________________
૬૪૨ ].
દર્શન અને ચિંતન અર્ધશતક તેર વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગ એના વિષયાનુરૂપ નામથી અંકિત છે. એ નામ અને વિભાગની રચના મૂળકારની જ હશે. તે વિભાગે નીચે પ્રમાણે છે –
૧. ઉપધાતરતવ
૨. હેતુતવ ૩. નિપસ્તવ
૪. અદ્ભુતસ્તવ ૫. રૂપસ્તવ
૬. કર્ણસ્તવ ૭. વચનસ્તવ
૮. શાસનસ્તવ ૯. પ્રણિધિસ્તવ
૧૦. માર્ગાવતારસ્તવ ૧૧. દુષ્કસ્તવ
૧૨. કૌશલસ્તવ ૧૩. આનુણ્યસ્તવ
છેલ્લાં બે પદ્યો વંશસ્થ છંદમાં અને બાકીનાં બધાં અનુષ્ટ્રપમાં છે. આખા સ્તોત્રનું સંસ્કૃત તદન સરલ, પ્રસન્ન અને નિરાડંબર શૈલીવાળું છે. સ્તુતિકાર માતૃચે. એટલી નાનકડીશી સ્તુતિમાં બુદ્ધના આધ્યાત્મિક જીવનની શરૂઆતથી તેની પૂર્ણતા સુધીનું સંક્ષિપ્ત કિંતુ પરિપૂર્ણ ચિત્ર એટલી બધી સાદગી, સચ્ચાઈ ને ભાવવાહિતાથી ખેંચ્યું છે કે તે સ્તોત્ર વાંચનાર અને વિચારનાર ક્ષણભર ભૌતિક જગતની ઉપાધિઓ ભૂલી જાય છે.
સ્તુતિ-સ્તંત્રનું પ્રવાહબદ્ધ અને અખંડ વહેણ તે ઓછામાં ઓછું વેદના સમયથી ભારતમાં આજ લગી વહેતું આવ્યું છે, પણ માતૃચેટનું પ્રસ્તુત તેત્ર તેના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સ્તોત્રથી કેટલાક અંશમાં જુદું પડે છે, જે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. વેદનાં પ્રાચ્ય સૂતો સૂર્ય, ચન્દ્ર, ઉષા આદિ પ્રકૃતિગત અંશને જ દિવ્યતા અપ તેમ જ ઇન્દ્ર, વરણ આદિ પ્રસિદ્ધ પૌરાણિક દેવ-દેવીઓની ઓજસ્વિની કિન્તુ તત્કાલીન કાંઈક અગમ્ય ભાષામાં ભાવ અને જીવનભરી સ્તુતિઓ કરે છે, પણ તે સૂતો ભાગ્યે જ કોઈ અતિહાસિક વ્યક્તિને સ્તવે છે. આગળ જતાં સ્તુતિને પ્રવાહ બીજી દિશામાં પણ વહે શરૂ થાય છે. બૌદ્ધ પ્રાચીન પિટકામાં અને જૈન આગમાં સ્તુતિએ સંસ્કૃત ભાષાનું કલેવર છોડી પ્રાકૃત ભાષાને આશ્રય લે છે અને સાથે જ તે કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવ-દેવીઓને પ્રદેશ છોડી અતિહાસિક વ્યક્તિને વિષય સ્વીકારે છે. પાલિ સુત્તો બુદ્ધને સ્તવે છે, જ્યારે જૈન સુત્ત મહાવીરને સ્તવે છે. ભાષા અને વિષયભેદ ઉપરાંત આ પાલિપ્રાકૃત સ્તુતિઓનું બીજું પણ એક ખાસ લક્ષણ છે અને તે એ કે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org