Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 13
________________ (24) 19. Q. You have given the names of some who have attained moksha. What is the authority for this statement ? A. If you have addressed this question personally to me, I may say in reply that one can to some extent infer from one's own experience how a person whose involvement in carthly existence is about to end is likely to speak or act, and on the basis of this one can assert whether or not such a person attained moksha. In most cases, we can also get from Shastras reasons in support of our conclusion. ૨૦. પ્ર-બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો? ઉ–તેના શાઅસિદ્ધાંતોના આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. સંપૂર્ણ જ્ઞાન જો ન હોય ત્યાં સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય, ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી; અને તેમનાં કહેલાં શાઓમાં જે અભિપ્રાય છે, તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અને તેમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી 20. Q. What makes you say that even Buddha did not attain moksha ? A. On the basis of the teachings of Buddhist scriptures. If his views were the same as these, then they seem to have been inconsistent with one another, and that is not a mark of perfect illumination. If a person has not (25) attained perfect illumination his attachments and aversions are not likely to disappear so long as he is in such a state; carthly cxistence is a necessary consequence. One cannot, therefore, claim such a person to have attained absolute moksha. Moreover, it is impossible for you and me to know from independent sources that the Buddha's views were different than those contained in the teachings attributed to him. Even so, if it is asserted that his views were in fact different and proof given in support of the assertion, there is no reason why we should not accept that as possible. ૨૧. પ્ર-દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ—કેવળ મોક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે, કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય; પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે; એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે; તે પરથી અને ધણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. 21. Q. What will finally happen to this world? A. It does not seem rationally possible to me that all souls will attain absolute moksha or that the world will perish completely. It is likely to continue to exist for ever in the same state as at present. Some aspect of it may undergo transformation and almost disappear, and another may grow, such is the nature of the world that, if there is growth in one sphere, there is decline in another. Having regard to this fact, and after deep reflection, it

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17