________________
ઈતિહાસ પ્રકાશનનો.....
ઈતિહાસે નોંધ લીધી કે-આજનો પવિત્ર દિવસ એક મૃતોપાસક મુનિશ્રીની જન્મ શતાબ્દિનો દિવસ છે.
મુનિશ્રીએ જીવનમાં પ્રથમ વીસી પૂર્ણ કર્યા પછી સંસારના ચાર ફેરા તો . પણ તેમાંથી સંસારવૃદ્ધિના બદલે આત્મદર્શનની પ્રેરણા મળી. પાંચ-છ વર્ષ પછી એ પ્રેરણાના કારણે નાણ સમક્ષ ચાર ફેરા ફર્યા તો તેમાં આત્મશુદ્ધિનો, સંયમી જીવનનો દ્રઢ પંથ મળ્યો. મહિમાવંત (પૂ.મુ. શ્રી મહિમાવિજયજી) ગુરુનું શરણું લીધુ તો સદ્ગુણનો વિકાસ કરવા પ્રવિણ થવા (પૂ.મુ. શ્રી પ્રવિણવિજયજીના) આશિષ મળ્યા. પવિત્રતાના પંથે પ્રયાણ કર્યું તો આત્મલબ્ધિની (પૂ.આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.) પ્રાપ્તિ થઈ.
વિદ્યાર્થી અવસ્થાની જેમ અધ્યયન કાલિન કાળ જ્યાં દશ વર્ષનો લગભગ પૂર્ણ થવા આવ્યો ત્યાંજ જુનું તે સોનું એ ન્યાયે જૂના જ્ઞાન ભંડારોની જૂના હસ્તલીખીત ગ્રંથોની પડીકહેણ કરવાની ભાવના જાગી. પરિણામે વા કરોડ શ્લોકના રચયિતા વિવિધ વિષયો ઉપર લખનારા પ.પૂ.આ. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મ. રચિત “સિદ્ધહેમ લઘુવૃત્તિ ઉપર મનન-ચિંતન કરતાં વ્યાકરણના ગ્રંથને ભાવિની પેઢીને સરળતાથી સમજાય તે માટે દ્રષ્ટિ જાગી. આત્મપ્રેરણા દ્વારા એ જ્ઞાનપરબને ‘અવચૂરિ'ના સહારે વધુ લોકોપયોગી કરવા ટૂંકા શબ્દ સંકલનનું મૂલ્યાંકન કરવા પ્રાજ્ઞપુરુષો-પંડિતોનો સાથ-સહકાર લીધો.
આ ગ્રંથ વ્યાકરણનો હોવાથી “અ” આદિ સ્વરના ૧૬ અક્ષરોને તથા ‘ક’ આદિ વર્ણના ૩૬ વર્ણાક્ષરો (વ્યંજન)નો પરસ્પર સંબંધ કરતા પ૭૬ અક્ષરોનું નિર્માણ થયું. એ અક્ષરો જ્યારે શબ્દ બને ત્યારે તેનું ઘોષ-અઘોષ, સંધી-લોપ, ૩ લિંગ, ૩ વચન, ૩ કાળ, ૨૧ વિભકિત આદિ સહિત વિશાળ સ્વરૂપ બને છે. આ કારણે જીવન જ્ઞાનોપાસનામાં પ્રસન્ન બનતું જાય છે. અક્ષરોથી બનેલા શબ્દ જ્યારે દ્ધિ અર્થી બને છે તો કેવળજ્ઞાનીએ તેનામાં રહેલા અનંત અર્થને