Book Title: Shobhan Stuti
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ 7 જેઓ ૪૦/૪૦ વર્ષથી ચાલતા ‘દિવ્યદર્શન’ પાક્ષિકના માધ્યમે શુદ્ધ-સાત્વિક-શાસ્ત્રશુદ્ધમોક્ષૈકલક્ષી તાત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના ‘મહા ઉપકારક’ બન્યા હતા. જેઓ શાસ્ત્રો અને શાસ્ત્રીય પદાર્થોના અર્થની રક્ષા માટે પૂરી તાકાતથી ઝઝૂમી શાસ્ત્રની રક્ષા કરવા દ્વારા ‘સિદ્ધાંત સંરક્ષક' બન્યા હતા. જેઓ પરમતેજ-યોગદૃષ્ટિ સમુચ્ચય-યશોધર ચરિત્ર-અમીચંદની અમીદૃષ્ટિ-સીતાજીના પગલે પગલે જેવા તાત્વિક-સાત્વિક ૨૫૦ જેવા ગ્રંથોના સર્જન કરી ‘મહાન સાહિત્ય સર્જક’ બન્યા હતા. જેઓ જ્ઞાનસ્થવીર હતા, વયસ્થવીર હતા, પર્યાય સ્થવીર હતા. જેઓ જીવનભર સુધી અણિશુદ્ધ ‘સંયમના સાધક’ હતા. જેઓ વૈરાગ્યઝરતી વાણી દ્વારા અગણિત આત્માઓને સંસારના સુખથી વિમુખ કરીને મોક્ષાભિમુખ બનાવવા દ્વારા શ્રીસંઘના સાચા-સફળ ધર્મોપદેશક-માર્ગદર્શક બન્યા હતા. જેઓ સેકંડો યુવાનોને દીક્ષિત કરી, ભણાવી ગણાવી, વિદ્વાન અને સંયમી બનાવવા દ્વારા ‘શ્રમણોના ભિષ્મપિતામહ' બન્યા હતા. જેઓ દીર્ઘદષ્ટિ વાપરી શાસ્ત્રસાપેક્ષ રહી સંઘમાં વર્ષોથી ચાલતા સંઘર્ષો અને સંકલેશોનો અંત લાવવાના તનતોડ પ્રયત્નમાં પોતાનો સિંહફાળો આપવા દ્વારા ‘સંઘ એકતાના પ્રવર શિલ્પી’ બન્યા હતા. જે સંઘએકતાની ઠંડક અને મીઠા ફળો આજે શ્રીસંઘ ભોગવી રહ્યો છે. જેઓ શાસ્ત્રીય સંગીત અને રાગ-રાગીણીઓના સૂક્ષ્મજ્ઞાન સાથે કોયલ જેવા મધુર કંઠના કુદરતી વરદાનના સ્વામી હોવાને કારણે બેજોડ ‘સંગીત અને સ્વરસમ્રાટ’ હતા. તેમના મુખેથી ગવાતા સ્તવનો-સજ્ઝાયો સાંભળી ભાવિકો ડોલી ઉઠતા. જેઓશ્રીએ સંઘને ૨૫૦ જેવા વિદ્વાન અને સંયમી શિષ્યોની ભેટ ધરી. ૨૫૦ જેવા સાત્વિક ગ્રંથોની ભેટ ધરી, ૪૦/૪૦ વર્ષ સુધી મૌલિક સાહિત્યના રસથાળ સમા “દિવ્યદર્શન” ની ભેટ ધરી, સંઘર્ષો મીટાવી શ્રીસંઘની એકતા કરી (૫૦/૫૦ વર્ષ સુધી ભારતભરમાં વિચરી શાસ્ત્રીય દેશનાની અમૃતધારા વરસાવી). સાચા અર્થમાં “શ્રી સંઘકૌશલ્યાધાર” બન્યા હતા. Jain Education International એવા મહામહિમ ગચ્છાધિપતિ પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનાં ચરણોમાં સાદર સમર્પણ 海 事 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 562