Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra AshramPage 14
________________ (26) seems impossible to me that this world will perish completely. By "world" we do not mean this carth only. ૨૨. પ્રવ–આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ઉ–આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ; તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ, તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે; અને સર્વ જીવ આશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. 22. Q. Will the world be morally better off in the future? A. It would not be proper to encourage any soul which loves immorality to take wrong advantage of the answer to this question. All modes in this world, including morality and immorality, have existed from the beginning of time. But it is possible for you and me to eschew immorality and accept morality, and it is the duty of the atman to do that. It is not possible to assert that immorality will be given up by all and morality will prevail, for such an extreme state cannot come about. ૨૩. પ્ર-દુનિયાનો પ્રલય છે ? ઉ–પ્રલય એટલે જો “કેવળ નાશ” એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો. જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું, તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે; પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને ? અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું (27) હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ, તો પણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે ? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેંદ્રિયપણું માનવાનો પ્રસંગ આવે; અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેના પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ધણા વિચાર ઉદ્દભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી. 23. Q. Is there anything like total destruction of the world? A. If by pralaya is meant total destruction, that is not possible, for complete destruction of all that exists is impossible. If by pralaya is meant thc merging of cverything in God, the belief is accepted in some doctrines but that does not seem possible to me. For, how can all objects and all souls arrive in an identical state so that such a thing may happen ? If they ever do, then diversity cannot develop again. If we accept the possibility of pralaya on the supposition of unmanifest diversity in the souls and manifest sameness, how can diversity cxist except through connection with a body? If we believe that such connection exists (in the state of pralaya), we shall have to believe further that all souls will have one sense only and in doing so we shall reject, without reason, the possibility of other modes of existence. In other words, we shall have to suppose that a soul which had attained a higher state and was about to be free for ever from the contingency of existence with one sense only, had none the less to be in such a state. This and many similar doubts arise. A pralaya involving all souls is impossible.Page Navigation
1 ... 12 13 14 15 16 17