SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ] દર્શન અને ચિંતન માની તેનું અનુકરણ કરે છે. અસંગ અને વસુબધુ જેવા બેધિસર પણ માતૃચેટની બહુ પ્રશંસા કરતા. સમગ્ર ભારતમાં બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ થનાર દરેકને પાંચ કે દશ શીલ પાઠ શીખી લીધા પછી તરત જ માતૃચેટની સ્તુતિઓ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ મહાયાન, હીનયાન બને પરંપરાઓમાં પ્રચલિત છે. ઈ–સિંગ એ સ્તુતિઓની પ્રશંસા કરવા પિતાને અસમર્થ માને છે, અને તે ઉમેરે છે કે આ સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકારે અને અનુકરણકા થયા છે, ત્યાં લગી કે છેવટે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગે પણ માતૃચેટના સાર્ધશતકગત દરેક બ્લેકની આગળ એક એક શ્લેક રચી એક ત્રણ લોકને સંગ્રહ તૈયાર કરેલ છે “મિશ્રસ્તોત્ર તરીકે જાણીતા છે. ઈ-સિંગે પિતે સાર્ધશતકને ચીની ભાષામાં અનુવાદ કરે છે અને ટિબેટન ભાષામાં તો માતૃચેટની સાર્ધશતક અને ચતુદશતક એ બંને કૃતિઓનાં ભાષાંતરે છે. ચતુઃશતકનું નામ ટિબેટન અનુવાદમાં “વર્ણના વર્ણન ' એવું છે, અને એ જ નામ મધ્ય એશિયામાંથી પ્રાપ્ત અવશેષની અંતિમ પ્રશસ્તિમાં પણ છે. આ સિવાય માતૃચેટને નામે ટિબેટન ભાષામાં જે બીજી કૃતિઓ ચડેલી છે, તેની યાદી એફ. ડબલ્યુ. થોમસ મહાશયે આપેલી છે. જોકે ટિબેટન પરમ્પરા ભાતૃચેટ અને અસ્વષ બનેને એક જ દર્શાવે છે, છતાં ખરી રીતે એ બન્ને વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જ હતી અને માતૃચેટ અસ્વષને વૃદ્ધ સમકાલીન હતે. ચીની પરંપરા એ બન્નેને જુદા જુદા જ માને છે અને તે જ પરંપરા સાચી છે. આ પરંપરાનું સમર્થન ભિક્ષ રાહુલજીએ અધ્યદ્ધિશતકની પ્રસ્તાવનામાં સબળ દલીલોથી કરેલું છે. અદ્ધિશતકનો પરિચય જે અધ્યદ્ધશતકનો પરિચય વાચકને કરવો અહીં ઇષ્ટ છે. તે મૂળ સંતમાં જ જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઉડીસા રીસર્ચ સોસાયટી, પુસ્તક ૨૩, ખંડ ૪ (૧૯૩૭)માં છપાયેલ છે. એનું સંપાદન શ્રી. કે. પી. જાયસવાલ અને ભિક્ષુ રાહુલજીએ કર્યું છે. આ સંસ્કરણ જે લિખિત પ્રતિને આધારે પ્રસિદ્ધ થયું છે, તે લિખિત પ્રતિ ભિક્ષુ રાહુલજીએ ટિબેટમાંથી મેળવેલી અને તે મૂળ ઈ. ૧૧મા સૈકાના સુનયથીમિત્ર નામક નેપાલી વિદ્વાનની માલિકીની હતી, જેણે નેપાલમાં પાટણ નગરમાં એક વિહાર સ્થાએ હતું અને જે * ટિબેટન ઉપરથી લગભગ અ. ભાગનું અંગ્રેજી ભાષાંતર એફ ડબલ્યુ થોમસે કર્યું છે અને તે ઇન્ડિયન એન્ટિવેરી ૨૪, ૧૯૦૫, પૃ. ૧૪૫માં પ્રસિદ્ધ થયું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249228
Book TitleStutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages20
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size353 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy