________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
वि.सं.२०६९-कार्तिक
વિશિષ્ટ અભિગ્રહ" :- પ્રભુ કૌશાંબીમાં પધાર્યા, પોષ વદ એકમે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી વિશિષ્ટ અભિગ્રહ ધારણ કર્યો, રાજકુમારી દાસીપણું ભોગવતી હોય, પગમાં લોઢાની બેડી હોય, માથું મુંડેલું હોય, ૩ દિવસથી ભૂખી. હોય, રડતી હોય, એક પગ ઊંબરાની અંદર હોય, બીજો પગ ઊંબરાની બહાર હોય, ભિક્ષાનો સમય પસાર થઈ ગયો હોય, ત્યારે સૂપડાને એક ખૂણે રહેલા અડદ મને વહોરાવે તો જ હું પારણું કરીશ. ચાર મહિના વ્યતીત થયા બાદ ચંદનબાળાજીને પ્રભુના પારણાનો લાભ મળ્યો, પ્રભુએ બાકુળાની સાથે બાળાના ભવોભવના દુઃખડા પણ વ્હોરી લીધાં, પારણાના પુણ્ય પ્રભુ દ્વારા પ્રભુના માર્ગને આપીને પ્રભુ બનાવી આપ્યા, બેડી કાયમની તૂટી ગઈ પ્રભુને પારણું કરાવી પ્રભુના પ્રથમ સાધ્વી શિષ્યા બનવાનું પરમ સદ્ભાગ્ય અને સૌભાગ્ય પામ્યા.
કાનમાં ખીલ્યાં ઠોકાયા :- ષષ્માનિ ગામની બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યાં, વાસુદેવના ભવમાં તપાવેલું સીસું અધ્યાપાલકના કાનમાં રેડીને બાંધેલુ અશાતા વેદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું, કાનમાં કીડી જાય તો ય જીવ તાળવે બંધાઈ જતો હોય ત્યારે અહીં તો ખીલ્લાં ઠોકાવાના હતાં, શવ્યાપાલકનો જીવ અહિં ગોવાળીયો હોય છે. પ્રભુને બળદો સોંપીને જાય છે, પ્રભુ ધ્યાનાવસ્થામાં હોય છે, બળદો ચરતાં ચરતાં દૂર ચાલ્યા જાય છે, ગોવાળ આવીને જુએ છે, બળદો ન દેખાતાં પ્રભુને પૂછે છે, બળદો હતાં ત્યારેય પ્રભુ ધ્યાનમાં હતાં અને બળદો નથી ત્યારેય
ધ્યાનમાં છે. પ્રભુ બોલતા નથી એટલે ગોવાળ ક્રોધિત થઈ, ભગવાનના બંન્ને કાનમાં કાશડાના ખીલ્લાઓ ઠોકે છે, મસ્તકમાં ખીલાં એવી રીતે મળી જાય છે કે જાણે એક જ હોય, આવું કષ્ટ કે આવો ઘોર ઉપસર્ગ કોઈ તીર્થકરને થયો નથી, ખરક નામના વૈદ્ય પ્રભુને જુએ છે, પ્રભુની પીડાનો પાર પામી જાય છે, પ્રભુ પ્રત્યેના પ્રેમથી સિદ્ધાર્થ અને ખરક વઘ કાનમાંથી ખીલ કાઢી ઔષધિ આદિથી પ્રભુની વેદના દૂર કરે છે.
પ્રભુનો વિરાધક જમાલિ :- સંસારી સંબંધે જમાઈ નામે જમાલિ ચંપાનગરીના પૂર્ણભદ્ર નામના વનમાં પ્રભુને સમવસરેલા જાણી, સમવસરણમાં જઈને પ્રભુને કહે છે, મને કેવળજ્ઞાન અને કેવળદર્શન અક્ષયપણે ઉત્પન્ન થયા છે, તેથી હું પણ સર્વજ્ઞ અને સર્વદર્શી અરિહંત છું. ઈત્યાદિ પ્રલાપ કરી પ્રભુનો વિરોધ કરે છે.
રાત્રિવિહાર - પ્રભુ ઋજુવાલિકા નદીના કાંઠે કેવળજ્ઞાન પામે છે, પરંતુ ત્યાં પ્રવ્રજ્યાનો સ્વીકાર કરનાર કોઈ
વાથી, પ્રભુ રાત્રિના સમયે ત્યાંથી બાર યોજન દૂર મધ્યમા (અપાપા) નગરીમાં આવેલ મહએનવન નામના ઉઘાનમાં પહોંચ્યા, સોમિલાર્યના યજ્ઞમાં જે અગ્યાર ઉપાધ્યાયો આવેલા હતાં, તેઓ બોધ પામશે એવું જાણીને પ્રભુ મહસેન નામના વનમાં આવે છે.
સુર્ય-ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદનાર્થે ૨૫:- પ્રભુ કૌશાંબી નગરીમાં પધાર્યા, દિવસને છેલ્લે પહોરે ચંદ્ર તથા સૂર્ય સ્વાભાવિક (મૂળ) વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા,
પ્રભુ ઉપર તેજલેશ્યા છોડીક :- પ્રભુ શ્રાવસ્તી નગરી બહાર કાષ્ઠક ઉદ્યાનમાં સમોસર્યા, ગોશાળા પણ એ જ નગરમાં આવ્યો, ગોશાળો પોતાની જાતને લોકો સમક્ષ સર્વજ્ઞ છું, એવું જણાવતો હતો, એ સમયે સમવસરણમાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે શું ગોશાળો સર્વજ્ઞ છે? ઉત્તરમાં પ્રભુએ જણાવ્યું કે ગોશાળો મંખલીનો પુત્ર છે. મેં જ તેને દીક્ષા અને શિક્ષા આપી છે. મિથ્યાત્વને પામેલો તે સર્વજ્ઞ નથી. લોકોમાં પણ આ વાતની જાણ થતાં લોક અપ્રીતિના કારણે ગોશાળો ક્રોધે ભરાય છે, પ્રભુ સમક્ષ આવે છે. પ્રભુ તેને સમજાવે છે. પ્રભુના વચનથી અતિ ક્રોધે ભરાયેલ ગોશાળો પ્રભુની નજીક આવી પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકે છે. પ્રભુના અતિશય પ્રભાવે તેજલેશ્યા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, પાછી ગોશાળાના જ શરીરમાં પ્રવેશે છે. તેજોવેશ્યાના તાપથી પ્રભુના અંગ અંગમાં દાવાનળની જેમ તાપ જાગી ઉઠે છે. તેજોવેશ્યાના કારણે પ્રભુનું શરીર ૨ક્ત અતિસાર અને પિત્ત જ્વર થવાથી અતિકૃશ થાય છે, કેવળજ્ઞાન પામ્યા પછી પણ પ્રભુને આવો ઉપસર્ગ થયો એ દસ અચ્છેરામાંથી એક અચ્છેરું છે.
અહિ એક વાત નોંધવા યોગ્ય છે. કે છઘસ્થપણે પ્રભુ શીતલેશ્યાની લબ્ધિનો પ્રયોગ કરી, ગોશાળાને બચાવે છે. જ્યારે અહિં ગોશાળો સર્વાનુભૂતિ મુનિ અને સુનક્ષત્ર મુનિ ઉપર તેજલેશ્યા મૂકે છે. ત્યારે પ્રભુ શીતલેશ્યાનો પ્રયોગ રી, પોતાના શિષ્યોને કે પોતાને બચાવવાનો કોઈ ઉપાય કરતા નથી. મહાપુરુષોના ચરિત્રો અતાગ હોય છે.
સુલતાને ધર્મલાભ - એકદા પૃષ્ઠચંપાપુરીએ પ્રભુ પધાર્યા, ત્યારે અંબડ પરિવ્રાજક પ્રભુને વંદન કરવા ત્યાં આવ્યો, પ્રભુની સ્તુતિ કરી તે સંન્યાસી યોગ્ય સ્થાને બેસી, પ્રભુની અમૃત-દેશનાનું પાન કર્યું. દેશના પૂર્ણ થઈ, પ્રભુની અનુમતિ લઈ, રાજગૃહ નગર જવા તૈયાર થયો, એટલે પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગરથકારની પત્ની સુલતાને અમારી આજ્ઞાથી કુશળતા પૂછજે, પ્રભુ પ્રત્યેની સલસાની અવિહડ શ્રદ્ધાના પરિણામે પ્રભુ અંબડ પરિવ્રાજક દ્વારા
For Private and Personal Use Only