Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 8
________________ (14) બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે; તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય, એમ કહી શકાય નહીં; અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહે ? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોના કહેવા યોગ્ય છે તે વિચારવું, એ અમને તમને સૌને યોગ્ય છે. 8. Q. (1) What is Arya Dharma ? (2) Do all Indian religions originate from the Vedas ? A. (1) In defining Arya Dharma, cveryone has his own religion in view. Commonly a Jain describes Jainism, a Buddhist describes Buddhism and a Vedantin describes Vedanta as Arya Dharma. But scors describes only that Arya---noble-path as Arya Dharma which enables the soul to realize its true nature, and rightly so. (2) It is impossible that all religions had their origin in the Vedas. I know from experience that great souls like the (Jain) Thirthankars' have revealed knowledge of a thousand times deeper import than what the Vedas contain. I, therefore, believe that, since something imperfect cannot be the origin of a perfect thing, we are not justificd in asserting that all religions had originated from the Vedas. We may believe that Vaishnavism and other sects had their origin in the Vedas. It seems that the 1 Self-realized men whose teachings evolved into Jainism (15) latter cxisted before the time of the Buddha and Mahavira, the last teacher of Jainism; it also seems likely that they are really ancient works. But we cannot say that only that which is ancient is true or perfect, nor that what came later is necessarily untrue or imperfect. Apart from this, the idcas propounded in the Vedas and in Jain doctrines have existed from the beginning of time; only the outward forms changed. There is no totally new crcation or absolute destruction. Since we may believe that the ideas propounded by the Vedas and in the doctrines of Jainism and other religions have existed from the beginning of time, where is the room for controversy? All the same, it is only right that you and I and others should reflect and consider which of these systems of ideas has more power-truth in them. ૯. પ્ર-(૧) વેદ કોણે કર્યા? તે અનાદિ છે ? (૨) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? ઉ–(૧) ધણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (૨) પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે; કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિ ભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિ ભાવ પણ અનાદિ છે. હિંસાદિ ઘર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિ ઘર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બે ય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. 9. O. (1) Who composed the Vedas ? Are they 'anadi ? (2) If so, what does anadi mean? 1 Without a beginning

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17