Book Title: Shrutsagar Ank 2012 11 022 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वि.सं.२०६९-कार्तिक રાજા શ્રીપાળનાં ન્યાશં જીવન રહસ્યો આ. ભ. પ્રદ્યુમ્નસૂરિ મ. સા. જીવનને ઉત્તમ બનાવવા મથતી હરકોઈ વ્યક્તિને માટે શ્રીપાળ એક ઉત્તમ રોલ મોડેલ છે. કર્મને આપણે ઘણીવાર એટલું બધું પ્રાધાન્ય આપીએ છીએ કે પુરુષાર્થને વેગ આપવાને બદલે નિયતિને શરણે અને તે પણ કાળે પહોંચી જઈએ છીએ. શ્રીપાળમાં ઉત્તમતા હતી જ પણ માત્ર તેના પરનું એક પાતળું આવરણ દૂર કરવાનું હતું, તે કામ થયું અને આપણે જોઈએ છીએ કે તેઓએ જીવનને કેવી રીતે જીવી જાણ્યું. નામ પણ ગમે, કામ પણ, ગમે, પછી અરમાન પણ, તેના જેવા થવાના થાય, તેવું છે. મનોહર માળવાદેશની ઉજ્જયિની નગરીથી શ્રીપાળકુમાર ચાલ્યા. સુદિ તેરસની રાત્રિના પાછલા પહોરમાં વસુધાના વિસ્તરેલા વનસ્પતિને વગડાની સકલ ઔષધિમાં અમૃતનો સંચાર કરનાર અને સિંચન કરનાર, ચન્દ્રની ધોળા દૂધ જેવી ચાંદની રેલાઈ રહી હતી. કાગડો પણ હંસમાં ખપી જાય એવી, ચાંદનીની સફેદ ચાદર બધે જ ફેલાઈ હતી. ઝાડ-પાન, છડ અને વાડ-બધું જ રળિયામણું લાગતું હતું. આજ, પ્રયાણનો પહેલો દિવસ હતો. શ્રીપાળના મનમાં અપાર કૌતુક-રસ ભર્યો હતો. રસ્તે એક નાનકડી ટેકરી આવી. શ્રીપાળને મન થયું અને તે સડસડાટ ચડવા લાગ્યા. વહેલી સવારનો ઠંડો પવન હળ-હળ વાતો હતો. પંખી હમણાં જ જાગ્યાં હતાં. વાતાવરણમાં સ્નિગ્ધ શાંતિ રેલાતી હતી. શ્રીપાળ જેવા ટેકરી ચડ્યા તેવામાં, કોઈ યોગી બન્ને હાથ આકાશ તરફ ઊંચા રાખી, જાપ કરતા હોય તેવું દેખાયું શ્રીપાળે કૌતુકથી જોયું. પગરવ સાંભળી, યોગીની નજર પણ શ્રીપાળના આજાનબાહુ શરીર પર પડી. પહેલી જ નજરે પારખ્યું કે કોઈ સૌભાગ્યવંત પુરુષ આ તરફ આવી રહ્યા છે; -આજનો દિવસ સફળ થશે. પુણયશાલી પહોંચે તે પહેલાં તેની આભા ત્યાં પહોંચતી હોય છે. યોગીએ મનમાં વિચાર્યું કે, ગુરુએ આપેલી વિદ્યા સાધવામાં હજી કાર્યસિદ્ધિ થતી નથી. તેને સિદ્ધ કરવામાં આવા પુરુષનું સાન્નિધ્ય-ઉપસ્થિતિ જોઈએ તે આજે મળશે. આ પુરુષની છાયા, કામયાબ નીવડશે. જો તેઓ ઉત્તરસાધક તરીકે રહે તો પણ મારું કાર્ય સિદ્ધ થાય. કેટલાય દિવસોની મહેનત પછી પણ, આ ધોળાનું પીળું થતું નથી. આવા પુરુષના અસ્તિત્વ-માત્રથી કાર્યસિદ્ધિ જરૂર મળશે. શ્રીપાળ નજીક આવ્યા. ધાતવાદી યોગીએ પોતાના અંતરના અવાજને અનુસરીને પ્રાર્થના કરી, ઉત્તરસાધક નર વિના, મન રહે નહીં ઠામ, તિરે તુમ એક કરું વિનતિ, અવધારિયે સ્વામ. પ્રાર્થના-ભંગભીરુ, સજ્જન શિરોમણિ શ્રીપાળે “વિનતિ સ્વીકારી. ધાતવાદીના ઉત્તર-સાધક તરીકે બેઠા. પુણ્યવંતને પગલે નિધાન હોય છે એ ન્યાયે, શ્રીપાળની નજર ફરતાં જ વિનો પલાયન થઈ ગયા. કાર્યસિદ્ધિ ઢુંકડી આવી. કાર્ય સિદ્ધ પણ થયું અને મબલખ સોનું બન્યું! ધાતુવાદી કહે : “આ બધું સોનું તમારી નજરના પ્રભાવે થયું છે. એહમાંથી પ્રભુ લીજિયે, તુમહ જેમ મન ભાવ” સરળ શ્રીપાળનો પ્રતિભાવ: “મારે જરૂર નથી.” કુંવર કહે મુજ ખપ નહીં, કુણ ઊંચકે એ ભાર.” અહો! શ્રીપાળમાં કેવી સહજ નિઃસ્પૃહતા હતી! કહે છે કે, મારે ખપ નથી. આ ભાર કોણ ઊંચકે! સોનું એને ભાર રૂપ લાગે છે. આ નિસ્પૃહતા એટલે, લોભને અંકુશમાં રાખવો તે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20