________________
(16)
A. (1) The Vedas were probably composed a long time ago.
(2) No scripture, considered as a book, is anadi; but with respect to the ideas propounded in them, all scriptures are anadi, for there have been souls at all times who taught them in one form or another. It cannot be otherwise. The emotions of anger, etc., are anadi and so are those of forgiveness, etc. The way of violence, too, is anadi, as is the path of non-violence. What we should consider is which of these conduce to the welfare of the soul? Both classes of things are anadi, though sometimes the one and sometimes the other may be predominant.
૧૦. પ્ર—ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો ?
ઉ—ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાઘાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું.
ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણ શાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં
(17)
શાઓ તે ઈશ્વરી શાસ્ત્ર છે, એમ માનવામાં અડચણ નથી.
10. Q. Who is the author of the Gita ? Is God its author ? Is there any evidence that He is ?
A. (1) The replies given above partly answer this question; if by God we mean a person who has attained illumination-perfect illumination-then we can say that the Gita was composed by God. If, however, we accept God as being all-pervading, like the sky, eternally existing and passive, the Gita or any other book cannot have been composed by Him. For, writing a book is an ordinary activity undertaken at a patricular point in time and is not anadi.
(2) The Gita is believed to be the work of Veda Vyasa and since Lord Krishna had propounded this teaching to Arjuna, He is said to be its real author, This may be true. The work is indeed great. The ideas it propounds have been taught from the time immemorial, but it is not possible that these same verses have existed from the beginning of time. Nor is it likely that they were composed by God who does nothing. They can have been composed only by an embodied soul, who acts. There is no harm, therefore, in saying that a perfectly illuminated person is God, and that a Shastra taught by him is one revealed by God.
૧૧. પ્ર-પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ?
ઉ-પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે; તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદન યોગ્ય નથી.