________________
પ્રત્યેક સૂત્રના પ્રયોગોને સમજાવતા બે દ્વયાશ્રય કાવ્ય રચ્યા છે. તેમાંથી બે-બે અર્થે નીકળે છે. એક અર્થમાં સિદ્ધરાજ અને કુમારપાલનાં ચરિત્ર અને બીજા અર્થમાં સિદ્ધહેમલgવૃત્તિના પ્રત્યેક સૂત્રની પ્રયોગપૂર્વક સિદ્ધિ સુગમતાથી મળી રહે છે. એટલે આ લધુવૃત્તિ ભણનાર અને ભણવનાર, આ અવચૂરિને ભણતી ભણાવતી વખતે, જે આ દ્વયાશ્રય કાવ્યો સામે રાખી તે તે સૂત્રના પ્રયોગને પણ જે સાથે જ શિખે કે શિખવાડે, તે મારું એમ માનવું છે, કે બહુ જ સંગીન બોધ થશે. તે જ કારણથી દયાશ્રય કાવ્યને વ્યાકરણ સાથે જ ભણવા ભણાવવાની મારી નમ્ર સલાહ છે. જો ભણનાર બુદ્ધિશાળી હોય, અને આ અવસૂરિ જ્યારે ભણે તે વખતે સાથે દયાશ્રય કાવ્ય પણ શિખે ને એક સ્થાનમાં જ રહેવાનું હોય તે ભણનારને ત્રણ વર્ષમાં ઉંડાણ અવગાહન કરવાની શક્તિવાળો બોધ થાય જ. આ ભણ્યા પછી ગ્રંથકારનું જ રચેલું શ્રી ત્રિષણીશલાકાપુરુષ ચરિત્ર વાંચવામાં આવે, તો તે જ વ્યાકરણના ઘણા પ્રયોગોને જ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી બંધ પરિપકવ બને છે. તેઓશ્રીની એ મહાકૃતિમાં અલંકારોનો તે પાર જ નથી. એમની કલ્પનાઓ વિદ્વાનોને વિચાર ગગનમાં ઉડાડી અનહદ આનંદ આપે છે. આવા મહાવિદ્વાન વિઘામૂર્તિની કિંમત વિદ્વાને જ આંકી શકે છે. અનેક આચાર્યોથી સાધ્ય થનારું મહાન કાર્ય તેઓશ્રીએ એકલાએ કેવું કરી બતાવ્યું છે, તે જોઈએ ત્યારે તેઓશ્રીની સીમાલંધી પ્રતિભા, પવિત્ર ચારિત્રસમૃદ્ધિ, પ્રભાવનાશક્તિ અને ભલભલાને થંભાવી દે તેવી વિશાળ સેવાભાવના વિગેરેને ખ્યાલ આવી શકે છે.
આ વ્યાકરણના તેઓશ્રીએ સંસ્કૃતના સાત અધ્યાય બનાવ્યા છે. દરેક અધ્યાયના ચાર-ચાર પાદ બનાવી ૨૮ પાદે માં જુદા જુદા સંજ્ઞા, સંધિ, સમાસ વગેરે વિભાગ અને પ્રકરણો સંકલિત કર્યા છે. છેલ્લા આઠમાં અધ્યાયના ચાર પાદમાં સમગ્ર પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે. તેમાં અનેક અપભ્રંશ ભાષાઓના અને દેશ્યભાષાઓના પ્રયોગોને પણ સમાવેશ થઈ જાય છે. કુલ આઠે અધ્યાયના ૪૬૮૫ સૂત્રો છે, અને ઉણાદિના ૧૦૦૬ સૂત્રે ઉમેરતાં સમગ્ર મળીને ૫૬૯૧ થાય છે. એટલે સંસ્કૃત ૭ અધ્યાયના ૩૫૬૬ અને પ્રાકૃત અષ્ટમાધ્યાયના ૧૧૧૯ સુત્રોથી આ મહાવ્યાકરણ બનેલું છે. ઇતિહાસના સંશોધનકારે માને છે, કે આ મહાન ગ્રંથની રચના કરતાં ૧૧૯૩ થી ૧૧૯૭ સુધી તેઓશ્રીને લગભગ પાંચ વર્ષ લાગ્યા હતા.