Book Title: Shrutsagar Ank 2012 11 022
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra ६ www.kobatirth.org લોભ જય થયો તો લાભની પ્રાપ્તિ પ્રબળ બની. કહ્યું છે ને! જે જન અભિલષે રે, તે તો તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. ઉપમિતિમાં શ્રી સિદ્ધર્ષિ મહારાજે તો આ જ સ્થિતિની વાત એમની શૈલીમાં મૂકી છે : ધાતુવાદી તો શ્રીપાળની આ બેફિકરાઈથી સોના જેવી ચીજ માટે ‘આવો ભાર ઊંચકીને કોણ ચાલે!' - એ જવાબથી અચંબામાં પડી ગયો! યોગીને આપવાનું શૂરાતન ઑર ચડશું. શ્રીપાળ ‘ના-ના’ કરતા રહ્યા અને પરાણે આગ્રહ કરીને પણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પ તેણે અંચલે બાંધિયું, કરી ઘણી મનોહાર. થોડું સોનું તો, તેના ખેંસના છેડે બાંધી જ દીધું. પ્રયાણના પહેલા જ દિવસે શુભ શુકન થયું. હવે આગળ-આગળ સિદ્ધિનાં સોપાના સાંપડશે તે વિચા૨થી મનમાં ઉત્સાહ વધ્યો. પગમાં જોમ વધ્યું. તુમને મુહ-માંગ્યું દિઉં, આવો અમારી સાથ. આ આમંત્રણના જવાબમાં શ્રીપાળ કહે છે : नवम्बर २०१२ આશ્ચર્ય તો એ વાતનું છે : સોનાની ચીજ માટે કુણ ઊંચકે! સોનાને ભાર કહેનાર વ્યક્તિને જ્યારે નર્મદાના કાંઠે ધવલશેઠે આમંત્રણ આપ્યું : કુંવર કહે હું એકલો, લેઉં સર્વનું મોલ. ધવલશેઠ એ દશ હજાર યોદ્ધાને વરસ દિવસે એક-એકને એક હજાર સોનૈયા આપતા હતા. ‘બધાને આપ્યું છે એટલું મને એકલાને આપો’ શ્રીપાળે કહ્યું. લોકોત્તર પુરુષનાં ચરિત્રો કેવાં અતાગ હોય છે! તેના ઊંડાણને કોણ માપી શક્યું છે! કોણ જાણી શક્યું છે! તેની ઊંચાઈ પણ ઉત્તુંગ હિમાલય જેવી જ હોય છે. શ્રીપાળની નિઃસ્પૃહતા નોંધપાત્ર છે તો વ્યવહાર ચતુરાઈ પણ સરાહનીય છે. નિઃસ્પૃહતાની વાત જોયા પછી એમની નિર્લેપતાની એક વાત જોઈએ. મને આ પ્રસંગ બહુ સ્પર્શી ગયો છે. સમકિતી આત્મા, સંસારના પ્રસંગોમાં કેવો નિર્લેપ હોય! એનું રસાળ હૃદય, દયાથી અને કરુણાથી ભીનું-ભીનું હોય, છતાં સંસારના ક્ષણજીવી પ્રસંગોમાં બેફિકરાઈથી અને નિર્લેપતાથી વર્તતા હોય છે. તેમની પરિણામદર્શિની બુદ્ધિ આવા પ્રસંગોમાં રોકાતી નથી. તેનાથી ઊંચી ભૂમિકાના રસાસ્વાદથી તેઓ ખૂબ તરબતર હોય છે. સંસા૨માં સામાન્ય ગણાય તેવા, અન્નમય કોશ, પ્રાણમય કોશ કે મનોમય કોશની ભૂમિકામાં ન અટવાતાં અને ન અકટતાં, આગળ ને આગળના વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશનાં શિખરો પરથી વહી આવતી મંદ-શીતળ અને સુગંધી સમીરને પામતા હોય છે. પછી, સામાન્ય ભૂમિકામાં શેનો રસ પડે? For Private and Personal Use Only પ્રયાણના છેલ્લા દિવસનો અને પ્રવેશનો આ પ્રસંગ છે. અનેક રાજ્યો જીતીને શ્રીપાળ આવી રહ્યા છે, માળવા દેશની ઉજ્જયિની નગરીમાં આનંદની છોળ ઊછળે છે. આનંદમંગલ નિમિત્તે શ્રીપાળરાજાએ નાટક ભજવવા આદેશ કર્યો : સ્વજનવર્ગ સઘળો મિલ્યો, વરસ્યો આણંદપુર, નાટિકા કારણ આદિશે, શ્રી શ્રીપાળ સનૂર. રાજાનો આદેશ સ્વીકારી, નાટકમંડળીને તેડાવવામાં આવી. રંગમંચ પર પહેલી મંડળી આવી તો ખરી, પરંતુ મુખ્ય નટી પોતાના મોંને બે હાથે ઢાંકી-છુપાવીને ઢગલો થઈ, ધરણી પર ઢળી પડી. ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી, શે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20