________________
પ્રરૂપે છે. તે સમજાયું. ટૂંકમાં “શ્રુત’ એ સાગર છે, દીપક છે, અમૃતમય ભોજન છે, દુઃખીને સુખ આપનાર વૈદ્ય-ડૉકટર છે. યાવત્ ઉધમી પુરુષને કેવળજ્ઞાન ને મોક્ષ પણ આપે છે.
કહેવાનું તાત્પર્ય એજ કે સંયમી જીવનના ૧૦/૧૨ વર્ષ પછી જે સમ્પાદન વૃત્તિ જાગી તેથી સં. ૨૦૦૧માં પોતાના દાદા-પિતાના નામને સંકલિત કરી નવજીવન ગ્રંથમાળાના ઉપક્રમે ક્રમશઃ દશ પાદ પ્રકાશિત કરી વિદ્યાપિપાસુ ચરણોમાં અર્પણ કરી ધન્યતાનો અનુભવ શરૂ કર્યો.
એક બાજુ સંસ્કૃત-જ્યોતિષ સાહિત્ય સેવાનો વિચાર વેગવંત બન્યો તો બીજી તરફ પાઠશાળાઓના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે પાઠ્યપુસ્તક, અર્થ સહિતનું જ્ઞાન અને પરીક્ષા-ઈનામ માટે શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામે સં. ૨૦૦૪માં સંસ્થાની સ્થાપના કરી. પાઠશાળાઓને પ્રાણવાન બનાવવા પ્રાથમિકજ્ઞાનના ફેલાવા માટે શ્રી ગણેશ કર્યા. સં. ૨૦૩૧માં બેંગલોર સંઘે સાહિત્યભૂષણ’ પદવીથી વિભૂષિત ક્ય. જીવનમાં સાત ભાષાના ૭૦/૭૨ પુસ્તકોનું લેખન, સંપાદન, પ્રકાશન પૂજ્યશ્રીના હાથે થયું.
કહેવાનું તાત્પર્ય એજ કે-શિક્ષણ ક્ષેત્રે પગલા માંડવાથી સંસ્કૃત ગ્રંથના પ્રકાશનનો એક તરફ અલ્પવિરામ સંયોગો અનુસાર થયો
જ્યારે વિવિધ ભાષી પાઠ્યપુસ્તકોને પ્રકાશિત કરવાનું કામ વિકસવા લાગ્યું. છેક આ કમ સં. ૨૦૩૬ સુધી પ્રગતિ કરતો રહ્યો.
અંતે સં. ૨૦૩૬ના જેઠ સુદ ૭ના આ જ્ઞાનદીપ પ્રગટાવનાર સંયમવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ આત્મા સદાને માટે વિલીન થઈ ગયો.
કુદરતનું કાંઈક નવું જ કરવા-કહેવા માગતી હશે એ દ્રષ્ટિએ લગભગ ૩૫ વર્ષ સુધી એ મહાગ્રંથના હસ્તલીખીત પાના અદ્રશ્ય રહ્યા. અચાનક એ અનમોલ વારસો પૂ. ગુરુદેવશ્રીના લઘુબંધુ પ્રવિણચંદ્ર જીવનચંદ્ર ઝવેરીના દ્વારા પૂ. મુનિરાજશ્રીના વિનયી શિષ્ય પ્રવર્તક પૂજ્ય મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મ.સા.ને પ્રાપ્ત થયો.