________________
બહુ જીર્ણ અવસ્થામાં થઈ ગયા હોવાથી તેના પુનરુદ્ધારની અથવા પુનમુદ્રણની આવશ્યકતા આજે સૌને જણાય છે, પરંતુ એ મહાન કાર્ય મારા જેવા અદના અલ્પશક્તિવાળા પામરનું ન હોવાથી ધુરાધર શક્તિશાળી આચાર્ય ભગવંતને માત્ર નમ્રપણે સૂચન જ અને કરું છું. જો કે આ લઘુવૃત્તિ જેવા ગ્રંથનું કાર્ય પણ મારી શક્તિ બહારનું તે છે જ, તે સૌ જાણે છે.
મારે કબૂલ કરવું જોઈશે, કે આવા ગહન વિષયવાળા જોખમદારી. ભર્યા મહાન ગ્રંથનું સંશોધન કાર્ય શક્તિ વિનાના એક મામુલી સાધુને માટે સુયોગ્ય નથી, પરંતુ શ્રી સંધ સમક્ષ નીચેની સત્ય હકીક્ત જ્યારે જણાશે ત્યારે મારા આ પ્રયાસમાં રહેલી અનેકાનેક ક્ષતિઓને ક્ષમ્ય ગણું ઉપેક્ષા કરશે એમ મારું ચોક્કસ માનવું છે. આ લઘુવૃત્તિનું પ્રકાશન કાર્ય અગાઉ ભાવનગર ને અમ-વાદથી થએલ છે. ભાવનગરના પ્રકાશનનું કદ મોટું હતું. તેમાં ટાઇપ પણ મોટા ને દૂરથી વંચાય તેવા હતા. ત્યાર બાદ અમદાવાદથી ૧૯૯૧ માં થોડા ટિપ્પનપૂર્વક તે જ પુસ્તક થોડા નાના ટાઈપમાં પ્રગટ થયું. તેની જ બીજી આવૃત્તિ રૂ ૧૬)ની કિંમતથી હમણાં ફરી પ્રગટ થઈ છે.
આ અવચૂરિથી જે બોધ થઈ શકશે, તેનાં કરતાં કેવળ સત્ર અને ટીકાથી બેઆની પણ બોધ અભ્યાસીને થનાર નથી એમ મારે નમ્ર મત છે. તેના પરથી ભણેલ હોય તેની પરીક્ષા લેવાય તે ખબર પડે કે આટલા વર્ષોની મહેનત પછી પણ આ અપૂરો જ બોધ કેમ થયો? બેઉ પ્રકાશનેના આલંબનથી ઘણુઓએ તેનો અભ્યાસ કર્યો. અમદાવાદના પુસ્તક પરથી તે આ સેવકે પણ અભ્યાસ કર્યો છે. પરંતુ તે અભ્યાસ કરતી વેળા મને એ જણાયું, કે આ સૂત્રો અને આ ટીકાથી જોઈએ તેવા સરળ સ્વરૂપમાં મને સંગીન બોધ ન થયો. એમ ને એમ અભ્યાસ પૂરે તે કર્યો, છતાં ધાતુઓ, સમાસ, પરિભાષાઓ, પૂર્વાપરસબંધે અને ન્યાય જોઈએ તેવા સ્પષ્ટ રીતિએ સમજાયા નહીં, એ હંમેશાંની એક ખટકતી બીન હતી. મને એમ વિચાર આવે કે બીજા બધા આ વ્યાકરણ કેવી રીતે ભણતા કે સમજી શકતા હશે ? એટલે કોઈ સારી ઢબના પ્રકાશનની જરૂર તે હતી જ. તપાસ કરતાં જણાયું, કે આ લઘુવૃત્તિ સમજવી કઠીન પડે છે, એમ સાંભળીને તેના બદલે કૌમુદી, લધુકૌમુદી, સિદ્ધાંતચંદ્રિકા, સારસ્વત આદિ જેનેતર વ્યાકરણ ભણવા ઘણું જિજ્ઞાસુઓ વધારે પ્રેરાય છે.