________________
આચાર્ય શ્રીહેમચંદ્રના અભિધાનચિંતામણિ કોષમાં અવન્તી, વિશાલા અને પુષ્પકરંડિની આ ત્રણે ઉજ્જયિની (ઉજ્જૈન) ના પર્યાય' શબ્દો લખ્યા છે.
24
આનાથી આટલો ખુલાસો તો થઈ જાય છે કે, અવન્તી અને વિશાલા આ બે ઉજ્જૈનનાં અપર (પર્યાય) નામો છે. હવે શોભનની નગરી વિષે; ધારા (ધાર) અને ઉજ્જૈન આ બે મત રહ્યા.
ધારાના મતમાં પાંચ ગ્રંથો છે જ્યારે ઉજ્જૈનના મતમાં ત્રણ ગ્રંથો છે. આ બે મતભેદ ધરાવનાર ગ્રંથોમાં એક બાજું પ્રભાવકચરિત્ર, તિલકમંજરી, શોભનસ્તુતિટીકા જેવા ગ્રંથો છે અને બીજી બાજુ પ્રબંધચિંતામણિ છે.
પ્રબંધ ચિંતામણિના ઉલ્લેખને પ્રમાણ વગર વખોડી પણ કઢાય નહિ, તેથી મારો મત તો એવો છે કે ‘પરમાર વંશીય રાજા મુંજ ઉજ્જૈનમાં રાજધાની રાખી માળવાનું રાજ્ય કરતો હતો, તેના ઉત્તરાધિકારી ભોજે પણ ત્યાં જ પ્રારંભમાં રાજધાની રાખી હતી, પણ ગુજરાત તરફના રાજાઓનાં આક્રમણો તે વખતે અવારનવાર થયાં કરતાં હતાં, તેથી રખેને ગુજરાતથી દાહોદ, ગોધરા, રાજગઢ અને ધારાના રસ્તે થઇ ગુજરાતના રાજા માળવા ઉપર ચઢાઈ કરી આવે ? એવી આશંકાથી ભોજરાજાએ ધારમાં વધુ સ્થિરતા કરી બધાં દફ્તર ત્યાં આણ્યાં હોય ? એટલે કે ધારાનગરીને રાજધાની કરી ત્યાં વધુ વખત ભોજ રહેવા લાગ્યો હશે.' તે પછીના ઉલ્લેખોમાં ભોજ ધારાધીશ-ધારાપતિ તરીકે ઓળખાય છે.
જ્યારે રાજા ભોજ ઉજ્જૈનથી ધારા રહેવા ગયો તો તેના આશ્રિત પંડિતોએ પણ ત્યાંજ (ધારામાં) રહેવું જોઈએ; એટલે ધનપાલ, અને શોભનના પિતા પહેલાં ઉજ્જૈન રહેતા હશે ? અને પાછળથી રાજા ભોજની સાથે પોતાના પુત્રો ધનપાલ અને શોભનને લઈને તેઓ ધારામાં રહેવા ગયા હશે. એ હિસાબે ઉજ્જૈન અને ધારા આ બન્ને નગરીમાં ધનપાળ તથા શોભન રહ્યા હતા એમ માનવામાં કશો બાધ નથી. મારા આ મતથી પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ વિગેરે ગ્રંથોના ઉલ્લેખોના પણ સમન્વય થઈ શકે છે. પ્રબંધચિંતામણિમાં પૂર્વકાલની દૃષ્ટિએ વિશાલા (ઉજ્જૈની)નો અને પ્રભાવકચરિત્રાદિમાં ઉત્તરકાળની દૃષ્ટિએ ધારાનો ઉલ્લેખ છે એમ જણાય છે.
१ "उज्जयिनी स्याद् विशालाऽवन्ती पुष्पकरण्डिनी ॥
અભિધાનચિન્તામણિ'' ૪-૪૨
૨
હસ્વઈકારાન્ત અવન્તિ શબ્દ માલવાદેશનો વાચક છે, જુઓ હૈમકોષમાં (૪-૨૨) ૩ જુઓ પ્રબંધચિંતામણિનો ભોજભીમ પ્રબંધ.
૪
જુઓ સરસ્વતી કંઠાભરણની પ્રસ્તાવના તથા તિલકમંજરીની પ્રસ્તવના. ભોજનો રાજ્યકાલ વિક્રમ સં.૧૦૬૭ થી ૧૧૧૧ સુધી છે.
ભોજની રાજધાની ધારા (ધાર) માં હતી તે વિષે શાંતિસૂરિચરિત્ર, મહેન્દ્રસૂરિચરિત્ર, સૂરાચાર્યચરિત્ર, અભયદેવસૂરિચરિત્ર, બિલ્હણકવિનું વિક્રમાંકદેવચરિત્ર, ભોજભીમ પ્રબંધ, પાઈઅલચ્છીનામમાળા, સરસ્વતી કંઠાભરણ, પ્રમેયકમલમાર્તંડની પ્રસ્તાવના, રાજવંશાવલી અને હિંદુસ્તાની ત્રૈમાસિક વિગેરે ગ્રંથો જોવા. વિસ્તારના ભયથી હું અહીં વધુ વિચાર કરતો નથી, તથા તે તે ગ્રંથોના પાઠો આપતો નથી.
For Private & Personal Use Only
૫
Jain Education International
www.jainelibrary.org