંજી ન નાખે તેવું, આપે તેવું તારુ રૂપ કાને ન આકષઁ ?૧૬
હેમદ્રે પણ એ જ ભાવ બીજા શબ્દોમાં સ્તબ્યો છે હે પ્રભુ ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વ આદિ જેવા જુદા જુદા વર્ષોંના તમારા વગરાયે પણ પવિત્ર દેહા કાને આકર્ષતા નથી ? ૧૭
માતૃચેટ મુદ્ધની કરુણારતવતાં કહે છે કે હે નાથ, પાપકારમાં એકાન્તપણે મગ્ન અને પોતાના આશ્રય મુદ્ધ-કલેવર પ્રત્યે અત્યંત નિષ્ઠુર એવી કરુણાવિહીન કરુણા ફક્ત તારામાં હતી. ૧૮
હેમચંદ્ર પણ વીતરાગના વિલક્ષણ ચરિત્રને એ જ રીતે સ્તવે છે : હે નાથ ! તે પોતાના હિંસા ઉપર પણ ઉપકાર કર્યાં છે અને સ્વાશ્રિતાની પણ ઉપેક્ષા કરી છે. તારું ચરિત્ર સહજ રીતે જ આવું વિચિત્ર હાય ત્યાં આક્ષેપને અવકાશ જ કયાં છે? ૧૯
માતૃચેટે યુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમ છ ભગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે : હે મુનિશ્રેષ્ડ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનના જે અનાદર કરે તે કરતાં બીજી વધારે ભૂડું શું? ૨.
હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારુ શાસન નથી અપનાવ્યું, તેના હાથમાંથી ચિન્તામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યુ છે. ૨૧
૧૬. મધ્ય—તપસાન્ત ચામાં જ સૌપ્તમતિયાતિ ૨ निभृतं चोजित चेदं रूपं कमिव नाक्षिपेत् ॥ ५२ ॥ ૧૭. ચીત---પ્રિય ટિસ્યઈ-મરામત્રમઃ |
प्रभो तवाधौतशुचिः कायः कमिव नाक्षिपेत् ॥ २१ ॥ १८. अन्य ० – परार्थे कान्त कल्याणि काम स्वाश्रयनिष्ठुरा ।
વચ્ચેવ જેવનું નામ હળા હનમત્રત ॥ ૬૪ || १७. बीत० – हिंसका अप्युपकृता आश्रिता अप्युपेक्षिताः
-
પુનિત્ર ત્રિ તે, જે વા પર્યંયુતામ્ ॥ ૧૪, ૬ - एवं कल्याणकलितं तवेदमृषिपुङ्गव ।
शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ।। ९१ ॥
૨૦. ગ્
૨૧. પોત॰—દ્યુતચિન્તાનિક પાળેતેવા ા સુધા મુળ | यैस्ते शासन सर्वमज्ञः नैर्नात्मसात्कृतम् ।।१५ ३ ॥
Page #14
--------------------------------------------------------------------------
________________
૬૫૦ ]
દર્શન અને ચિંતન - માતૃચેટ વિરોધાભાસ દ્વારા બુદ્ધની પ્રભુતા બુદ્ધના જીવનમાંથી જ તારવી સ્તવે છે કે, હે નાથ ! તેં પ્રભુ–સ્વામી છતાં વિનય-શિષ્ય>વાત્સલ્યથી સેવા કરી, વિક્ષેપ સહ્યા; એટલું જ નહિ, પણ વેશ અને ભાષાનું પરિવર્તન સુધ્ધાં કર્યું. ખરી રીતે, હે નાથ! તારા પિતામાં પ્રભુપણું પણ હમેશાં નથી હોતું. તેથી જ તે બધાએ તને પિતાના સ્વાર્થમાં સેવકની માફક પ્રેરે છે.
હેમચંદ્ર પણ વિરોધાભાસથી છતાં બીજી રીતે જૈન દષ્ટિ પ્રમાણે પ્રભુત્વ વર્ણવે છે? હે નાથ! તે બીજા પ્રભુઓની માફક કોઈને કોઈ આપ્યું નથી તેમ જ બીજા પ્રભુની માફક કોઈની પાસેથી કાંઈ લીધું નથી; અને છતાંય તારામાં પ્રભુત્વ છે. ખરેખર, કુશળની કળા અનિવાર્ચનીય જ હોય છે. ૨૩
બુદ્દે કોઈ પણ સ્થિતિમાં કલ્યાણકારી સ્વપ્રતિપદાનું–મધ્યમપ્રતિપદાનું લંધન નથી કર્યું એ ગુણની સ્તુતિ માતૃચેટ જેવી શબ્દરચના ને ભંગીને અવલંબી કરી છે તેવી જ શબ્દરચના અને ભંગીને વધારે પલ્લવિત કરી તેમાં હેમચં અતિ ઉદાત ભાવ ગોઠવ્યું છે:
જ્યાં ત્યાં અને જે તે રીતે, જેણે જેણે, ભલે તને પ્રેર્યો હોય તારાથી કામ લીધું હોય, છતાં તું તે પિતાના કલ્યાણ માર્ગનું કદી ઉલંધન કરતું નથી.૨૪
જે તે સમ્પ્રદાયમાં, જે તે નામથી અને જે તે પ્રકારે તું જે હે તે હે, પણ જે તું નિર્દોષ છે તે એ બધા રૂપમાં, હે ભગવન્! છેવટે તું એક રૂ૫ જ છે. વાસ્તે તને--વીતરાગને નમસ્કાર હે.૨૫ २२. अध्य-प्राप्ताः क्षेपा वृता सेवा शभाषान्तरं कृतम्
नाथ वैनेयवात्सल्यात् प्रभुणापि सता त्वया ।। ११६ प्रभुत्वमपि ते नाथ सदा नात्मनि विद्यते ।
वकव्य इव सहि स्वैरं स्वार्थे नियुज्यसे ।। ११७ ।। ૨૩. વીત–ઉં ન પિતા બ્રિજા વિચિતન !
प्रभुत्वं ते तथाप्येतस्कला कापि विपश्चिताम् ।। ११, ४ ॥ ૨૪. ૩૦–વેન હેલ્વે સ્વં ચત્ર તત્ર થયા હતા.
चोदितः स्वां प्रतिपदं कल्याणी नातिवर्तसे ॥१८॥ ૨૫. વીત–ાજ ચત્ર યથા ચા ચીફ રીડીમરચા ચા તથા वोतदोषकलुषः स चेद् भवानेक एवं भगवनमोस्तु ते ॥३१॥
– યોજવા
Page #15
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યાતક
માતૃચે મુદ્ધની ઉપકારકતા અલૌકિક રીતે સ્તવી છે કે, હે નાથ અપકાર કરનાર ઉપર તું જેવો ઉપકારી બને છે તે ઉપકારી જગતમાં બીજો કોઈ માણસ પોતાના ઉપકારી પ્રત્યે પણ નથી દેખાતે ૨૪
આ જ વસ્તુને હેમચંદ્રની ફુટ વાચા સથે છેઃ હે નાથ ! બીજાઓ ઉપકારકે પ્રત્યે પણ એટલે સ્નેહ નથી દાખવતા જેટલે તમે અપકારકે પ્રત્યે પણ ધરાવે છે. ખરેખર, તમમાં બધું અલૌકિક છે. ૨૭
માટે બુદ્ધની દુષ્કરકારિતા વિશે કહ્યું છે કે સમાધિવાથી હાડકાંઓન ચૂરેચૂરો કરનાર તે છેવટે પણ દુષ્કર કાર્ય કરવું છેવું નહિ. ૨૮
| હેમચંદ્ર એ જ ભાવ ભંગતરથી સ્તવ્યો છે: હે નાથ! તે પરમસમાધિમાં પોતાની જાતને એવી રીતે પરેવી કે જેથી હું સુખી છું કે નહિ, અગર દુઃખી છું કે નહિ, તેનું તને ભાન સુધ્ધાં ન રહ્યું.૨૯
માતૃચેટે બુદ્ધના બધા જ બાહ્ય-આભ્યન્તર ગુની અદ્ભુતતા જે શબદ અને શૈલીમાં સ્તવી છે લગભગ તે જ શબ્દ અને શૈલીમાં હેમચંદ્ર પણું વીતરાગને અબ્રુતતાના સ્વામી તરીકે સ્તવ્યા છે :
દશા, વર્તન, રૂપ અને ગુણો એ બધું આશ્ચર્યકારી છે, કેમ કે બુદ્ધની એક પણ બાબત અનભુત નથી.
અધ્ય. ૧૪૭ હે ભગવન! તારે પ્રશમ, રૂપ, સર્વભૂતદયા એ બધું આશ્ચર્યકારી છે, તેથી સંપૂર્ણ આશ્ચર્યના નિધીશ તને નમસ્કાર હો. २१. अध्य०-नोपकारपरेऽप्येवमुपकारपरो जनः ।
अपकारपरेऽपि त्वमुषकारपरो यथा ॥ ११९ ।। २७. वीत.--तथा पुरे न रज्यन्त उपकारपरे परे ।
यथाऽपकारिणि भवानहो सत्रमलौकिकम् ।। १४, ५॥ २८. अध्य----यस्त्वं समाधिवज्रेण तिलशोऽस्थीनि चूर्णयन् ।
સ્મતસુકારાવિકને વિણવાન્ ૧૪૪ II. ૨૯. વીત—તથા નાથ પરમે સ્વચારમા વિનિરિતઃ |
सुखी दुःख्यस्मि नास्मीति यथा न प्रतिवनवान् ।। 1८, ७॥ ૩૦. – રો સ્થિતિ મૃતદોષનો પુન:
1 રાણ ગુમનાસ્તિ ક્રિશ્ચિયનમુન ! ૧૪૦ || ३१. वीत.-शामोद्भुतोऽद्भुतं रूपं सर्वात्मसु कृपाद्भुता ।
सर्वादभुतनिधीशाय तुभ्यं भगवते नमः ॥ १०, ८ ॥
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૫ર ].
દર્શન અને ચિંતન ભાતચેટ બુદ્ધને વન્દન કરનારાઓને પણ વળે છે: હે નાથ! જેઓ પુણ્યસમુદ્ર, રત્નનિધિ, ધર્મરાશિ અને ગુણકર એવા તને નમે છે, તેઓને નમસ્કાર કરે એ પણ સુકૃત છે.
હેમચંદ્ર એ જ ભાવ માત્ર શબ્દાન્તરથી સ્તવે છે: હે નાથ ! જેઓએ તારા આજ્ઞામૃતથી પિતાની જાતને સદા સીંચી છે તેઓને નમસ્કાર, તેઓની સામે આ મારી અંજલિ અને તેઓને જ ઉપાસીએ છીએ.૩૩
માતૃચેટ અને હેમચંદ્રની તેત્રગત વધારે તુલનાને ભાર જિજ્ઞાસુઓ ઉપર મૂકી આ સરખામણીનો ઉપસંહાર માતૃચેટથી બહુ ડે નહિ થયેલ કાલિદાસ અને સિદ્ધસેનનાં એકાદ બે પદ્યોની સરખામણીથી પૂરે કરું છું. માટે રસ્તુતિને ઉપસંહાર કરતાં જે ભાવ પ્રગટ કર્યો છે તે જ ભાવ કાલિદાસ વિષ્ણુની સ્તુતિના ઉપસંહારમાં દેના મુખથી પ્રકટ કરે છે :
હે નાથ ! તારા ગુણો અક્ષય છે, જ્યારે મારી શક્તિ ક્ષયશીલ છે. તેથી લંબાણના ભયને લીધે વિરમું છું, નહિ કે સ્તુતિજન્ય તૃપ્તિને લીધે. –અધ્ય. ૧૫૦
હે વિષ્ણ! તારા મહિમાનું કીર્તન કરી વાણું વિરમે છે તે કાં તો શ્રમથી અને કાં તે અશક્તિથી; નહિ કે તારા ગુણની પરિમિતતાથી. -રધુ. ૧૦, ૩૨.
આ સ્થળે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની મૌલિક માન્યતાના ભેદ વિશે એક બાબત તરફ ધ્યાન જાય છે. તે એ કે બ્રાહ્મણપરંપરા કોઈ પણ દેવમાં દુષ્ટ કે શત્રુના નાશને સાધુ–પરિત્રાણ જેવા જ ગુણ તરીકે સ્તવે છે, જ્યારે બૌદ્ધ ને જૈન પરંપરા મિત્ર કે શત્રુ, સાધુ કે દુષ્ટ બને ઉપર સમાનભાવે કરુણુ વર્ષાવવી એને જ પ્રકૃષ્ટ માનવીય ગુણ માને છે. આ માન્યતાભેદ ગમે તે બ્રાહ્મણ કવિની સ્તુતિ અને શ્રમણ કવિની સ્તુતિમાં નજરે પડવાને જ. તેથી અહિ તેવાં ઉદાહરણે નથી તારવતે.
માતુચેટ બુદ્ધનાં વચને સર્વજ્ઞતાને નિશ્ચય કરનાર તરીકે સ્તવે છે જ્યારે ૩૨. મધ્ય --પુષ્પોધિ પરિધિ ઘf Tળાવદરમ્ |
ये त्वां सत्त्वा नमस्यन्ति तेभ्योपि सुकृतं नमः ॥ १४९ ।। 33. वीत० तेभ्यो नमो ऽजलिरयं, तेषां तान् समुपास्महे ।
स्वच्छासनामृतरसै रात्माऽसिच्यतान्वहम् ॥ १५, ७ ।।
Page #17
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્યશતક
[ ૬૫૩.
સિદ્ધસેન પણ મહાવીરનાં વચનાને એ જ રીતે સ્તવે છે, અને વધારામાં શરીરના અતિશયને ઉમેરે છે
હે નાથ ! કયા તારા દ્વેષીને પણ એ પ્રકારનાં વચને સાંભળી તારે વિશે સર્વજ્ઞપણાને નિશ્ચય ન થાય ?'૩૪
· હૈ વીર ! તારું સ્વભાવથી શ્વેત રુધિરવાળુ શરીર અને પરાનુ પથી. સફળ ભાષણ આ બન્ને તારે વિશે સર્વજ્ઞપણાને નિશ્ચય જેતે ન કરાવે એ માણસ નહિ પણ કાઈ ખીજાં જ પ્રાણી છે.' ૩૫
કાગળના દુર્ભિક્ષના ભય ન હોત તે! સંપૂર્ણ અર્ધશતક નહિ તો છેવટે તેનાં કેટલાંક પદો ગુજરાતી અનુવાદ સાથે લેખને અંતે આપત, પણ એ લેાભ આ સ્થળે જતેા કરવા પડે છે. તેમ છતાં અશતકમાં આવતા એ મુદ્દા પરત્વે અહીં વિચાર દર્શાવવા જરૂરી છે, કેમ કે તે તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ સાહિત્ય તેમ જ સામ્પ્રદાયિક અધ્યયન કરવામાં ખાસ ઉપયેાગી છે. પહેલા મુદ્દો મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં દૃષ્ટાંતા અને બીજો મુદ્દો બુદ્ધને સ્વયંભૂ રૂપે નમસ્કાર કરવાને લગતા છે.
માતૃચેટે પ્રારંભમાં જ મનુષ્યજન્મની દુલભતા સમજાવવા કહ્યું છે —
सोऽहं प्राप्य मनुष्यखं ससद्धर्ममहोत्सवम् । महार्णव युगच्छद्र श्रीवार्पणोपमम् ॥ ५ ॥
આ ઉક્તિમાં જે ધૂંસરાના છેદમાં કાચબાની ડાક પરોવાઈ જવાને દાખલો આપી માનવજીવનની દુલ`ભતા સૂચવી છે તે દાખલો બૌદ્ધ ગ્રન્થ ત્રાલ’કારમાં તો છે જ, પણ આ દાખલા પાલિ મઝિનિકાયમાં છે. પરંતુ જૈન ગ્રન્થોમાં તે આનાં દશ દૃષ્ટાન્તો પહેલેથી જ પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની નિયુક્તિ, ॰ જે પાંચમી શતાબ્દીથી અર્વાચીન નથી જ, તેમાં
પણ
૩૪. સય્-कस्य न स्यादुपश्रुत्य वाक्यान्येवविधानि ते । स्वथि प्रतिहतस्यापि सर्वज्ञ इति निश्चयः ॥ ६८ ॥ ૩૫. વધુ: સ્વમાવત્ત્વમરોશિત વાસ્તુકલાણં ચ માનિતમ્ || न यस्य सर्वज्ञविनिश्चयस्त्वयि द्वयं करोत्येतदसौ न मानुषः || —ધાવિધિ ૧-૧૪
૩૬. જુઓ, માલપ`ડિત સુત્ત.
.
૩૭. જીઓ, ચતુર ગીચાચાયન, ગાયા ૧૬૦ અને તેની ‘વાઢ્ય ' ટીકા.
Page #18
--------------------------------------------------------------------------
________________
-૬૫૪ ]
દર્શન અને ચિ'તન
માત્ર
એ દશે દૃષ્ટાન્તની યાદી છે. આ યાદી જૂની પરંપરાના સંગ્રહ છે. એ પરપરા કેટલી જૂની છે તે નક્કી કરવું સરલ નથી, પણ ઔદ્ધ તે જૈન પરંપરામાં જે આવા દાખલાઓનું સામ્ય દેખાય છે તે ઉપરથી એટલું તો નક્કી જ છે કે ઉપદેશકા અને વિદ્વાને આ દેશમાં જ્યાંત્યાં માનવશ્ર્વનની દુર્લભતા સમજાવવા આવાં દૃષ્ટાન્તો યેાજી કાઢતા અને તે દ્વારા સાધારણ લેકામાં આવાં દૃષ્ટાન્તો રમતાં થઈ જતાં. એકવાર કાઈ એ એક દૃષ્ટાન્ત રચ્યું કે પછી તે તે ઉપરથી ખીજાઓ તેના જેવાં નવનવ દૃષ્ટાન્ત રચી કાઢતા. જૈન પરંપરામાં આજ લગી માત્ર તેવાં દશ દૃષ્ટાન્તા જ જાણીતાં છે, અને તેના ઉપયોગ ધાર્મિક પ્રદેશમાં બહુ થાય છે. માતૃચેટ સૂમગ્રીવા શબ્દ વાપરી કાચબાની ડાક સૂચવી છે, જ્યારે જૈન ગ્રન્થામાં સમીલા' શબ્દ વપરાયેલા છે, જેનો અર્થ છે સાંબેલું અર્થાત્ એક નાનકડા લાકડાના લાંબા ટુકડા. યુગ િશબ્દ બન્ને પર પરાના વાડ્મયમાં સમાન છે. ભાવ એવો છે કે મહાન સમુદ્રને એક છેડે ધૂંસરું તરતું મૂકવામાં આવે અને તદ્દન ખીજે છેડે એક નાનકડા પાતળો ડીકા. એ એ કયારેક અથડાય એ સંભવ જ પહેલાં તે આઠે અને બહુ લાંબે કાળે તરંગોને કારણે અતિ વિશાળ સમુદ્રમાં પણ કયારેક ધૂંસરું અને એ લાકડું એકખીજાને અડકી જાય તેય ધૂંસરાના કાણામાં એ દંડીકાનું પરાવાનું અતિદુઃસ ંભવ છે. છતાંય દુર્ધટનાટનપરીયસી વિધિલીલા જેમ એ લાકડાને એ છેદમાં કયારેક પરોવી દે તેમ આ સંસારભ્રમણમાં માનવયેાનિ તેટલે લાંબે ગાળે અને તેટલી જ મુશ્કેલીથી સંભવે છે. માતૃચેટે કાણામાં દંડીકાને બદલે કાચબાની ડાક પરાવાવાની વાત કહી છે તેના ભાવ પણ એ જ છે. બાકીનાં નવ દુષ્યન્તો પણ એ જ ભાવ ઉપર ધડાયેલાં છે.
માતૃચેટ સ્વયમ્ભુને નમસ્તેસ્તુ (શ્ર્લો, ૮) શબ્દથી બુદ્ધને નમસ્કાર કર્યો છે. અહીં વિચારવાનું એ પ્રાપ્ત છે કે સ્વયંભૂ શબ્દ બ્રાહ્મણપરંપરા અને તેમાંય ખાસ પૌરાણિક પર પરાતા છે. તેના અર્થ તે પરપરામાં એવા છે કે જે વિષ્ણુના નાભિકમળમાંથી માતાપિતા સિવાય જ આપમેળે જન્મ્યા તે બ્રહ્મા—કમલયેનિજ સ્વયંભૂ, બૌદ્ધ અને જૈન પરપરા આવી કમળમાંથી સ્વયં જન્મની કલ્પનાને માનતીજ નથી. અલબત્ત, એ અને પરંપરામાં સચતમ્બુદ્ અને સમ્માન્તમ્બુલ જેવા શબ્દો છે, પણ તે શબ્દોના અર્થ આપમેળે જ્ઞાનપ્રાપ્તિ' એટલેા જ છે, નહિ કે આપમેળે જનમવું તે, છેક પ્રાચીન બૌદ્ધ અને જૈન વાઙમયમાં પોતપોતાના અભિમત તીર્થંકરો વાસ્તે તેઓએ જિત,
:
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યપદ્ધશતક
[ ૬૫૫ સુરત, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ આદિ જેવાં વિશેષણો વાપર્યા છે, તેમાં કયાંય બ્રાહ્મણ અને પૌરાણિક પરંપરાના અભિમત દે માટે તે પરંપરામાં વપરાયેલ ખાસ સ્વયંભૂ, વિષ્ણુ, શિવ આદિ વિશેષણે દેખાતાં નથી. તે જ રીતે બૌદ્ધ અને જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવાં જિન, સુગત, અહંન આદિ વિશેષણ બ્રાહ્મણુપરંપરાના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય દેખાતાં નથી. સામાન્ય રીતે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાને આ શબ્દભેદ જૂન છે. તેથી બૌદ્ધો કે જેને બ્રહ્મના વાચક સ્વયંભૂ શબ્દને બુદ્ધ કે જિનમાં ન વાપરે એ સ્વાભાવિક છે.
પૌરાણિક પરંપરામાં સ્વયંભૂનું સ્થાન જાણીતું છે. પાછલા વખતમાં વિષણુ અને શિવની પૂજાપ્રતિષ્ઠા વિશેષ વધી તે પહેલાં ક્યારેક બ્રહ્માની પ્રસિદ્ધિ અને પૂજા વિશેષ હતાં. ક્યારેક સ્વયંભૂ સુષ્ટિના કર્તા દેવ તરીકે પ્રસિદ્ધ હતા અને આ લેક સ્વયંભૂ કૃત મનાતે, જેને ઉલ્લેખ સૂત્રકૃતગર જેવા પ્રાચીન ગ્રંથમાં મળે છે. બૌદ્ધ કે જેને જગતને કેાઈનું રચેલું ન માનતા હોવાથી તેઓ સૃષ્ટિક્ત સ્વયંભૂને ન માને અને તેથી એ પૌરાણિક સ્વયંભૂ શબ્દને પિતાના અભિમત સુગત કે જિન વાતે ન • વાપરે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેઓ એ પૌરાણિક કલ્પનાને નિમૂળ અને નિયંતિક સૂચવવા પિતાના દેવો વાતે સ્વયંસંબુદ્ધ શબ્દ વાપરી એમ સૂચવતા કે આપમેળે જન્મ સંભવ નથી, પણ આપમેળે જ્ઞાન તે સંભવે છે. માન્યતાની આ પરંપરાનો ભેદ ચાલ્યો આવતે, છતાં ક્યારેક એ સમય આવી ગયો છે કે તે વખતે બૌદ્ધો અને જેને બન્નેએ પૌરાણિક સ્વયંભૂ શબ્દને તદ્દન અપનાવી લીધું છે. આગળ જતાં જેમ શિવ, શંકર, મહાદેવ, પુરુષોત્તમ અને બ્રહ્મા આદિ અનેક વૈદિક અને પૌરાણિક શબ્દોને પિતાના અભિપ્રેત અર્થમાં અપનાવી લેવાની પ્રક્રિયા જૈન અને બૌદ્ધ સ્તુતિપરંપરામાં ચાલી છે, તેમ ક્યારેક પહેલાના સમયમાં સ્વયંભૂ શબ્દને અપનાવી લેવાની પ્રક્રિયા પણ શરૂ થયેલી. આ શરૂઆત પહેલાં કોણે કરી છે તે અજ્ઞાત છે, પણ એટલું તે નક્કી છે કે એ શરૂઆત કોઈ એવા સમય અને દેશના એવા ભાગમાં થઈ છે જે વખતે અને જ્યાં સ્વયંભૂની પૂજ–પ્રતિષ્ઠા બહુ ચાલતી. માતૃચેટ ઈસ્વીસનના પહેલા સિકાનો કવિ છે. તેણે બુદ્ધ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે, તે ઉપર સૂચવેલ પ્રક્રિયાનું જ પરિણામ છે. હજી લગી માતૃચેટ પહેલાંના કે જેન ગ્રન્થમાં મહાવીર આદિ અહેન માટે સ્વયંભૂ શબ્દ વપરાયેલે જણાયો નથી. તેથી ઊલટું નિર્વિવાદ રીતે માતૃટ પછીની જૈન કૃતિઓમાં મહાવીર આદિના વિશેષણ તરીકે સ્વયંભૂ શબ્દ
૩૮, પ્રથમ શ્રદ્ધધ ૧, ૩, ૭
Page #20
--------------------------------------------------------------------------
________________ દર્શન અને ચિંતન વપરાયેલ મળે છે–ખાસ કરી સ્તુતિઓમાં. માતૃચે. પણ સ્તુતિમાં જ બુદ્ધ માટે એ શબ્દ વાપર્યો છે. માતૃચેટ પછી બીજા બૌદ્ધ સ્તુતિકારે એ શબ્દ વાપરે છે તે સ્વાભાવિક જ છે. જૈન સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર, જે ઈ. સ.ના પાંચમા સિકા લગભગ થયેલ છે, તેણે પિતાની બત્રીશીઓમાં મહાવીરની સ્તુતિ તરીકે જે પાંચ બત્રીશીઓ રચી છે, તેને આરંભ જ “સ્વયમ્ભ મૂતરફનેત્ર” શબ્દથી થાય છે. ત્યાર બાદ તે જૈન પરંપરામાં સ્વયંભૂ શબ્દ પુરાતન સ્વયં-- સબુદ્ધ શબ્દના જેટલી જ પ્રતિષ્ઠા પામે છે. સ્તુતિકાર સમન્તભદ્દે પણ વયમ્ભવી મૂર્તિના મૃત” શબ્દથી જ સ્તોત્રની શરૂઆત કરી છે. એક વખતે બૌદ્ધ પરંપરામાં એ પણ યુગ આવ્યો છે, કે જે વખતે સ્વયંભૂચત્ય, સ્વયં ભૂવિહાર અને સ્વયંભૂબુદ્ધની વિશેષ પૂજા શરૂ થઈ હતી, અને તે ઉપર સ્વયંભૂપુરાણુ જેવા તીર્થમાહાત્મગ્રંથ પણ રચાયા છે. આ પુરાણ નેપાલમાં આવેલ સ્વયંભૂત્ય અને તેના વિહાર વિશે અદ્ભુત વર્ણન આપે છે, જે બ્રાહ્મણપુરાણોને પણ વટાવી દે તેવું છે. આ બધું એટલું તે સૂચવે છે કે બ્રાહ્મણ અને પુરાણપરંપરામાં સ્વયંભૂ નું જે સ્થાન હતું તેના આકર્ષણથી બૌદ્ધ અને જૈન સ્તુતિકારોએ પણ સુગત, મહાવીર આદિને વિશે પિતાની ઢબે સ્વયંભૂપણને આરેપ કર્યો અને તેઓ પોતે પણ (ભલે બીજી દષ્ટિએ) સ્વયંભૂને માને છે એમ પુરવાર કર્યું. આ સ્થળે એ પણ સેંધવું જોઈએ કે એક સ્વયંભૂસમ્પ્રદાય હતો જેના અનુયાયી સ્વાયંભુવ કહેવાતા; પછી તે સમ્પ્રદાય કઈ સાંખ્યોગની શાખા હોય કે પૌરાણિક પરંપરાનું કેઈ દાર્શ. નિક રૂપાન્તર હોય, એ વિશે વધારે શેધ થવી બાકી છે. * શ્રી આનન્દશંકર ધ્રુવ સ્મક ગ્રંથમાંથી ઉધત