Book Title: Shodashadhikar Prakaranam
Author(s): Haribhadrasuri,
Publisher: Jain Shwetambar Murtipujak Sangh
________________
U
षोडशाधिकार प्रकरणम् । પ્રકાશકીયઃ
શ્રી જિનશાસનના મહાન જ્યોતિર્ધર, મહામહિમ, સ્મૃતિશેષ, સૂરિસમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા તેઓના પુણ્ય પરિવારનો અમારા શ્રી સીસોદરા શ્રી સંઘ ઉપર ખૂબ ખૂબ ઉપકાર છે.
ગત વર્ષે નવસારીમાં સ્વર્ગીય સુરિસમ્રાટના પટ્ટાલંકાર કુશળ-અનુશાસક વર્તમાનસુવિશાલ-ગચ્છાધિપતિ પૂજનીય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજની તારક આજ્ઞાથી શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિચક્ષણ સૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્ય રક્ષિત વિજયજી મ.સા., અમારા સીસોદરાના રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા., તથા મુનિરાજ શ્રી આત્મરક્ષિત વિજયજી મ.સા. આદિચાતુર્માસાર્થે બિરાજમાન હતા. ત્યારે અમારા શ્રી સંઘે જ્ઞાન ખાતામાંથી પ્રાચીન કોઈ સૂત્ર આદિ પ્રકાશિત થાય એ માટે વિનંતિ કરતા તેઓશ્રીએ પૂના બિરાજમાન શાસન પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયકુંજર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુક્તિપ્રભ સુરીશ્વરજી મ.સા.નું માર્ગદર્શન મેળવવાનું જણાવ્યું.
પૂજ્ય આચાર્ય ભગવંતે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કરવાનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું.
૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત આ પ્રકરણનું સંપાદન સ્વર્ગીય સૂરિસમ્રાટના શિષ્યરત્ન પૂજ્ય મુનિપ્રવર શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.સા.એ કર્યું છે. માર્ગદર્શક આચાર્ય ભગવંત તેમજ સંપાદક મુનિપ્રવરના અમે ખૂબ ઋણી છીએ.
જ્ઞાન ખાતામાંથી પ્રકાશિત થયેલા આ ગ્રંથની ગૃહસ્થો પૂર્ણ કિંમત ચૂકવ્યા વિના માલિકી ન કરે તેવી વિનંતી. *
સીસોદશ જૈન સંઘ .
ગુજરાત
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34