Book Title: Shrutsagar Ank 2012 11 022
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉo नवम्बर २०१२ ઝેર છે, એની નજર પડતાં માણસ હાડપિંજરમાં ફેરવાય જાય છે, સર્પન પ્રતિબોધ કરવા પ્રભુ એ માર્ગે પધારે છે, પ્રભુ એ દૃષ્ટિવિષ સર્પને પ્રતિબોધે છે, પ્રભુ સર્પની દૃષ્ટિમાંથી વિષ કાઢી અમી સિંચે છે, ભગવાનની કરુણા અને પ્રભુની દયામૃત નજરુંના પાતથી ભીંજાતો એ પ્રતિબોધ પામે છે. નૌકાવિહાર :- અનુક્રમે વિહાર કરતાં પ્રભુ સુરભિપુર સમીપ ગંગા નદીના કાંઠે આવ્યા, સિદ્ધદંત નામના નાવિકે તૈયાર કરેલી નાવમાં પ્રભુ અને બીજા મુસાફરો બેઠાં, અહીં સદંષ્ટ્રનો ઉપસર્ગ થાય છે, ધર્મ પ્રત્યેના પર્વત અનુરાગથી કંબલ અને શંબલ નામના બંન્ને દેવો આવી આ ઉપસર્ગનું નિવારણ કરે છે. છધસ્થ અવસ્થામાં શિષ્ય":- કોલ્લાક ગામમાં ગોશાળો મસ્તક વિગેરે મુંડી, ગૃહસ્થનો વેષ છોડી, પ્રભુને વિનંતી કરે છે કે મને તમારા શિષ્ય તરીકે કબૂલ કરો તમે મારા માવજીવ ગુરુ થાઓ. ગોશાળાના આવા વચનો સાંભળી પ્રભુ વીતરાગ હતા, તો પણ તેના ભાવને જાણીને તેની ભવ્યતાને માટે પ્રભુ તેનું વચન સ્વીકારે છે; અનાર્ય દેશમાં વિહાર :- પ્રભુએ અવધિજ્ઞાનથી જાણ્યું કે હજુ મારે ઘણાં કર્મની નિર્જરા કરવાની છે, તે કર્મ ખપાવવામાં સહાયક બને એવા નિમિતો વગર મારાથી કર્મો ખપાવાય તેમ નથી. એમ જાણી, પ્રભુ એ અનાર્યદેશમાં વિહાર કર્યો, લાટ દેશમાં ગયા, ત્યાં પ્રભુએ બંધન, તાડન, છેદન, ભેદન વગેરેની વેદનાઓને પ્રસન્નવદને સહન કરી. કટપૂતના ઉપસર્ગ :- માહ માસ હતો, આખાય વાતાવરણમાં શીતલહેરો જામી ગયી હતી, શરીર વસ્ત્ર રહિત હતું, મન વિચાર રહિત હતું, વિહાર કરતાં પ્રભુ શાલિશીર્ષ નગરના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યા, પ્રભુનું અપરંપાર તેજ વાણવ્યંતરી કટપૂતનાથી સહન ન થયું, પૂર્વનું ત્રિપૃષ્ઠના ભવનું વૈર યાદ આવ્યું. તાપસીનું રૂપ વિકુવી, માથે જટા બનાવી, વલ્કલના વસ્ત્રો પહેર્યા, ને બરફ જેવા ઠંડા જળમાં આખું શરીર ભીંજવી પ્રભુની સામે ઊંચી થઈને આખા શરીરને ધ્રુજાવવા માંડી, બરફના ટુકડા જેવા ઠંડા પાણીના છાંટા પ્રભુના વસ્ત્ર રહિત દેહ પર ઊંચેથી પડવા લાગ્યાં, વાળ અને વસ્ત્રમાંથી પડતાં પાણીના બિંદુએ પ્રભુને ભીંજવી દીધાં, આ પ્રમાણે શીતોપસર્ગને સહન કરતા ધીર વીર પ્રભુ મહાવીરે આખી રાત્રિ પસાર કરી, પ્રભુ મહાવીરનો ધર્મધ્યાનાગ્નિ વધુ તીવ્ર અને તેજસ્વી બન્યો, શાસ્ત્રકારો લખે છે કે જો આ સ્થાને કોઈ બીજો માણસ હોત તો એનું શરીર પાણીની ઠંડકના કારણે ફાટી જાય, એવો શીતોપસર્ગ પ્રભુએ સહન કર્યો, શીતલેશ્યા વડે ગોશાળાનો બચાવ :- ગોશાળા સાથે પ્રભુ ફર્મ ગામમાં પધાર્યા, ત્યાં વૈશિકાયન તાપસ રહેતો હતો, ગૌશાળો એ તાપસ પાસે જાય છે, વારંવાર વિચિત્ર પ્રશ્નો કરી, ઠઠુઠા-મશ્કરી કરી ગોશાળો તાપસનું અપમાન કરે છે, વૈશિકાયમ તાપસ ગૌશાળા ઉપર ક્રોધિત થઈ તેજોલેશ્યા મૂકે છે, તે જોવેશ્યાથી બચવા ગોશાળો પ્રભુ પાસે આવે છે. ગોશાળાની રક્ષા કરવા પ્રભુ શીતલેશ્યા મૂકી, ગોશાળાને બચાવે છે. પ્રભુ ગોશાળાને તેજલેશ્યાનો વિધિ કહે છે:૯ :- ગોશાળો પ્રભુને પૂછે છે, આ તેજોવેશ્યાની લબ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય, એના જવાબમાં પ્રભુ તેજોવેશ્યાની પ્રાપ્યર્થે વિધિ જણાવે છે. અહીં એક વાત નોંધવા જેવી છે, કે પ્રભુ તેજ અને શત બંન્ને વેશ્યાઓ જાણતાં હોવા છતાં, પ્રભુને ગોશાળો તેજલેશ્યાની લબ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય એવું પૂછે છે, શીતલેશ્યા જાણવા માટે ગોશાળો જરાય ઉત્સુક નથી, જીવની પાત્રતા અને પરિણામ ઉપર જ પ્રાપ્તિનો આધાર હોય છે. સંગમના ઉપસર્ગ - પેઢાળ નામના ઉદ્યાનમાં પોલાસ નામના ચૈત્યમાં પ્રભુ અઠમ તપ કરી, ચિત્ત સ્થિર કરી, એક રાત્રિની મહાપ્રતિમાએ રહ્યાં, એ સમયે શકેંદ્રએ દેવલોકમાં પ્રભુના નિશ્ચલ અને અડગ મનોબળની પ્રશંસા કરી, ત્રિલોકની તાકાત અને સર્વલોકની શક્તિ પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવા અસમર્થ છે. આવું સાંભળી, ઇંદ્રના સામાનિક એવા સંગમ નામના દેવને પ્રભુની પરીક્ષા કરવાનું કૌતુક જાગ્યું. પોતાની ચમચી જેવી શક્તિથી પ્રભુની સાગર જેવડી ધીરજ માપવા પ્રભુ પાસે આવે છે. આખી રાત જીવલેણ અને મરણતોલ ઉપસર્ગો કર્યા, તોય પ્રભુ ચલાયમાન ન થયા, એક જ રાતમાં ભયંકર વિસ ઉપસર્ગો જડી દીધાં, છતાંય પ્રભુ પોતાના પરિણામથી કે ધ્યાનથી વિચલિત થતા નથી. હાથીના મારથી રાફડાં ટૂટે, પર્વત નહીં. પૃથ્વી અને પર્વતને પણ શરમના પાણી ભરાવી દે, એવી પ્રચંડ ધીરજ અને જબરદસ્ત સહનશીલતાનું તેજ પ્રભુ પાસે હતું. આ તેજના ભડકાથી બળી ગયેલો સંગમ પ્રભુને ખતમ કરી નાંખવાના ઈરાદે કાળચક્રનો પ્રહાર કરે છે. કાળચક્રના પ્રહારથી પ્રભુ ઘૂંટણ સુધી જમીનમાં દબાઈ જાય છે, પણ મૃત્યું નથી પામતાં. આ જોઈ એનો જીવ વધુ બળે છે. પ્રભુને ચલાયમાન કરવા સંગમે છ મહિના સુધી જાત જાતના ઉપસર્ગો કર્યા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20