Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 11
________________ (20) ઈશ્વરનો અવતાર, તેનો દીકરો, છે ને હતો. ઉ–એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મમરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી. કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસેઃ નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાઘા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. 14. Q. The Christians hold that the Bible is divinely inspired and that Christ was an incarnation of God, being his son. Was He? A. This is a matter of faith and cannot be proved rationally. What I said above concerning the claim that the Gita and the Vedas are divinely inspired may be applied to the Bible too. It is impossible that God, who is free from birth and death, will incarnate Himself as a human being; for it is the changes of attachment, aversion, ctc. which are the cause of birth and it does not appeal to reason that God, who has no attachment and aversion, will take birth as a human being. The idea that Jesus is, and was, the son of God may perhaps be acceptable if we interpret the belief as an allegory; otherwise, tested by the canons of reason, it is difficult to acccpt. How can we say that God, who is free, has or had (21) a son ? If we assert that He has or had one, what was the manner of the son's birth ? If we believe that both God and His son are anadi, how can we explain their being father and son ? These and other objections deserve examination. If we reflect over them, I think the belief will not be found acceptable. ૧૫. પ્રવે-જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે. ઉ૦-એમ હોય તો પણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી; કેમ કે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય, પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. 15. Q. Were all the Old Testament prophecies fulfilled in Christ? A. Even if they were, that should only make us think about the two scriptures. Nor is the act of the prophecies having been fulfilled a sufficiently strong reason to justify us in asserting that Jesus was an incarnation of God, for the birth of a great soul can also be predicted with the help of astrology. Even if, however, someone foretold the event by virtue of his knowledge, unless it is established that person had perfect knowledge of the path to moksha, the fact of his having predicted a future event appcals only to faith as proof of a thing and we cannot believe that no reasoning on the opposite side can diminish its force.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17