________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
मई - २०१३ ભાણાજી ભંડારીને તત્કાલ જોધપુર આવી જવા ફરમાન જારી કર્યું. મહારાજાની આજ્ઞાનું પાલન કરવા ભંડારી તુરત જ જોધપુર જવા નીકળી પડ્યા. રસ્તામાં ભોજનનો સમય થતાં કાપરડા ગામમાં રોકાયા. ભોજન તૈયાર થતાં ભંડારીને જમવાનું આમંત્રણ આપ્યું. પરંતુ ભાણાજી ભંડારીએ જમવાની ના પાડી. જમવાનું ના પાડવાનું કારણ પૂછતાં ભંડારીએ જણાવ્યું કે જ્યાં સુધી હું જિનપૂજા ન કરું ત્યાં સુધી ભોજન ગ્રહણ ન કરવાની મારી ટેક છે.
આવી દઢ પ્રતિજ્ઞા જાણીને સાથેના માણસોએ ગામમાં જિનમૂર્તિ માટે તપાસ આદરી. ગામમાં જૈન પતિજી પાસેથી જિન પ્રતિમા મળી આવી. ભંડારીએ જિનપૂજાની ટેક પાળી ભોજન ગ્રહણ કર્યું. આ સમયે યતિજીએ ભંડારીજીને મહારાજાને મળવા જવાનું કારણ પૂછુયું. ભંડારીજીએ યતિજીને બધી વાત કરી. પતિજીએ જણાવ્યું કે તમે ગભરાશો નહિ, નિર્દોષ છૂટશો. ભંડારીજી જોધપુર પહોંચ્યા. રાજાએ ભાણાજી ભંડારીનું બહુમાન કર્યું. ભંડારીજી નિર્દોષ થઇને આવ્યા પછી યતિજીએ કહ્યું, “ભંડારીજી અહીં એક મંદિર બંધાવો.” ભંડારીજીએ કહ્યું “મંદિર ખુશીથી બનાવું. પરંતુ મારી પાસે એટલી સંપત્તિ નથી.' યતિજીએ પૂછયું, “કેટલો ખર્ચ કરશો? ભંડારીએ રૂપિયા પાંચસો ખર્ચ કરવાનું જણાવ્યું.” યતિજીએ આ રૂપિયા એક વાસણમાં ભરીને ઢાંકી દીધા. ત્યારબાદ જણાવ્યું કે આમાંથી ખર્ચ કરજો પણ અંદર જોશો નહિ કે કેટલા રૂપિયા બાકી રહ્યા છે. વિ. સં. ૧૬૭૫માં મંદિર બંધાવવાનું શરૂ થયું અને વિ. સં. ૧૬૭૮માં મંદિરનું કાર્ય પૂર્ણ થયું. પરંતુ ભંડારીએ કહલવૃત્તિ અનુસાર વાસણ ઊંધું કરી રૂપિયા ગણી જોયા. ત્યારબાદ પૈસા ન નીકળ્યા. જે રૂપિયા પાંચસો હતા તે ખર્ચાઈ ગયા. શેઠને પાછળથી ખૂબ પશ્ચાત્તાપ થયો, પરંતુ તેનો કોઇ ઉપાય હવે હતો નહિ.
આ જિનાલયમાં બિરાજમાન કરવા પ્રતિમાજીની શોધ ચાલતી હતી. એ સમયે આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબને સ્વપ્નમાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસની ભૂમિ નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હોવાનો સંકેત મળ્યો અને સંવત ૧૬૭૪ના પોષ વદિ ૧૦ના દિવસે આ મૂર્તિ પ્રગટ કરાવી.
આવી રીતે સ્વપ્ન સંકેતથી પ્રભુ પ્રગટ થયેલા હોવાથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ' તરીકે ઓળખાયા. કાપરડા ગામના નામ પરથી પણ આ પાર્શ્વનાથ “શ્રી કાપરડા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે.
જ્યારે મંદિર બંધાવવાની ચર્ચા સોમપુરા સાથે ચાલતી હતી ત્યારે ભંડારીજીએ જણાવ્યું કે આ મંદિર ભવ્ય અને વિશાળ બનવું જોઇએ. સોમપુરાએ જણાવ્યું કે રાણકપુરનું મંદિર ત્રણ માળનું છે જ્યારે આ મંદિર ચાર માળનું બનાવીએ, પરંતુ .
For Private and Personal Use Only