Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 3
________________ (3) Foreward Gandhiji had a long association with Shrimad Rajchandra, starting from his arrival in India as a barrister from England until the last day of Shrimad Rajchandra. This association with Shrimadji, both in person and by correspondence, had been very useful and beneficial to Gandhiji in the religious and spiritual matters, particularly during the time of his stay in South Africa when he was in great religious ferment & terpitude. From Durban in S. Africa, Gandhiji sent a long religious questionaire (as many as twenty seven questions) to Shrimad Rajchandra to obtain guidance from him, which he readily obliged with a prompt and detailed reply. This letter by Shrimadji is very useful to all of us-- murukshus & novice-even today. This booklet is a reproduction of that important letter, written by Shrimad Rajchandra in reply to Gandhiji's questions regarding soul, moksha & other crucial religious matters. Shrimadji's letter in original in Gujarati and its English version are given questionwise, in this booklet. The English traslation has been made available to us from Mani Bhuvan, Bombay and the authorities have given us their kind consent to publish it, for which we are thankful to them. –Manubhai B. Mody Shrimad Rajchandra's Reply to Gandhiji's Questions ૧. પ્ર—(૧) આત્મા શું છે? (૨) તે કંઈ કરે છે? (૩) અને તેને કર્મ નડે છે કે નહીં ?” ઉઠ-(૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ “અનિત્ય' છે, ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય' પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ ‘નિત્ય' હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી; કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ઘર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ઘર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે, તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય, તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. “જ્ઞાનસ્વરૂપપણું' એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું’ મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણો આત્માને “નિત્ય' પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેનો વિશેષ વિચાર કર્યો સહજ સ્વરૂપ 1. The letter accompanying Rajchandra's replies is dated Bombay, Saturday, Aso Vad 6, 1950 (October 20,1894). Type setting by Descan CompuAct, Anand (Phone 55221)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17