________________
આવો દીર્ધકાળ પરીશ્રમ દ્વારા તૈયાર કરાયેલા ગ્રંથને જન્મ શતાબ્દિ અવસરે પૂ. મુનિરાજશ્રીની સ્મૃતિરૂપે પ્રકાશિત કરવાનું સ્વપ્ન સેવ્યું.
ગ્રંથના વાંચન-મનન-શુદ્ધિકરણ-પ્રકાશન કરવા માટે (૧) પ.પૂ.આ. શ્રીમદ્ વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ. (૨) પૂ. સાધ્વીશ્રી મયુરકળાશ્રીજી મ.ને વિનંતિ કરી હતી. ફરી પૂજ્યશ્રીની ‘જન્મશતાબ્દિ નિમિત્તે ભાવનાએ વેગ આપી ગ્રંથ સંશોધન સમ્પાદનના રસિયા પૂ. મુનિરાજ શ્રી વિશ્રુત વિજયજી મ. આ કાર્ય માટે મહેનત પંડિતવર્યને સાથે બેસી કરી તે ભૂલી ન શકાય તેવી છે. ત્યાર પછી આ ગ્રંથ માટે પ.પૂ.આ. શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજીને વિનંતિ કરતાં ઝડપી પ્રકાશન માટેની કાંઈક આશા બંધાઈ. અને તેના ફળ રૂપે સાહિત્યક્ષેત્રમાં ગમે તેવા કિલષ્ટ ગ્રંથોને વાંચવા-મનન-ચિંતન કરવા ટેવાયેલા પીઢ સેવાભાવી પૂ. મુનિરાજ શ્રી રત્નજ્યોતવિજયજી મ. આ કાર્ય એકક્ષણનો પણ વિલંબ ક્ય વગર કરી આપવા સંમતિ આપી એ ક્ષણ અમારા માટે ધન્ય છે.
છેલ્લા ૮ મહિનાથી અનેક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ શોધી પૂ. મુનિશ્રીએ આ ગ્રંથને જે રીતે પોતાનું કાર્ય સમજી વાંચી-મુફ તપાસીપ્રકાશિત કરવાની વિધિ સુધી પહોંચાડ્યું એ માટે સંસ્થા-સમિતિ તેઓની ઋણી છે. બીજો ભાગ પણ સવેળાએ ઝડપથી પ્રકાશિત કરવાના અમારા મનોરથ છે.
આ ગ્રંથના પ્રકાશનમાં જે નામી-અનામી સંઘ વ્યક્તિઓએ સાથ સહકાર આપ્યો છે, તે સર્વેના અમે આભારી છીએ. ભવિષ્યમાં આજ રીતે એ શ્રુતોપાસક શ્રુતજ્ઞાનની ભક્તિ કરશે તેવી આશા છે.
આ ગ્રંથ અભ્યાસી સુજ્ઞ જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂર્ણ કરવા જરૂર ઉપયોગી ઠરશે તેવી અમર આશા સાથે પૂજ્ય વંદનીય ગુરુવર્યશ્રીને શુભ ભાવે અર્પણ કરીએ છીએ.
નવજીવન ગ્રંથમાળા (ગા.) ટ્રસ્ટ જન્મશતાબ્દિ આયોજક સમિતિ