________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवम्बर २०१२
દિવાળી-ભગવાન મહાવીરની સાધના અને નિર્વાણનું તેજ-પર્વ
હિરેન દોશી
પ્રભુ મહાવીરના જીવનને પીતાં પીતાં જે ઘુંટડારનો અવિસ્મરણીય રહ્યાં તેની આ નોંધ છે. કર્મસત્તાની કૌટી અને કટોકટીમાં ભગવાન મહાવીરે કરેલી અક્ષયપદની સાધનાની આ વાત છે. બ્રહ્માંડના અણુએ અણુ માટે જેના રોમ રોમમાંથી કરુણા અને મૈત્રીના ધોધ વરસે છે. એવા કૃપાળુપુરુષની આ
કથા છે.
જેમનું મન સમગ્ર સૃષ્ટિના કલ્યાણમાં સતત ભીંજાયેલુ રહ્યું છે, એવા હિતચિંતક અને યોગક્ષેમ વાહક મહાવીર મહારાજાનું આ આરાધના પત્રક છે.
પરમાત્માના જીવનમાં આવેલા ઉપસર્ગો અને દુઃખોનું લીસ્ટ બહુ મોટું છે. હોલસેલમાં એકસાથે અપરંપાર કો પરમા માના જીવનમાં આવ્યા છે, અને એ તમામ કષ્ટો અને વેદનાઓને પ્રભુએ પ્રસન્નવદને સ્વીકાર્યા અને આવકાર્યા છે, તો એ આવતા નિમિત્તોને કર્મ નિર્જરામાં રૂપાંતરણ કરવાનું પરાક્રમ પણ પ્રભુ ક્યાંય ચૂક્યા નથી. આવી કેટલીક વિશિષ્ટ ઘટનાઓને અહીં આપણી ભાષામાં મૂકી છે, કારણ કે દીકરાને એ તો ખબર હોવી જ જોઈએ, કે બાપે કેટલી મુશ્કેલીઓ, કેટલા કપરા અને કાંટાળા માર્ગને ચોખ્ખો અને ચાલી શકાય એવો બનાવ્યો છે, પ્રભુના જીવનમાં આવેલા ઉપસર્ગોમાંથી એકાદો ઉપસર્ગ જો આપણાં જીવનમાં આવે તો ખાત્રીપૂર્વક કહી શકાય કે આપણા શરીરમાંથી શ્વાસ છુટચાને ખૂટ્યા વગર ના રહે.
પ્રાણાંત અને મરણાંત કો વચ્ચેય ગુલાબ જેવું મધુરું અને મોતી જેવું ઉજળું પ્રસન્ન વદન રાખનાર પ્રભુ વીરને આ દિવાળી પર્વના પાવન અવસરે ખાસ સ્મરીને, એમના વિરહથી પ્રગટેલી દીવાની જ્યોત એમણે ચીંધેલા માર્ગને દીપ્તિમંત કરતી રહે અને એ પ્રકાશિત પંચે આપણને ચલાવતી રહે. પ્રભુ નથી પણ એમનો વિરહ તો છે, પ્રભુ વિરહના આલંબને વિરહી બનવાનો સંકલ્પ કરી, સાચા અર્થમાં આ દિવાળી દેવને સમર્પિત કરીએ,
અહીં આપેલી અને આવી ઘટનાઓ સામાન્યથી બાકીના ૨૩ તીર્થંકરોના જીવનમાં પ્રાયઃ ક્યાંય જોવા કે વાંચવા નથી મળતી, ક્યારેય ન બનતી એવી ઘટનાઓ પ્રભુના જીવનકાળમાં એક સાથે બને છે.
પ્રભુના પાંચેય કલ્યાણકમાં બનેલી વિશિષ્ટ ઘટનાઓ -
ચ્યવનકલ્યાણક' :– પરમાત્મા મહાવીરનો જીવ દસમાં દેવલોકમાંથી વી દેવાનંદાની કુક્ષિમાં અવતર્યો. દેવાનંદાના ગર્ભમાં પ્રભુએ ૮૨ દિવસ પસાર કર્યા, સૌધર્મ દેવલોકના ઇંદ્રનું સિંહાસન કંપાયમાન થયું, કેંદ્ર વિચારે છે, કે પરમાત્મા ક્યારેય દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. પણ ઈક્ષ્વાકુ કે ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય છે, માટે, મારે યોગ્ય ક૨વું જોઈએ એવું વિચારી ઇંદ્રના આદેશે હિરણૈગમેષી દેવ આસો વદિ તેરસની પૂર્વરાત્રિમાં ગર્ભનું સંહરણ કરે
છે.
ગર્ભમાં પ્રતિજ્ઞા :- ત્રિશલામાતાની કુખમાં આવેલા પ્રભુએ 'મારા હલન-ચલની માતાને વેદના ન થાઓ’એવું વિચારી ગર્ભવાસમાં યોગીની જેમ સ્થિર રહે છે, માતાને ચિંતા ઉપજે છે, કે માર્ચ ગર્ભ ગળી ગયો કે શું? એવી ચિતાને દૂર કરવા પ્રભુ આંગળી ચલાયમાન કરે છે, માતાને થયેલા દુઃખના કારણે પ્રભુ ગર્ભમાં પ્રતિજ્ઞા કરે છે, કે જ્યાં સુધી મારા માતા પિતા જીવીત છે, ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં.
જન્મકલ્યાણક :- જન્માભિષેક ઉત્સવે શદ્ર મેરુગિરિની અતિપાંડુબલા નામની શિલા ઉપર પ્રભુને ખોળામાં લઈને બેઠા, ત્યારે શન્દ્રને મનમાં એવી શંકા થઈ કે પ્રભુ આટલો બધો જળનો પાત વહન કરી શકશે? એ શંકાના નિવારણ માટે પ્રભુએ ડાબા પગના અંગુઠાથી મેરુગિરિને દબાવ્યો, તત્કાળ મેરુગિરિના શિખરી નમી ગયા, ચલાયમાન
થયા.
દીલા કલ્યાણક :- સામાન્યથી તીર્થંકર ભગવંત સાથે હજારો પુણ્યાત્માઓ દીક્ષા ગ્રહણ કરે છે, પરંતુ પરમાત્મા મહાવીર સાથે દીક્ષા ગ્રહણ કરનાર કોઈ ન હતું, પ્રભુ એ એકલા જ સંયમપંથે પ્રયાણ આદર્યું.
કેવલજ્ઞાન કલ્યાણક :- ઋજુવાલિકા નદીના ઉત્તર તટ ઉપર શામાક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું, તેની
:
(લેખની સમાપ્તિમાં ઘટનાઓના આધાર સૂત્રો નોંધ્યા છે.)
For Private and Personal Use Only