________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યપદ્ધશતક
[ ૬૫૫ સુરત, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ આદિ જેવાં વિશેષણો વાપર્યા છે, તેમાં કયાંય બ્રાહ્મણ અને પૌરાણિક પરંપરાના અભિમત દે માટે તે પરંપરામાં વપરાયેલ ખાસ સ્વયંભૂ, વિષ્ણુ, શિવ આદિ વિશેષણે દેખાતાં નથી. તે જ રીતે બૌદ્ધ અને જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવાં જિન, સુગત, અહંન આદિ વિશેષણ બ્રાહ્મણુપરંપરાના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય દેખાતાં નથી. સામાન્ય રીતે બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાને આ શબ્દભેદ જૂન છે. તેથી બૌદ્ધો કે જેને બ્રહ્મના વાચક સ્વયંભૂ શબ્દને બુદ્ધ કે જિનમાં ન વાપરે એ સ્વાભાવિક છે.
પૌરાણિક પરંપરામાં સ્વયંભૂનું સ્થાન જાણીતું છે. પાછલા વખતમાં વિષણુ અને શિવની પૂજાપ્રતિષ્ઠા વિશેષ વધી તે પહેલાં ક્યારેક બ્રહ્માની પ્રસિદ્ધિ અને પૂજા વિશેષ હતાં. ક્યારેક સ્વયંભૂ સુષ્ટિના કર્તા દેવ તરીકે પ્રસિદ્ધ હતા અને આ લેક સ્વયંભૂ કૃત મનાતે, જેને ઉલ્લેખ સૂત્રકૃતગર જેવા પ્રાચીન ગ્રંથમાં મળે છે. બૌદ્ધ કે જેને જગતને કેાઈનું રચેલું ન માનતા હોવાથી તેઓ સૃષ્ટિક્ત સ્વયંભૂને ન માને અને તેથી એ પૌરાણિક સ્વયંભૂ શબ્દને પિતાના અભિમત સુગત કે જિન વાતે ન • વાપરે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેઓ એ પૌરાણિક કલ્પનાને નિમૂળ અને નિયંતિક સૂચવવા પિતાના દેવો વાતે સ્વયંસંબુદ્ધ શબ્દ વાપરી એમ સૂચવતા કે આપમેળે જન્મ સંભવ નથી, પણ આપમેળે જ્ઞાન તે સંભવે છે. માન્યતાની આ પરંપરાનો ભેદ ચાલ્યો આવતે, છતાં ક્યારેક એ સમય આવી ગયો છે કે તે વખતે બૌદ્ધો અને જેને બન્નેએ પૌરાણિક સ્વયંભૂ શબ્દને તદ્દન અપનાવી લીધું છે. આગળ જતાં જેમ શિવ, શંકર, મહાદેવ, પુરુષોત્તમ અને બ્રહ્મા આદિ અનેક વૈદિક અને પૌરાણિક શબ્દોને પિતાના અભિપ્રેત અર્થમાં અપનાવી લેવાની પ્રક્રિયા જૈન અને બૌદ્ધ સ્તુતિપરંપરામાં ચાલી છે, તેમ ક્યારેક પહેલાના સમયમાં સ્વયંભૂ શબ્દને અપનાવી લેવાની પ્રક્રિયા પણ શરૂ થયેલી. આ શરૂઆત પહેલાં કોણે કરી છે તે અજ્ઞાત છે, પણ એટલું તે નક્કી છે કે એ શરૂઆત કોઈ એવા સમય અને દેશના એવા ભાગમાં થઈ છે જે વખતે અને જ્યાં સ્વયંભૂની પૂજ–પ્રતિષ્ઠા બહુ ચાલતી. માતૃચેટ ઈસ્વીસનના પહેલા સિકાનો કવિ છે. તેણે બુદ્ધ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે, તે ઉપર સૂચવેલ પ્રક્રિયાનું જ પરિણામ છે. હજી લગી માતૃચેટ પહેલાંના કે જેન ગ્રન્થમાં મહાવીર આદિ અહેન માટે સ્વયંભૂ શબ્દ વપરાયેલે જણાયો નથી. તેથી ઊલટું નિર્વિવાદ રીતે માતૃટ પછીની જૈન કૃતિઓમાં મહાવીર આદિના વિશેષણ તરીકે સ્વયંભૂ શબ્દ
૩૮, પ્રથમ શ્રદ્ધધ ૧, ૩, ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org