Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્યશતક
[ ૬૫૩.
સિદ્ધસેન પણ મહાવીરનાં વચનાને એ જ રીતે સ્તવે છે, અને વધારામાં શરીરના અતિશયને ઉમેરે છે
હે નાથ ! કયા તારા દ્વેષીને પણ એ પ્રકારનાં વચને સાંભળી તારે વિશે સર્વજ્ઞપણાને નિશ્ચય ન થાય ?'૩૪
· હૈ વીર ! તારું સ્વભાવથી શ્વેત રુધિરવાળુ શરીર અને પરાનુ પથી. સફળ ભાષણ આ બન્ને તારે વિશે સર્વજ્ઞપણાને નિશ્ચય જેતે ન કરાવે એ માણસ નહિ પણ કાઈ ખીજાં જ પ્રાણી છે.' ૩૫
કાગળના દુર્ભિક્ષના ભય ન હોત તે! સંપૂર્ણ અર્ધશતક નહિ તો છેવટે તેનાં કેટલાંક પદો ગુજરાતી અનુવાદ સાથે લેખને અંતે આપત, પણ એ લેાભ આ સ્થળે જતેા કરવા પડે છે. તેમ છતાં અશતકમાં આવતા એ મુદ્દા પરત્વે અહીં વિચાર દર્શાવવા જરૂરી છે, કેમ કે તે તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ સાહિત્ય તેમ જ સામ્પ્રદાયિક અધ્યયન કરવામાં ખાસ ઉપયેાગી છે. પહેલા મુદ્દો મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં દૃષ્ટાંતા અને બીજો મુદ્દો બુદ્ધને સ્વયંભૂ રૂપે નમસ્કાર કરવાને લગતા છે.
માતૃચેટે પ્રારંભમાં જ મનુષ્યજન્મની દુલભતા સમજાવવા કહ્યું છે —
सोऽहं प्राप्य मनुष्यखं ससद्धर्ममहोत्सवम् । महार्णव युगच्छद्र श्रीवार्पणोपमम् ॥ ५ ॥
આ ઉક્તિમાં જે ધૂંસરાના છેદમાં કાચબાની ડાક પરોવાઈ જવાને દાખલો આપી માનવજીવનની દુલ`ભતા સૂચવી છે તે દાખલો બૌદ્ધ ગ્રન્થ ત્રાલ’કારમાં તો છે જ, પણ આ દાખલા પાલિ મઝિનિકાયમાં છે. પરંતુ જૈન ગ્રન્થોમાં તે આનાં દશ દૃષ્ટાન્તો પહેલેથી જ પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની નિયુક્તિ, ॰ જે પાંચમી શતાબ્દીથી અર્વાચીન નથી જ, તેમાં
પણ
૩૪. સય્-कस्य न स्यादुपश्रुत्य वाक्यान्येवविधानि ते । स्वथि प्रतिहतस्यापि सर्वज्ञ इति निश्चयः ॥ ६८ ॥ ૩૫. વધુ: સ્વમાવત્ત્વમરોશિત વાસ્તુકલાણં ચ માનિતમ્ || न यस्य सर्वज्ञविनिश्चयस्त्वयि द्वयं करोत्येतदसौ न मानुषः || —ધાવિધિ ૧-૧૪
૩૬. જુઓ, માલપ`ડિત સુત્ત.
.
૩૭. જીઓ, ચતુર ગીચાચાયન, ગાયા ૧૬૦ અને તેની ‘વાઢ્ય ' ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org