Book Title: Siddha Hem Llaghu Vrutti Avchuri Parishkar
Author(s): Jitendravijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 8
________________ તેને માટે તદ્દન નિરુપાય અને લાચાર છીએ. તે કારણથી ઉતાવળા થતા તેઓશ્રીઓને અમારે વારંવાર વિનવવું પડે છે, કે “થોડા થોભે, ધીરજ રાખે ” બીજી મુશ્કેલીઓ સાથે આજની અસહ્ય મોંઘવારી પણ તેને માટે એક મહાનું કારણ છે. અમારા શકય ઉપાયથી તે માટે બનતી ઝડપ કરીશું. સંસ્થાને કચવાતા મને ન છૂટકે જાહેર કરવું પડયું છે, કે રૂા. ૧ળા થી ગ્રાહક તરીકે નામ નોંધવાનું હવેથી બંધ કર્યું છે અને હવેથી અઢી અધ્યાયના રૂા. ૧૫) રાખવામાં આવ્યા છે. જો કે જેમણે અગાઉથી ગ્રાહક તરીકે રૂા. ૧ળા) ભર્યા છે, તેમને તે સાતે અધ્યાયના છૂટા પાદો છપાશે ત્યારે મોકલવામાં આવશે જ, તેની અમારા ગ્રાહકે એ બેંધ લેવી. આ ગ્રંથના જુદા જુદા પાદે ક્રમસર ૫ાય કે તરત તે પાદ જ્ઞાનલિપ્સ વર્ગને તુરત મળે તે હેતુથી છૂટા છૂટા પાકની પણ ડી નકલે બહાર પાડવામાં આવે છે. તદુપરાંત (ચાર પાદની ભેગી) એક એક અધ્યાયની પણ ચોપડીઓ બહાર પાડીને સંસ્થાએ બનતી સર્વે સગવડો અભ્યાસીઓ માટે કરી આપી છે. આ ગ્રંથ અતીવ ઉપયોગી બને છે અને બનશે, તથા ભવિષ્યની પ્રજા માટે પણ એક મહામૂલા વારસારૂપ બનશે જ તેવી ખાત્રી અનેક વિદ્વાને તરફથી મળી છે. અનેક પ્રશંસાપૂર્ણ અભિપ્રાયે પણ ઘણા અનુભવીઓના મળ્યા છે. અભ્યાસી વર્ગ તે નવા પાદ માટે એટલે બધા આતુરતાપૂર્વક રાહ જોતે બને છે, કે જેની સીમા નથી. આટલો ઉપકાર આ સંસ્કરણથી થાય છે, એ જાણુને અમારા હર્ષને પાર રહેતો નથી. આ ગ્રંથને આ સુંદર લાભ ઉઠાવાય છે એ સાંભળી, જાણી અને જઈને અમારું હૈયું નાચે છે. શાસનદેવ પ્રત્યે પ્રાથએ છીએ કે–અમને આર્થિક અનુકૂળતા જલદીથી મળી રહે અને આ મહાન ગ્રંથનું પ્રકાશનકાર્ય શીધ્ર પૂર્ણ થાય એ જ મનેકામના. પ્રકાશક–

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 470