________________
પોઝેટીવ નીકાળી પ્રિન્ટ કરવાનું થયું. તેમાં ઉડાણ ભરેલી ગહન વાતોને સમજવા બૃહન્યાસ, પાણિનીય વ્યાકરણ આદિ અનેક ગ્રંથોની સહાય લેવી પડી. અને યથાતથ્ય ગ્રંથ અભ્યાસ માટે રજુ થાય તે માટે મહેનત કરી છે. છતાં છવસ્થતાનાં કારણે હજી અનેક ત્રુટિઓ રહેવી સંભવ છે. તેને વાચક વર્ગ સુધારીને વાંચે. અને પૂજ્ય હેમચંદ્રાચાર્યનાં સત્ય આશય સુધી પહોંચવા કોશીશ કરે.
હું માનું છું કે લઘુવૃત્તિ ઉપર આઠે અધ્યાયની આટલી વિસ્તૃત અવચૂરિ પહેલીવાર પ્રકાશિત થઈ રહી છે. એ ઘણાં આનંદનો વિષય છે. વ્યાકરણ અભ્યાસુ આનો અભ્યાસ કરી સત્યઆશય દ્વારા શુદ્ધજ્ઞાન પછી સમ્યગ્રજ્ઞાન મેળવી શાશ્વત જ્ઞાનને મેળવે. મને પણ વીસ વર્ષ પછી સિદ્ધહેમ શબ્દાનુશાસનને પુનઃ સ્મૃતિપથમાં લાવવાનો લાહવો આ સંપાદન-સંશોધનનાં નિમિત્તે મળ્યો. તે બદલ પ્રવર્તક મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.સા.નો ખુબજ આભાર માનું છું. અભ્યાસુને ખાસ ભલામણ છે કે આ અવચૂરિ અનેક સ્થાને ત્રુટિત છે. અને સંપૂર્ણ લઘુવૃત્તિની કરવામાં નથી આવી માટે લઘુવૃત્તિને ધ્યાનમાં લઈ ગહન વિષયને સમજવા આનો વિશેષ ઉપયોગ કરવાનો છે. આ અવચૂરિમાં આવી અનેક વાતો છે. જેનો બૃહન્યાસકારે કે લઘુન્યાસકારે પણ સ્પર્શ નથી કર્યો. ચાલો પૂજ્ય મુનિરાજશ્રીનાં જ્ઞાનયજ્ઞનાં યત્નને સફળ બનાવીએ.
(૧) ૧ થી ૧૦ પાદ (૨) ૧૧ થી ૨૦ પાદ (૩) ૨૧ થી ૨૮ પાદ અને પછી પ્રાકૃતનાં વ્યાકરણનો ચોથો ભાગ એમ ચાર ભાગમાં આ કાર્ય પૂર્ણતાને પામશે. - હાલના તબક્કે પહેલો ભાગ પુનઃ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. અને બીજા, ત્રીજા, ચોથા ભાગનું કાર્ય પ્રેસમાં છે. શક્ય એટલો જલદી પ્રકાશન કરવાનો યત્ન કરીશું.
મુનિ રત્નજ્યોતવિજય