Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 2
________________ પ્રકાશકીય હૃદયના આશિષ શ્રીસ્મૃતિમંદિરપ્રશસ્તિકાવ્યમ્ આ ગ્રંથનું વિમોચન આશરે ૩૦૦ સાધુભગવંતો, ૮૦૦ સાધ્વીજીભગવંતો અને ૧૫,૦૦૦ ભાવિકોની ઉપસ્થિતિમાં થયું હતું. આ ગ્રંથનું પ્રકાશન શ્રી સ્મૃતિમંદિરપ્રતિષ્ઠામહોત્સવસમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે આ ગ્રંથને અનુવાદ સાથે પ્રકાશિત કરવાનો લાભ અમને મળી રહ્યો છે એનો આનંદ અમને રોમાંચિત બનાવે છે. જૈનશાસનનો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની શકે તેવું આ પ્રશસ્તિકાવ્ય, ગુજરાતી અનુવાદ પામે તેવી માંગણી મોટે પાયે આવી હતી. આજે એ માંગણીને પૂરતો સંતોષ સાંપડે તેવા રસાળ અનુવાદ સાથે આ ગ્રંથ આપના હાથોમાં આવી પહોંચ્યો છે તે આનંદજનક બીના છે. શ્રમણશ્રમણીભગવંતોમાં આ ગ્રંથનો અનુવાદ ખૂબ જ ઉપયોગી બનશે તે નિશ્ચિત છે માટે દરેક શ્રમણશ્રમણીભગવંતોને સમર્પિત કરી શકાય તેવી યોજના હતી. શ્રી મંચર જૈન સંઘે પોતાના જ સંઘનાં આંગણિયે રચાયેલી આ પ્રશસ્તિને દરેક સાધુસાધ્વીભગવંતો સુધી પહોંચાડવાનો મંગળલાભ લીધો છે તે અનુમોદનીય છે. આપના હાથમાં જે પુસ્તક છે તેનું મુદ્રણ જ્ઞાનખાતામાંથી થયું છે. આપ ગૃહસ્થ હો તો પ્રભુશાસનની મર્યાદા મુજબ, જ્ઞાનદ્રવ્યનો સત્કાર જળવાય એ રીતે તેનો ઉપયોગ કરશો - તેવી અમારી પ્રાર્થના છે. પૂજયપાદ, તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અને તેમના સ્મૃતિમંદિરની આ ઐતિહાસિક પ્રશસ્તિની રચના મુનિશ્રી પ્રશમરતિવિજયજીએ કરી છે. આ રચના આજે પ્રકાશિત થઈ રહી છે તે જોઈને મારા મનમાં અતિશય આનંદ થઈ રહ્યો છે. વિદ્વદ્વર્ય મુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ની નિશ્રામાં રહીને તેમણે આ કૃતિ થોડા જ સમયમાં રચી છે. આ મહાત્મા શીઘ્રકવિ છે. સ્વાધ્યાયનું તેમને વ્યસન છે. પ્રવચનાદિ દ્વારા પરોપકાર કરવા સાથે તેઓ ગદ્ય-પદ્ય સાહિત્ય રચવામાં સક્રિય છે તે સોનામાં સુગંધ ભળી હોય તેવી હકીકત છે. સ્મૃતિમંદિરનાં નિર્માણમાં, પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી જે કાંઈ માર્ગદર્શન આપવાનું બન્યું છે તેમાં શ્રીરામચંદ્રપ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિનો અનુભવ સતત થતો રહ્યો છે. આ અનુભૂતિએ મને અધ્યાત્મની ઊંચી સંવેદના આપી છે. મુનિશ્રી પ્રશમરતિવિજયજીએ આ સંવેદનાને શબ્દબદ્ધ કરવા દ્વારા જાણે કે મારાં જ મનોવિશ્વને અહીં સાકાર કર્યું છે. મોક્ષમાર્ગનો પ્રચાર કરવો એ સાધુઓનો પ્રધાન ધર્મ છે. મુનિશ્રીનું સર્જનકર્મ આ ધર્મ સાથે સતત અનુસંધાન જાળવશે તેવા મારા હૃદયના આશિષ છે. માગસર વદ ૧ વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રીમદ્ વિજય વિ. સં. ૨૦૫૮ ગુણયશસૂરીશ્વરજી મ.નો ચરણચંચરિક અંકલેશ્વર આચાર્ય વિજય કીર્તિયશસૂરિ - પ્રવચન પ્રકાશન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 33