________________
કોઈનું એમ માનવું છે, કે ૧૧૯૩ માં શરૂ કરી ૧૧૯૫માં એ કાર્ય ત્રણ વર્ષે સમાપ્ત કર્યું. આ વ્યાકરણની સવા લાખ શ્લેક પ્રમાણની મોટી પણ ટીકા તે અત્યારે ઉપલબ્ધ પણ થતી નથી.
અન્ય વ્યાકરણોની રચનાઓ સાથે તુલના કરતાં પણ જણાય છે, કે આ સૂરિપુંગવની કૃતિ બહુ જ ચડીઆતી છે. એક સૂત્ર રચવું એટલે નાનું. સૂનું કામ નથી. એક સૂત્રની રચના કર્યા બાદ જો તેમાં સુધારો કરવાથી અડધી માત્રા ઓછી થતી હોય, તે આવા સૂત્રકારોને એક મહોત્સવ સમાન આનંદ થાય છે. એટલે જે ભાવ લાવવો હોય તેના ઓછામાં ઓછા ને ટૂંકામાં ટૂંકો શબ્દપ્રયાગને સૂત્ર કહેવાય છે. પૂ. આચાર્ય ભગવંતની આ વ્યાકરણની સુવરચના, ટૂંકા શબ્દોમાં વિશાળ ભાવને સંગ્રહ કરવાવાળી હવાથી બહુ જ પ્રશંસા પામેલ છે. તેમની બીજી રચનાઓમાં પશુ કોઈ નકામો શબ્દ જ આવતો નથી, એ તેઓની કૃતિઓની વિશેષતા છે.
પૂ. આચાર્ય ભગવાનના વિ. સં. ૧૨૨૯ માં સ્વર્ગગમન બાદ તેઓશ્રીને વારસો અત્યારસુધી ઘણો જળવાઈ રહ્યો છે. આજે લગભગ તેમની પછી આઠસો વર્ષ થયા છતાં, એ સૂરિપુંગવને યશવાદ, કીર્તિ. નાદ, અને તેઓશ્રીની ગૌરવગાથા અત્યારે પણ જીવંત છે. એ યશોદેહ ખરેખર અમર થએલ છે.
ધન્ય છે ! વંદન છે ! એવા જ્યોતિર્ધર પ્રભાવક મહાપુરુષોને !
પ્રાંતે આ પ્રકાશનના સંસ્કરણ કાર્યમાં જે કાંઈ મતિમાંઘના કારણે અથવા મુદ્રણદોષથી ખલના થઈ ગઈ હોય, કે કોઈ ક્ષતિ રહી ગઈ હોય, અથવા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ તેમાં કાંઈ જાણતા અજાણતાં આવી ગયું હોય, અથવા તે ક મહર્ષિના આશયથી વિરુદ્ધ આ અવચૂરિની રચનામાં કોઇ પણ જાણતાં અજાણતાં છપાવાયું હોય, તો તે બદલ ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ વિનમ્રરૂપે ક્ષમા યાચના માંગી વિરમું છું.
તા. ૧-૫-૧૯૫૨. શ્રી જેન વેતાંબર મંદિર શ્રી સંધને ચરણરજ સેવક. ઈતવારી
મુનિ જિતેન્દ્રવિજય. નાગપુર (મધ્યપ્રદેશ) )