Book Title: Students English Paiya Dictionary Author(s): Hiralal R Kapadia Publisher: Hiralal R KapadiaPage 10
________________ પૌરાણિક કથાકેશ – ૨ બક એ નામને એક ઋષિ. ચિરંજીવી હોય તેને શાં શાં સુખ હોય છે અને શાં શાં દુઃખ પડે છે એ વિષય પર એને અને ઇંદ્રને સંવાદ થયો હતો. ભાર વન- અ. ૧૯૩, ૯ પાંડવોએ અશ્વમેધ કર્યો તે વખતે એમને શ્યામકણ ફરતે ફરતો આ ઋષિના આશ્રમ પાસે ગયો હતે. અશ્વની પાછળ અર્જુનાદિ વીર રક્ષા કરવા જતા હતા એમણે માથે એક વડનું પાંદડું મૂકીને ઊભેલા આ ઋષિને દીઠા. અજુને એને વંદન કરી માથે વડનું પાંદડું કેમ મૂકયું છે એમ પૂછતાં એણે કહ્યું કે છાંયડા સારુ. અજુને પૂછયું કે આપ ઘર કેમ બાંધતા નથી ? ઋષિએ કહ્યું કે અલ્પ આયુષ્ય હેવાથી ઘરની શી જરૂર ? અજુને પૂછ્યું કે આપની ઉમ્મર કેટલી થઈ ? ઋષિએ કહ્યું કે બ્રહ્મદેવની વિસ અહેરાત્રિ મેં જોઈ છે ! | જૈમિ અશ્વમે અહ ૬૦૦ (અહેરાત્રિના માપ સારું ક૯૫ શબ્દ જુઓ.) આ ઉપરથી અજુનને બહુ આશ્ચર્ય લાગ્યું, અને એણે ઋષિની સાથે ઘણી વાતચીત કરી. પછી કૃષ્ણ ઋષિને પાલખીમાં બેસાડી હસ્તિનાપુરમાં અશ્વમેધ થતો હતો ત્યાં સદસ્ય તરીકે મોકલી દીધા. બકદાલભ્ય બક તે જ. બકનખ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક ભા અનુ. –૫૮. બકાસુર કંસના પક્ષને એક અસુર. એક વખત યમુનાના તીરે આવેલા વૃંદાવનમાં કૃષ્ણ ગોવાળિયાએની સાથે રમતા હતા, ત્યાં આ બગલાને વેષ ધારણ કરીને ગયે. એણે કૃષ્ણને ગળ્યા પણ ગળામાં દાહ ઊઠવાથી મોંમાંથી પાછા કાઢી નાખ્યા અને એમને મારવાને ધા. કૃણે એનું આ દુષ્ટ કૃત્ય જોઈને એને પકડી એની ઉપલી અને નીચલી બને ચાંચ બે હાથે પકડી એને ચીરી નાખ્યો. | ભાગ ૧૦ ૪૦ અ૦ ૧૨. બકાસુર (૨) એકચક્રા નગરીની પાસે આવેલા વૈત્રકીય–નેતરના–વનમાં રહેનારો એક રાક્ષસ. એ જટાસુરને પુત્ર હતો. એ નગરીની વસ્તીને હેરાન કરતો હતે. સબબ બધા નગરજનો એ એની સાથે ઠરાવ કર્યો હતો કે વારા પ્રમાણે દરેક ગૃહસ્થે એને રોજ વીસ ખાંડી અન્ન અને એક પાડો આપવા અને એણે પોતે નગરીને ઉપદ્રવ કરવો નહિ અને બીજા શત્રને કરવા દેવો નહિ. એમ રક્ષણ કરવાનું કબલ રાખ્યું હતું. આ પ્રમાણે એ નગરીમાં આવે કર દાખલ થયો હતો. કેટલેક કાળે એક દરિદ્રી બ્રાહ્મણને વારો આવ્યો. એના ઘરમાં આપવાને અન્ન સળે નહિ એથી ઘરનાં બધાં આક્રંદ કરવા લાગ્યાં. એવું બન્યું કે કુંતી સહવર્તમાન પાંડવો લાક્ષાગૃહમાંથી ઊગરીને એકચક્રામાં આવી આ બ્રાહ્મણને ઘેર ઊતર્યા હતા. એમણે આ આક્રંદ સાંભળીને કુંતી મારફત એનું કારણ પુછાવતાં એમને આ વાતની ખબર પડી. કુંતીએ ભીમને કહ્યું કે તું જા અને રાક્ષસને મારીને આ બ્રાહ્મણને સુખી કર. ભીમ આ બ્રાહ્મણ પાસેથી થોડું અન્ન લઈ તેને ગાડામાં નાખી પોતે પણ ગાડામાં ચઢી બેસી વૈત્રકીય વનમાં ગયો. પછી રાક્ષસ પોતાને કર લેવા આવ્યો ત્યારે એનું અને ભીમનું જબરું યુદ્ધ થયું. ભીમે એને મરણ પમાડ્યો. ભાર. આ૦ ૦ ૧૬૩–૧૬૪. • એના ભાઈનું નામ અલાયુધ હતું. એને ઘટેલ્વે માર્યો હતો. બકી પૂતના રાક્ષસીનું બીજું નામ.. બદરિકાશ્રમ હિમાલય ઉપરનું સ્થળવિશેષ. આ જગાએ નરનારાયણ ઋષિએ રહીને તપ કર્યું હતું ત્યાં આગળ મોટાં અને સ્વાદિષ્ટ બોરવાળી બોરડીએનું વન હેવાથી આ નામ પડ્યું છે. એ અલકનંદાને તીરે આવેલું છે. બદરીપાચન એક તીર્થ. અહીં શ્રાવતી નામની ઋષિકન્યાએ ઈદ્ર પિતાને પતિ થાય એમ ઈરછી તપ કર્યું હતું. (શ્રુતાવતી શબ્દ જુઓ.) બંદી વરુણને પુત્ર, ચંદ્રવ્રુગ્નિ નામના જનકનાPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 202