Book Title: Shrutsagar Ank 2013 05 028
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ એપ્રિલ-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી એપ્રિલમાં થયેલાં મુખ્ય મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે. ૧. મુંબઈ લોઢાધામ ખાતે પ. પૂ. રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રી પાસાગરસૂરીશ્વરજી મ.સા. ની પાવનકારી નિશ્રામાં શ્રી સીમંધરસ્વામી ભગવાનના મહા-મગંલકારી પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન કલાસ શ્રુતસાગર ગ્રંથસૂચી ભાગ ૧૪ તથા ૧૫, શાંતસુધારસ ગુજરાતી ભાગ ૧ થી ૩ અને રાસ પદ્માકર ગ્રંથ - રનો વિમોચન કાર્યક્રમ યોજાયો. ૨. હસ્તપ્રત કેટલોગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલોગ નં. ૧૬ માટે કુલ ૧૯૩ પ્રતો સાથે કુલ પપ કૃતિલિંક થઇ અને આ માસાંત સુધીમાં કેટલોગ નં. ૧૬ માટે ૨૨૧૦ લિંકનું કાર્ય પૂર્ણ થયું. ૩. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના કુલ ૫૮૫૮ પૃષ્ઠો સ્કેન કરવામાં આવ્યા. ૪. સાગરસમુદાય ગ્રંથ તથા વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ પ૭૭ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૫. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૪૮ પ્રકાશનો, ૧૮૭ પુસ્તકો, ૪૩૭ નવી કૃતિઓ તથા પ્રકાશનો સાથે ૩૬૩ કૃતિ લિંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી માહિતીઓના ૨કાંડૂર્સની માહિતીઓ સુધારવામાં આવી. ૬. મેગેઝીન વિભાગમાં ૧૦૫ મેગેઝિન અંકોના ૨૨૨ પેટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૭. ૧૨ વાચકોને હસ્તપ્રતના ૧૩૭ ગ્રંથોના ૯૯૧ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૩૮૩ પુસ્તકો ઇશ્ય થયાં તથા ૩૪૮ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત પ. પૂ. સાધુસાધ્વીજી ભગવંતો, સ્કૉલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, જેમાંથી તેઓ દ્વારા જરૂરી પુસ્તકો તથા હસ્તપ્રતોના ડેટાનો તેઓના કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો. ૮. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૬૭૨ યાત્રાળુઓ પધાર્યા. ૯. આ સમયગાળામાં મદ્રાસ યુનિવર્સીટીની સ્કોલર શ્રીમતિ એ. શર્મીલા સોલંકી દ્વારા જ્ઞાનમંદિરની મુલાકાત લેવામાં આવી. તેઓ દ્વારા જૈન જીવન તથા આહારચર્યા અને દર્શન ઉપર શોધ કાર્યમાં તેઓએ જ્ઞાનમંદિરનો સહયોગ પ્રાપ્ત કર્યો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36