________________
22
કેવું એકાગ્ર બન્યું હતું ? તેનું એક ઉદાહરણ પ્રભાવક ચરિત્રમાં મળે છે. જ્યારે શોભનમુનિ પ્રસ્તુત જિન સ્તુતિ ચતુર્વિશતિકા' બનાવતા હતા, તે અરસામાં તેઓ ગૌચરી (ભિક્ષા) લેવા ગયા. ચાલતાં ચાલતાં પણ પ્રસ્તુત કૃત બનાવવાની એકાગ્રતામાં તેમનું ચિત્ત પરોવાએલું હતું, તેથી ખ્યાલ નહિ રહેવાથી તેઓ એક જ શ્રાવકના ઘરે ત્રણવાર ફરી ફરી ગૌચરી ગયા. જ્યારે શ્રાવિકાએ શોભનમુનિને પૂછ્યું કે, “આમ ફરી ફરી ગોચરી આવવાનું શું કારણ ?' ઉત્તરમાં શોભનમુનિએ કહ્યું કે - “અત્યારે કવિતા બનાવવામાં જ મારું મન પરોવાયેલું છે તેથી મને ખબર ન રહી કે હું કોને ત્યાં જઉં છું અને શું કરું છું ?' પૂછનાર બાઈએ શોભનમુનિના ગુરુની આગળ પણ આ વાત કહી. ગુરુ આ વાતથી ઘણા જ રાજી થયા અને શિષ્યની જ્ઞાનરસિકતાથી સંતોષ પામી તેમણે શોભન મુનિનાં વખાણ કર્યા. શોભનમુનિને કવિતા બનાવવાનો કેવો રસ હતો તે આ એક જ પ્રસંગથી વાચકો જાણી શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષાઈ ઘણા લોકો આ સ્તુતિ ‘થોય' ને પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં બોલે છે. પાક્ષિક આદિ પ્રતિક્રમણોમાં આ પવિત્ર વિદ્વાનની થોય દાખલ કરાય તો કેવું સારું થાય ? શોભનમુનિનું અવસાન.
દુનિયામાં વિદ્વાનો અને સજ્જનો કોઈ કોઈ વાર જલ્દીથી જગતને છોડી ચાલ્યા જાય છે. શોભનમુનિ માટે પણ તેમજ થયું ! તેમને તાવનો ભયંકર જીવલેણ રોગ લાગુ પડ્યો, તેના પરિણામે યુવાવસ્થામાં તરત જ તેઓ મત્ય (મનુષ્ય) લોકને છોડી અમર્ત્ય લોક (સૌધર્મદેવલોક) ના અતિથિ થયા-સ્વર્ગવાસી થયા. દુર્ભાગ્યે તેમનું આ મરણ શા કારણથી, કયે સ્થળે અને કયે દિવસે થયું? તે જાણવાનું ચોક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, પણ શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્રાચિ. ની આવૃત્તિના “ભોજભીમ પ્રબંધ' માં પાઠ છે કે:- ‘શોભનમુનિ, સ્તુતિ કરવાના ધ્યાનની એકાગ્રતાથી એક બાઈને ત્યાં ત્રણવાર (ગૌચરી માટે) જવાથી તે બાઈની નજર લાગી અને તેથી શોભનમુનિ કાલ કરી ગયા - સ્વર્ગવાસી થયા.” મને લાગે છે કે જે બાઈને ત્યાં ત્રણવાર ગૌચરી જવાનું પ્રભાવક ચરિત્રના મતથી હું ઉપર લખી ગયો છું તેજ બાઈની કદાચ શ્રી શોભનમુનિને નજર લાગી હશે. આવા કારણથી સાધુનું મૃત્યુ થાય તેવા દાખલાઓ બહુજ વિરલ બને છે, પણ આમાં બે ઐતિહાસિક ગ્રંથોના પાઠો છે એટલે આ વાતને આપણે જુહી કહેવાનું સાહસ તો ન જ કરી શકીએ. ઉપર્યુક્ત કારણથી તેઓ ગુજરાતમાં ઘણે ભાગે (પાટણમાં ?) લગભગ ત્રીસથી ચાળીશ વર્ષની ઉમરમાં અકાળે સ્વર્ગવાસી થયા હશે ? એમ મારું અનુમાન છે.
સાહિત્ય દષ્ટિએ મહાન શક્તિ ધરાવનાર, અનેક ગ્રંથો લખવાની અને શાસનની સેવા કરવાની ઉદાત્ત ભાવનાવાળા આ તરૂણમુનિ જે વધુ જીવ્યા હોત તો કાવ્ય અને અલંકારના અનેક મૌલિક ગ્રંથોનો જૈન સમાજને વારસો આપી શક્યા હોત, પણ કમનસીબે તેમ ન બન્યું ! ફક્ત તેમની
૪
૧ જુઓ મહેન્દ્રસૂરિ ચરિત્ર. (પ્રભાવક ચરિત્રમાં)
इतश्च शोभन: स्तुतिकरणध्यानाद् एकस्या गृहे त्रिर्गमनात् तस्या दृष्टिदोषाद् मृतः । प्रान्ते निजभ्रातुः पार्थात्
સ્તુતીનાં વૃત્તિ યિત્વ અનશનાતું સૌધર્મે અતઃ પ્રબન્ધચિન્તામણિ પૃ.૪૨. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
૨