Book Title: Shodashadhikar Prakaranam
Author(s): Haribhadrasuri,
Publisher: Jain Shwetambar Murtipujak Sangh
________________
षोडशाधिकार प्रकरणम् ૪. પૂર્વ સાધ્વીજીશ્રી સૌમ્યવાતિશ્રીજી મહારાજ સાહેબ
પિતાશ્રી સ્વ. ગુણવંતલાલ પાનાચંદ શાહ તથા માતાશ્રી શાંતાબેન જેઓના ઉત્તમ કુળમાં આ આત્માનું અવતરણ થયું બાલ્યવયથી જ ધર્મભાવનાવાસિત અંતઃકરણ, આંતરિક વિરાગવેલડી વિસ્તરતાં ભૌતિકવાદના ભોગવિલાસ અને જડવાદના આકર્ષણમાં નહિ લેપાતા, કોલેજિયન જીવન જીવતા છતાં, વૈભવની સામગ્રીને સાપ જેમ કાંચળી ઉતારે તેમ છોડીને વશ વર્ષની વયે બાલબ્રહ્મચારી બની અણગારી આલયમાં વિ.સં. ૨૦૧૭નાં ફાગણ સુદ ૪ના રવિવારે પૂજ્ય ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિ મ.સા.ના આજ્ઞાવર્તી પૂ.સા. શ્રી. સ્વ. દર્શનશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના પૂ.સા. શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યા બની સંયમની સાધના કરી રહ્યા છે. પૂજ્ય ગુરણી સા. શ્રી જયપ્રજ્ઞાશ્રીજી મ.સા. કાળધર્મ પામતાં જ્ઞાનધ્યાનમાં મસ્તતા અનુભવતા, પરમાત્મભક્તિમાં લીન બની પૂ.સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં સંયમ જીવનની આરાધના કરતાં પૃથ્વીતશે વિચરી રહ્યા છે. ધન્ય હો ! એ ગુરૂણીને! ધન્ય હો એમના માતા-પિતાને !
વંદન કરીએ ભક્તિભાવે “ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” એ ન્યાયે ગુણીજનના ગુણનું કીર્તન અને ગુણાનુરાગથી અમારો શ્રી જૈનસંઘ કૃતકૃત્ય બને અને એ પુણ્યાત્માઓ આત્મકલ્યાણ સાધી વહેલા મુક્તિ સંગી બને અને અમને પણ બનાવે એ જ શુભેચ્છા!
લિ. સીસોદર જૈન સંઘ
Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34