Book Title: Shodashadhikar Prakaranam Author(s): Haribhadrasuri, Publisher: Jain Shwetambar Murtipujak Sangh View full book textPage 5
________________ षोडशाधिकार प्रकरणम् સંયમી આત્માઓને અર્પતી... સીસોદશની પાવની ધરતી. અનાદિ અનંતકાલીન ચતુર્ગતિમાં કર્મજનિત વિભાવદશાને પરિણામે સંસાર પરિભ્રમણ અને કર્મની અકળ લીલાની અનુભૂતિ કરતાં કરતાં પુન્યસંચય - પાપવિલય થતાં પતનની ગતિમાંથી નીકળી ઉત્થાનના પરમપુનિત પંથે લઈ જનાર દેવદુર્લભ એવા વિરતિધર્મની પરિપાલના કરવા માટેના ઉત્તમ નરભવની પ્રાપ્તિ, તેમાંય મહાપુન્યોદયે સર્વોત્તમ, પરમતારક, પાપનાશક મનીન્દ્ર શાસન, જિનેન્દ્ર શાસનની પ્રાપ્તિ કરી પૂર્વજન્મજનિત સુસંસ્કારો અને સુયોગના સંસ્કારગ્રહણના યોગે સંસાર પક્ષનો નિપાત અને આત્મિક સ્વરૂપની પ્રાપ્તિનો પક્ષપાત જાગતાં કેટલાય આત્માઓ સર્વસુખકર, કર્મવન બાળવામાં દાવાનળ સમાન આત્મિક સુખની પ્રાપ્તિનું અમોઘ સાધન – પરાત્મ તત્ત્વની ખોજ કરવાનો અનોપમ માર્ગ એવું જે મહાભિનિષ્ક્રમણ તેની સ્વીકૃતિ કરે છે. તથા મુક્તિપથની સ્વીકૃતિ દ્વારા અને કર્મની તિરસ્કૃતિ દ્વારા મુક્તિની આવિષ્કતિ કેટલાક આત્માઓ કરે છે. ' અમારો સિસોદરા જૈન સંઘ પણ ગૌરવાન્વિત બન્યો છે. કેમ કે અહીંની પાવની ધરતીએ જિનશાસનને ચરણે ચાર પુણ્યાત્માઓને અર્પણ કર્યા છે. આજ અમારી ગ્રામ્ય ભૂમિ પણ નવપલ્લવિત બની ન હોય તેમ ચાર પુણ્યાત્માને સંયમના સ્વાંગમાં જોઈને મહેકી ઉઠી છે, અને શ્રદ્ધાના પુષ્પો દ્વારા પુણ્યાત્માઓને અભિનંદી રહી છે. અમારી પાવની ધરતી ઉપર ઉત્પન્ન થયેલા સંયમપૂત આત્માઓ સ્મૃતિપથમાં આવતા અમારા હૈયાં આનંદવિભોર બની જાય છે. ચાલો એ સંયમી આત્માઓનો પરિચય કરી આત્માને પાવન કરીએ. ભાવે વંદના કરી જન્મ સફળ કરીએ. ધન્ય માતા જેણે ઉદરે દરિયા ધન્ય પિતા જિણ કુલે અવતરીયા ! . ધન્ય સદ્ગુરુ જેણે દિખિઆ એ છેPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34