Book Title: Shobhan Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ 3 કિષ્ચિત્ પ્રાસ્તાવિકમ્ પ.પૂ. આચાર્યપ્રવર શોભનસૂરિ વિરચિતા ‘‘શ્રી શોભનસ્તુતિ’” ગ્રંથના પુનઃ પ્રકાશન પ્રસંગે અપૂર્વ આનંદની લહેર અંતરમાં પ્રસરે છે. ૨૪ જિનેશ્વર ભગવંતોના ૪-૪ થોયના જોડાઓને વિવિધ છંદ અને અલંકાર મળ્યા જોતા દિગ્મૂઢ બની જવાય છે. વિદ્વત્તા અને લાવણ્યતાનો અહીં સંગમ થયો છે. સંસ્કૃત ભાષા પરની ગજબની પકડ સાથે ભક્તિભાવથી ભીગી ભીગી સ્તુતિઓ હૃદયના તારને ઝણઝણાવ્યા વિના રહેતી નથી. સ્તુતિઓમાં પ્રતિબિંબિત થતું ભક્તહૃદય રચયિતા વિશે અપૂર્વ અહોભાવ જગાડે છે. તથા આત્માને ભક્તિરસમાં તરબોળ કરી દે છે. ચતુષ્ટીકામય સ્તુતિ ચતુર્વિશતિકા ઉપરાંત મહો. યશોવિજયજી વિરચિત ઐન્દ્રસ્તુતિ તથા શ્રીરવિસાગરમુનિકૃત શ્રીવીરસ્તુતિ તથા પૂર્વાચાર્યપ્રણિત પંચજિનસ્તુતિ (અવસૂરિઓ સહિત) અત્રે પ્રતિપાદિત છે. તે સર્વેનું સંશોધન-સંપાદન-સ્પષ્ટીકરણ-વિવરણાદિ પંડિતવર્ય શ્રી હીરાલાલ રસિકલાલ કાપડીયા (M.A) એ અતિપરિશ્રમ લઈને અતિપ્રશંસનીય અને અનુમોદનીય શ્રુતભક્તિ બજાવી છે. તથા તેનું પ્રકાશન આગમોદય સમિતિ તરફથી થયેલ. દુર્લભતા પામેલ ગ્રંથને સુલભ બનાવતા પુનઃ પ્રકાશન પ્રસંગે પૂર્વસંપાદક અને પૂર્વપ્રકાશક પ્રત્યે ભારોભાર કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. ગ્રંથની ગરવી ગરિમા અને સંપાદકનો પરિશ્રમ ગ્રંથનો ભૂમિકામાં ઘોતિત થાય છે. જેનું દિગ્દર્શન કરવા વાચકવર્ગને વિનંતિ છે. વિશેષ નોંધ : આજે જૈન શ્રમણ-શ્રમણી સમુદાયમાં સંસ્કૃત કાવ્યના અભ્યાસમાં નૈષધ, કીરાતાદિ જે જૈનેતર કાવ્યો કરાવાય છે જૈનકાવ્યસાહિત્ય પણ તિલકમંજરી, હીરસૌભાગ્ય, ઋષભપંચાશિકા, ભક્તામર, કલ્યાણમંદિરાદિ તથા પ્રસ્તુત શોભનસ્તુત્યાદિ ઉત્તમ કાવ્યોથી ભરપૂર છે. વળી આ કાવ્યો ભક્તિરસથી તરબરતર છે જે ભક્તહૃદયસર્જન-અંજનકારી છે. તેથી આ કાવ્યોનો અભ્યાસ પણ લાભદાયી થઈ શકે. પ્રસ્તુત ગ્રંથરત્ન પણ જાણે અભ્યાસની દૃષ્ટિએ જ તૈયાર થયું હોય તેમ તેના દિશાવલોકન પરથી જાણી શકાય છે. તેના અધ્યયન-અધ્યાપનાદિની પ્રવૃત્તિ આપણા શ્રીસંઘમાં વધે તે ઈચ્છવા યોગ્ય છે. આજે વર્ષો પૂર્વના આવા મહત્વના અને પ્રકાશિત ગ્રંથો ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. આવતીકાલે જોવા પણ મળશે કે કેમ તે પ્રશ્ન છે. લુપ્તપ્રાયઃ અને નષ્ટપ્રાયઃ થતા આવા ગ્રંથોને જાળવવા એ આપણે ફરજ છે. આપણા પૂર્વજોએ અતિપરિશ્રમ ને કાળજી લઈને આપણા સુધી તે પહોંચાડ્યા છે. આપણે આગળસુધી આ શ્રુતધારાને વહેતી રાખવાની છે. અને એ જ ઉદ્દેશ્યથી પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ.ભ.શ્રી. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રૃતોદ્ધારનું કાર્ય આરંભ્યું. આજ સુધીમાં ૨૭૫ જેટલા ગ્રંથો પુનર્મુદ્રિત થઈને શ્રી સંઘને ચરણે ભેટ ધરાયા છે. હજી પણ આ કાર્ય ચાલુ જ છે. શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવી અમોને આ કાર્યમાં સહાયતા બક્ષે એ જ અભ્યર્થના સહ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકુમાર બી. જરીવાલા Jain Education International લલિતભાઈ રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 562