Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 12
________________ (22) ૧૬. પ્ર–“ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે. ઉ૦-કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી, કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય, તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. 16. A. In this question you ask about the miracles attributed to Jesus Christ. If it is said that he put a soul back into the body which it had left, or that he put another soul in its place, this could not possibly have been done. If it could be done, the law of karma would lose its meaning. Apart from this, mastery of yoga techniques enables a person to perform certain miracles, and if it is claimed that Jesus had such powers, we cannot assert that the claim is false or impossible. Such yogic powers are of no consequence compared to the power of the atman; the latter is infinitely greater than the powers attained by yoga. You may ask more questions on this subject when we meet. ૧૭. પ્ર–આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની ? ઉ–તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વ કારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે (23) ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય; અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. 17. Q. Can anyone remember his past lives or have an idea of his future lives? A. This is quite possible. One whose knowledge has become pure may be able to do so. We can infer the possibility of rain from certain signs in the clouds, similarly, from the actions of a soul in this life, we can understand, perhaps partially, their causes in its previous existence. We can also judge from the nature of the actions what results they are likely to have. On further reflection, we can also know what kind of a future existence the soul is likely to have or what kind of a past existence it had. " ૧૮. પ્ર–પડી શકે તો કોને ? ઉ– આનો ઉત્તર ઉપર આવી ગયો છે. 18. Q. If yes, who can ? A. The answer to this is contained in the reply above. ૧૯. પ્રવે-જે મોક્ષ પામેલાનાં નામ આપો છો તે શા આધાર ઉપરથી ? ઉ–મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો, તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષીણ જેની થઈ છે, તેનાં વચનો આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મોક્ષ પરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણો પણ શાઆદિથી જાણી શકાય.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17