Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra AshramPage 15
________________ (29) (28) ૨૪. પ્ર–અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? ઉ૦- ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણું કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહીં. જીવમાત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી. . 24. Q. Can an illiterate person attain moksha through bhakti alone ? A. Bhakti is a cause of knowledge and knowledge of moksha. If by an illiterate person we mean one without knowledge of letters, it is not impossible that he may cultivate bhakti. Every soul has knowledge as its essence. The power of bhakti purifies knowledge, and pure knowledge becomes the cause of moksha. I do not believe that, without the manifestation of perfect knowledge, absolute moksha is possible. Nor need I point out that knowledge of letters is contained in perfect (spiritual) knowlcdge. It cannot be true that knowledge of letters is a cause of moksha and that, without it, selfrealization is not possible. ૨૫. પ્ર-૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા, કે તેના અંશ હતા ? (૨) તેમને માનીને મોક્ષ ખરો? ઉ–(૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય, તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરોઘ આપતાં એવાં હજારો પ્રમાણ દૃષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય; કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો; અને અજ્ઞાનાદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે, અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તો કંઈ કર્તાહર્તા ઠરી શકે નહીં. એ આદિ વિરોઘથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી, તો પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય ? તે બન્ને અવ્યક્ત ઈશ્વર' હતા, એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ ? તે વાત વિચારવા યોગ્ય છે. (૨) ‘તેમને માનીને મોક્ષ ખરો કે ?' એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગ, દ્વેષ, અજ્ઞાનનો અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપે વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી; તેના સાથનનો હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. 25. Q. (1) Rama and Krishna are described as incarnations of God. What does that mean? Were they God Himself or only a part of Him ? (2) Can we attain salvation through faith in them? A. (1) I, too, am convinced that both were souls of great holiness. Each of them, being an atman, was God. If it is a fact that all the coverings over their atman hadPage Navigation
1 ... 13 14 15 16 17