________________
સ્તુતિકાર માટે અને તેમનું અદ્ધિશતક
[૬૪૩ સ્તુતિઓ તદ્દન સાધારણ બુદ્ધિવાળા માણસથી પણ સમજાય તેવી સહેલી અને નિરામ્બર શૈલીમાં મળી આવે છે. માતૃચેટના ઉત્તરવર્તી બ્રાહ્મણપરંપરાના કવિઓ વૈદિક શૈલીમાં સ્તુતિઓ રચે છે. કાલિદાસ જેવા મહાકવિઓ કવિત્વસુલભ કલ્પનાઓ દ્વારા સુપ્રસન્ન અને હૃદયંગમ શબ્દબંધમાં ઈષ્ટદેવને રતવે છે, તે બાણ-મર આદિ સ્તુતિકારે વ્યાકરણ અને અલંકારશાસ્ત્રન. ભારથી લચી જતી એવી શબ્દાર્ડબરી શિલીમાં સ્તુતિઓ રચે છે, પણ આ બધા જ કવિઓનું સામાન્ય લક્ષણ એ છે કે તેઓ પિતાના વૈદિક પૂર્વજોના ચાલેલ ચીલે ચાલી પ્રકૃતિગત તેમ જ પૌરાણિક દેવદેવીઓની જ મુખ્યપણે રતુતિઓ રચે છે. એમાંથી કોઈની સરવતી ભાગ્યે જ અતિહાસિક વ્યક્તિને તવે છે. તેથી ઊલટું, માવચેટના ઉત્તરવતી બૌદ્ધ ને જૈન સ્તુતિકારે પિતાના પૂર્વજોને માર્ગે જ વિચરી બુદ્ધ-મહાવીર જેવા ઐતિહાસિક કે પૌરાણિક પણ મનુષ્યની સ્તુતિઓ રચે છે. તેઓ પોતાના પૂર્વજોની અકૃત્રિમ શિલી છડી મેટે ભાગે શબ્દ અને અલંકારના આબરમાં કવિત્વસુલભ કલ્પનાઓને વણે છે. એટલું જ નહિ, પણ તેઓ અતિહાસિક માનવજીવનનું ચિત્ર સ્તુતિ દ્વારા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોવા છતાં તેમાં એવાં અનેક તવોની સેળભેળ કરે છે કે જેથી તે સ્તુત્ય વ્યક્તિનું જીવન શુદ્ધ માનવજીવન ન રહેતાં અર્ધ દૈવીજીવન કે અર્ધ કાલ્પનિક જીવન ભાસવા લાગે છે. પછીના બૌદ્ધ કે જૈન દરેક રસ્તુતિકારે મોટાભાગે પોતાના ઈષ્ટદેવને સ્તવતાં અનેક દૈવી ચમત્કાર અને માનવજીવનને અસુલભ એવી અનેક અતિશયતાઓ વર્ણવી છે. વધારામાં એ સ્તુતિઓ શુદ્ધ વર્ણનાત્મક ન રહેતાં બહુધા ખંડનાત્મક પણ બની ગઈ છે—જણે પિતાને અમાન્ય એવા સંપ્રદાયના ઇષ્ટદે ઉપર ફટાક્ષ-ક્ષેપ કર્યો સિવાય પોતાના ઈષ્ટદેવની સ્તુતિ જ કરવી તેઓ અસમર્થ બની ગયા હોય! મોટેભાગે દરેક સંપ્રદાયની સ્તુતિનું સ્વરૂપ એવું બની ગયું છે કે તેને પાઠ તે સંપ્રદાયના શ્રદ્ધાળુ ભકત સિવાય બીજામાં ભાગ્યે જ ભકિત જગાડી શકે.
આવી વસ્તુસ્થિતિ છતાં માતૃચેટનું પ્રસ્તુત તેત્ર બ્રાહ્મણ અને શ્રમણ કવિઓની એ અતિશયતાઓથી સર્વથા મુક્ત રહ્યું છે. એમાં માતૃચેટે બુદ્ધના આધ્યાત્મિક જીવનને કવિસુલભ કલ્પના દ્વારા સરલ અને શિષ્ટ લૌકિક સંસ્કૃતમાં સ્તવ્યું છે, પણ એણે તેમાં દૈવી ચમકારે કે વિકસિત માનવતા સાથે જરા પણ અસંગત દેખાય એવી અતિશયતાઓને આશ્રય લીધે જ નથી. તે સ્વમાન્ય તથાગતને સ્તવે છે, પણ કયાંય અન્ય સંપ્રદાયસંમત દેવો કે પુરુષો ઉપર એક પણ કટાક્ષ નથી કરતે. ગમે તેવા વિધી સંપ્રદાયના અનુયાયીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org