________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક
અવધેષ અને કાલિદાસ બને ભારતીય કવિ છે અને બ્રાહ્મણ કલોદભવ છે. તેમાંય અશ્વ તે કાલિદાસનો માત્ર પૂવવત જ નહિ, પણ કાલિદાસના કવિત્વનો પ્રેરક સુધ્ધાં છે. તેમ છતાં પહેલેથી આજ લગી કાલિદાસની ખ્યાતિ જેટલી અને જે રીતે ભારતમાં વ્યાપેલી છે તેટલી અને તે રીતે અશ્વઘોષની ખ્યાતિ ભારતમાં પ્રસરી નથી. વિદ્વાન હોય કે માત્ર વિદ્યારસિક હોય, પણ ભારતને ખૂણે ખૂણે વસનાર હરકેઈ તેવી વ્યક્તિની જીભે કાલિદાસનું નામ અને તેની કૃતિઓ રમમાણુ હશે; જ્યારે અશ્વઘોષના. નામ કે તેની કૃતિઓને જાણનાર ભારતમાંથી વિરલ જ મળી આવશે. તેથી ઊલટું, ભારતની બહારના ભારતની મેર સંલગ્ન અને ભારત કરતાંય અતિવિશાલ બૌદ્ધ પ્રદેશમાં અસ્વષનું નામ અને તેની કૃતિઓ સુપ્રસિદ્ધ છે; જ્યારે ટિબેટ, ચીન, મધ્ય એશિયાની આબાદીઓ અને સિલેન, બરમા આદિ પ્રદેશમાં કાલિદાસ અને તેની કૃતિઓ વિશે જાણનાર વિરલ જ મળી આવશે. આ અત્તરનું શું કારણ એ પ્રશ્નને ઉત્તર સહજ અને ઈતિહાસસિદ્ધ છે. અશ્વઘોષ બ્રાહ્મણ કવિ છતાં તે બૌદ્ધ ભિક્ષુ થયો ન હોત અને તેણે તથાગતની ગાથા ન ગાતાં બ્રાહ્મણ સંસ્કૃતિને યશવિસ્તાર કર્યો હત, તે તેનું સ્થાન ભારતમાં નિઃશંકપણે કાલિદાસના જેવું જ હોત. તેથી ઊલટું, કાલિદાસે સુગત સંસ્કૃતિની યશોગાથામાં જ સરસ્વતીને કૃતાર્થ કરી હોત તો ભારતમાં તે ભાગ્યે જ આટલી પ્રસિદ્ધિ પામત.
અશ્વઘોષ અને કાલિદાસની ભારતમાંની ખ્યાતિના અંતર વિશેનું ઉપરનું નિદાન આચાર્ય માતચેટને વિશે પૂરેપૂરું લાગુ પડે છે. માતચેટ પણ ભારતને જ સુપુત્ર છે. એટલું જ નહિ, પણ તે અશ્વઘોષ અને કાલિદાસની પેઠે તત્કાલીન સમ્રાટમાન્ય પણ રહ્યો છે, અને છતાય આપણા ભારતીઓને માટે માતૃચેટનું નામ અત્યારે છેક જ અપરિચિત થઈ ગયું છે. એની કૃતિ કે કૃતિઓ વાતે. તે જાણે કે ભારતના ભંડારોમાં જરા પણ જગ્યા જ ન હોય એમ બન્યું છે; જ્યારે એની કૃતિનાં સીધેસીધી કે આડકતરાં અનુકરણ બ્રાહ્મણ અને જૈન પરંપરામાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org