Book Title: Shrutsagar Ank 2013 05 028
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાપરડાજી તીર્થ કનુભાઈ શાહ ભારતવર્ષમાં ખાસ કરીને ગુજરાત અને રાસ્થાનમાં જૈન તીર્થો વિશેષરૂપથી જોવા મળે છે. આજે જે પ્રદેશ રાજસ્થાન તરીકે ઓળખાય છે તે પૂર્વમાં મારવાડ તરીકે ઓળખાતો હતો, અને આ પ્રદેશમાં નિવાસ કરનારા લોકો મારવાડીઓ તરીકે ઓળખાતા. મારવાડમાં જોધપુર, બિકાનેર, જેસલમેર, નાગોર, સિરોહી, મેડતા, કિશનગઢ, જયપુર, અજમેર તથા અન્ય શહેરોમાં વસનારા તમામ મારવાડી કહેવાતા. મારવાડી એ વ્યાપારી કોમ છે. મારવાડી પ્રજા ધર્મકાર્યમાં લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી. અતિ પ્રાચીન કાપરડાજી તીર્થ તથા દેશના અન્ય પ્રદેશોમાં બંધાયેલ ભવ્ય મંદિર, ધર્મશાળાઓ તથા સાર્વજનિક કાર્યોમાં એમને સારી એવી સંપત્તિનો સદુપયોગ કર્યો છે. કાપરડાજી તીર્થ જોધપુરથી પ૦ કિ. મી. ના અંતરે આવેલું છે. આ તીર્થ જોધપુર-જયપુર માર્ગ પર આવેલ છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. અહીયાં એક સુંદર જૈન મંદિર તીર્થરૂપ છે. આ ગામમાં અત્યારે તો મામૂલી વસ્તી છે. પરંતુ આ મંદિરના અદ્ભુત શિલ્પ પરથી જોનારને ખ્યાલ આવે કે આ સ્થાન એક વખત સારી એવી જાહોજલાલીવાળું નગર હશે, આ ગામમાં થોડા સૈકાઓ પહેલાં કાપડનું બજાર ભરાતું હતું. કાપડનું બજાર ભરાવાના કારણે આ ગામ 'કાપડહાટકે કર્પટવાણિજ્યના નામે ઓળખાવા લાગ્યું. આ શબ્દનું અપભ્રંશ થતાં કર્પટહાટ, કર્પટોટક, કાપડ, કાપરડા તરીકે પ્રચલિત થયું. ચૌદમા સૈકામાં આ ગામ હતું એમ જાણવા મળે છે. ગામમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુજીનું ચાર માળનું વિશાળ ગગનચુમ્બી ભવ્ય મંદિર છે. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુની નીલપિતા વર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. આ મંદિર વિ. સં. ૧૯૭૪માં જેતારણવાસી ઓસવાલ ભાણાજી ભંડારીએ બનાવડાવ્યું હતું. શ્રી ભંડારીજીએ અહીં મંદિર કેવી રીતે બનાવડાવ્યું તેની એક ચમત્કારિક કથા સંકળાયેલી છે : શ્રી ભાણાજી ભંડારીની જોધપુરના મહારાજા શ્રી ગજરાજસિંહે રાજ્ય તરફથી જેતારણના સરકારી અધિકારી તરીકે નિમણૂંક કરી હતી. ભાણાજી ભંડારીએ સુંદર કામગીરી બજાવવા માંડી. આથી કોઈ ઈર્ષાળુ રાજ કર્મચારી રાજા ગજરાજસિંહને ખોટી માહિતી આપી કાન ભંભેરણી કરી. આ કારણે રાજાએ વિચાર કર્યા વિના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36