Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 7
________________ (10) characterized by anger, etc., it is under the bondage of the body, and complete cessation of such a state, deliverance from it, is described by seers as moksha. A little reflection shows this to be logical and convincing. ૪. પ્ર—મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? ઉ~એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમજ અજ્ઞાનભાવમાં અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંઘથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંઘથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. 4. Q. Is it possible for a person to know for certain, while he is still living, whether or not he will. attain ntoksha. A. If our arms are tied with a rope wound several times round them and if the twists of the rope are loosened one after another, we feel the loosening of cach twist and in the end become conscious of the rope having been removed. In like manner as the innumerable bonds, the products of ignorance, which bind the atman loosen one by one, the latter becomes conscious of progressing towards moksha, and when the bonds are about to fall (11) off, the atman shines forth with the light of its essence and knows beyond doubt that it is about to be delivered from the bonds of ignorance. While still dwelling in this body, it comes out of the state of ignorance, etc., and becomes conscious of its pure essence and of its absolute otherness and freedom from all relations. In other words, it is possible to experience the state of moksha even while living. ૫. પ્ર—એમ વાંચવામાં આવ્યું કે, માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય; આ બરાબર છે ? ઉ—દેહ છોડી, ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે, અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ઘારણ કરી, બાકીની બીજી ચાર ઇંદ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ઘારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ, જીવપણે જ હોય છે. બીજી ચાર ઇન્દ્રિયોનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફક્ત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત્ કેવળ જડ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇંદ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ, ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે; પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે, જીવને વેષઘારીપણું છે, સ્વરૂપપણું નથી. 5. Q. It is said that after his death, a man may, according to his actions, be reborn as an animal, a tree or even a stone. Is this a fact ?

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17