________________ દર્શન અને ચિંતન વપરાયેલ મળે છે–ખાસ કરી સ્તુતિઓમાં. માતૃચે. પણ સ્તુતિમાં જ બુદ્ધ માટે એ શબ્દ વાપર્યો છે. માતૃચેટ પછી બીજા બૌદ્ધ સ્તુતિકારે એ શબ્દ વાપરે છે તે સ્વાભાવિક જ છે. જૈન સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર, જે ઈ. સ.ના પાંચમા સિકા લગભગ થયેલ છે, તેણે પિતાની બત્રીશીઓમાં મહાવીરની સ્તુતિ તરીકે જે પાંચ બત્રીશીઓ રચી છે, તેને આરંભ જ “સ્વયમ્ભ મૂતરફનેત્ર” શબ્દથી થાય છે. ત્યાર બાદ તે જૈન પરંપરામાં સ્વયંભૂ શબ્દ પુરાતન સ્વયં-- સબુદ્ધ શબ્દના જેટલી જ પ્રતિષ્ઠા પામે છે. સ્તુતિકાર સમન્તભદ્દે પણ વયમ્ભવી મૂર્તિના મૃત” શબ્દથી જ સ્તોત્રની શરૂઆત કરી છે. એક વખતે બૌદ્ધ પરંપરામાં એ પણ યુગ આવ્યો છે, કે જે વખતે સ્વયંભૂચત્ય, સ્વયં ભૂવિહાર અને સ્વયંભૂબુદ્ધની વિશેષ પૂજા શરૂ થઈ હતી, અને તે ઉપર સ્વયંભૂપુરાણુ જેવા તીર્થમાહાત્મગ્રંથ પણ રચાયા છે. આ પુરાણ નેપાલમાં આવેલ સ્વયંભૂત્ય અને તેના વિહાર વિશે અદ્ભુત વર્ણન આપે છે, જે બ્રાહ્મણપુરાણોને પણ વટાવી દે તેવું છે. આ બધું એટલું તે સૂચવે છે કે બ્રાહ્મણ અને પુરાણપરંપરામાં સ્વયંભૂ નું જે સ્થાન હતું તેના આકર્ષણથી બૌદ્ધ અને જૈન સ્તુતિકારોએ પણ સુગત, મહાવીર આદિને વિશે પિતાની ઢબે સ્વયંભૂપણને આરેપ કર્યો અને તેઓ પોતે પણ (ભલે બીજી દષ્ટિએ) સ્વયંભૂને માને છે એમ પુરવાર કર્યું. આ સ્થળે એ પણ સેંધવું જોઈએ કે એક સ્વયંભૂસમ્પ્રદાય હતો જેના અનુયાયી સ્વાયંભુવ કહેવાતા; પછી તે સમ્પ્રદાય કઈ સાંખ્યોગની શાખા હોય કે પૌરાણિક પરંપરાનું કેઈ દાર્શ. નિક રૂપાન્તર હોય, એ વિશે વધારે શેધ થવી બાકી છે. * શ્રી આનન્દશંકર ધ્રુવ સ્મક ગ્રંથમાંથી ઉધત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org