Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યશતક [૬૪૫ વંશાનુવંશગત છાયા પડી હોય તે વધારે સંભવ લાગે છે. સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર દિન્નાગના બહુ સમીપવતી છે. તેમણે દિદ્ભાગના “ન્યાયમુખનું અનુકરણ કરી “ન્યાયાવતાર એ છે એમ માનવાને આધાર છે. તેમણે દિનાગની અન્ય કૃતિઓની સાથે દિક્નાગનું અધ્યશતક અને તેના જ મૂળ આદર્શરૂપ માતૃચેટનું અધ્યદ્ધશતક જોયું હોય એવો વધારે સંભવ છે. જે એ સંભવ સાચે હોય તો એમ માનવું નિરાધાર નથી કે સિદ્ધસેને ચેલ પાંચ સળંગ બત્રીસ-બત્રીસ કની બત્રીશીએ, જેનું કુલ પ્રમાણ અધ્યદ્ધશતકના એક પન હેક કરતાં માત્ર સાત જ શ્લોક વધારે થાય છે, તેમાં પણ માતૃચેટના પગલે ચાલવાનો પ્રયત્ન છે. સિદ્ધસેન પછી થનાર અને મોટે ભાગે સિદ્ધસેનની સ્તુતિઓનું જ પોતાની ઢબ અનુકરણ કરનાર સ્વામી સમન્તભદ્રના “સ્વયમ્ભસ્તોત્રની સ્મૃતિ પણ આ સ્થળે અસ્થાને નથી, કેમ કે એ સુશ્લિષ્ટ તેત્રમાં પણ અબદ્ધશતક કરતાં માત્ર દશ જ લેક ઓછા છે, અર્થાત્ તેની શ્લેકસંખ્યા ૧૪૩ છે. હું ઉપર જણાવી ગયો છું કે પચાસથી થોડા ઓછા કે. થિડા વધારે કે હોય તે પણ તે શાર્ધ શાસ્ત્રીય રીતે કહેવાય છે. એટલે, કહેવું હોય તે, એમ કહી શકાય કે સિદ્ધસેનના ૧૬૦ અને સમંતભરના ૧૪૩ શ્લોકો એ અધ્યદ્ધશતકના ૧૫૩ કેકોની બહુ નજીક છે. આ સિવાય સિદ્ધસેનની સ્તુતિઓમાં કઈ કઈ ખાસ એવા શબ્દો અને ભાવો છે કે જે ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે કદાચ સિદ્ધસેને એ શબ્દો કે ભાવ માતૃચેટ અગર તેના અનુકર્તાઓની સામે જ પ્રકટ કર્યો હોય, જે વિશે આગળ ડુિં વિચારીશું. સિદ્ધસેન અને સમસ્તુભદ્ર કરતાં પણ આચાર્ય હેમચન્દ્ર આ સ્થળે વિશેષ મરણીય છે. જોકે આચાર્ય હેમચન્દ્ર તે ઈ-સિંગ પછી લગભગ પાંચ શતાબ્દી બાદ થયા છે, છતાં એમનું માત્ર “વીતરાગસ્તોત્ર’ પણ જ્યારે અધ્યદ્ધશતક સાથે સરખાવીએ છીએ ત્યારે ઈ-સિંગના અનુકરણવિષયક કથન વિશે જરા પણ સંદેહ રહેતું નથી. “વીતરાગસ્તોત્ર”ના કે ૧૮૭ છે. એટલે તે સંખ્યાની દૃષ્ટિએ અધ્યદ્ધશતકથી બહુ દૂર છે. અધ્યદ્ધશતકના તેર વિભાગે છે, જ્યારે વીતરાગસ્તોત્રના વીશ. પણ હેમચંદ્ર “વીતરાગસ્તોત્ર' કુમારપાલ ભૂપાલને ઉદ્દેશી લખ્યું છે. માતૃચેટને કનિષ્ક સાથે સંબંધ જોતાં એમ થઈ આવે છે કે શું માતૃચેટે પણ સમ્રાટ કનિષ્કને ઉદેશી અધ્યદ્ધશતક જેવાં સ્તોત્રો રચ્યાં ન હોય? હેમચંદ્ર કુમારપાલ પાસે શિકાર છોડાવ્યો અને વન્ય પ્રાણુઓને તેને હાથે અભયદાન દેવડાવ્યું એ અમારિઘોષણાની વાત ઈતિહાસવિદિત છે. માતૃટે સમ્રાટ કનિષ્કને લખેલા પત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20