Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________
-૬૫૪ ]
દર્શન અને ચિ'તન
માત્ર
એ દશે દૃષ્ટાન્તની યાદી છે. આ યાદી જૂની પરંપરાના સંગ્રહ છે. એ પરપરા કેટલી જૂની છે તે નક્કી કરવું સરલ નથી, પણ ઔદ્ધ તે જૈન પરંપરામાં જે આવા દાખલાઓનું સામ્ય દેખાય છે તે ઉપરથી એટલું તો નક્કી જ છે કે ઉપદેશકા અને વિદ્વાને આ દેશમાં જ્યાંત્યાં માનવશ્ર્વનની દુર્લભતા સમજાવવા આવાં દૃષ્ટાન્તો યેાજી કાઢતા અને તે દ્વારા સાધારણ લેકામાં આવાં દૃષ્ટાન્તો રમતાં થઈ જતાં. એકવાર કાઈ એ એક દૃષ્ટાન્ત રચ્યું કે પછી તે તે ઉપરથી ખીજાઓ તેના જેવાં નવનવ દૃષ્ટાન્ત રચી કાઢતા. જૈન પરંપરામાં આજ લગી માત્ર તેવાં દશ દૃષ્ટાન્તા જ જાણીતાં છે, અને તેના ઉપયોગ ધાર્મિક પ્રદેશમાં બહુ થાય છે. માતૃચેટ સૂમગ્રીવા શબ્દ વાપરી કાચબાની ડાક સૂચવી છે, જ્યારે જૈન ગ્રન્થામાં સમીલા' શબ્દ વપરાયેલા છે, જેનો અર્થ છે સાંબેલું અર્થાત્ એક નાનકડા લાકડાના લાંબા ટુકડા. યુગ િશબ્દ બન્ને પર પરાના વાડ્મયમાં સમાન છે. ભાવ એવો છે કે મહાન સમુદ્રને એક છેડે ધૂંસરું તરતું મૂકવામાં આવે અને તદ્દન ખીજે છેડે એક નાનકડા પાતળો ડીકા. એ એ કયારેક અથડાય એ સંભવ જ પહેલાં તે આઠે અને બહુ લાંબે કાળે તરંગોને કારણે અતિ વિશાળ સમુદ્રમાં પણ કયારેક ધૂંસરું અને એ લાકડું એકખીજાને અડકી જાય તેય ધૂંસરાના કાણામાં એ દંડીકાનું પરાવાનું અતિદુઃસ ંભવ છે. છતાંય દુર્ધટનાટનપરીયસી વિધિલીલા જેમ એ લાકડાને એ છેદમાં કયારેક પરોવી દે તેમ આ સંસારભ્રમણમાં માનવયેાનિ તેટલે લાંબે ગાળે અને તેટલી જ મુશ્કેલીથી સંભવે છે. માતૃચેટે કાણામાં દંડીકાને બદલે કાચબાની ડાક પરાવાવાની વાત કહી છે તેના ભાવ પણ એ જ છે. બાકીનાં નવ દુષ્યન્તો પણ એ જ ભાવ ઉપર ધડાયેલાં છે.
માતૃચેટ સ્વયમ્ભુને નમસ્તેસ્તુ (શ્ર્લો, ૮) શબ્દથી બુદ્ધને નમસ્કાર કર્યો છે. અહીં વિચારવાનું એ પ્રાપ્ત છે કે સ્વયંભૂ શબ્દ બ્રાહ્મણપરંપરા અને તેમાંય ખાસ પૌરાણિક પર પરાતા છે. તેના અર્થ તે પરપરામાં એવા છે કે જે વિષ્ણુના નાભિકમળમાંથી માતાપિતા સિવાય જ આપમેળે જન્મ્યા તે બ્રહ્મા—કમલયેનિજ સ્વયંભૂ, બૌદ્ધ અને જૈન પરપરા આવી કમળમાંથી સ્વયં જન્મની કલ્પનાને માનતીજ નથી. અલબત્ત, એ અને પરંપરામાં સચતમ્બુદ્ અને સમ્માન્તમ્બુલ જેવા શબ્દો છે, પણ તે શબ્દોના અર્થ આપમેળે જ્ઞાનપ્રાપ્તિ' એટલેા જ છે, નહિ કે આપમેળે જનમવું તે, છેક પ્રાચીન બૌદ્ધ અને જૈન વાઙમયમાં પોતપોતાના અભિમત તીર્થંકરો વાસ્તે તેઓએ જિત,
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org