________________
14
ભૂલ જ ગણાય, ભયંકર અન્યાય જ થાય, એમ મારું માનવું છે. જે તેમ ન હોય તો “સિદ્ધસેન દિવાકર” કે જેઓનું કલ્યાણ મંદિર સ્તોત્ર' સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગી મળ્યું નથી, છતાં તેમને માટે, હજારો શ્લોકોનાં કાવ્યો રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાનું કવિ “મનુસિદ્ધસેને
વય” (સિ.હૈ-૨-૩ પૃ. ૭૨) કહી તેમને મહાકવિનું માન આપે છે; તેથી એમ માનવું જોઈએ કે કવિતા બનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હોવી જુદી વસ્તુ છે. આપણા “શોભનમુનિ' પણ તેવા જ કવિ હતા, કે જેઓ શબ્દાલંકાર અને ભક્તિના પૂરથી છલકતી ‘નિસ્તુતિર્વિશતિ' નામની એક જ કૃતિ જગતને આપી તરૂણવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની આલોચના કરવાનું કામ આગળ ઉપર રાખી, આ કૃતિના કર્તા (શોભનમુનિ)ના જીવન ચરિત્ર તરફ હું વાચકોને લઈ જવા માગું છું.
શ્રી શોભન મુનિના જીવન ઉપર પ્રકાશ અત્યાર લગી પ્રકાશિત થએલ જૂના અને નવા ગ્રંથોમાં શ્રી શોભન મુનિનું જીવન ચરિત્ર બહુ જ ટૂંકાણમાં, અને તે પણ અપૂર્ણ મળે છે. તેમનાં જન્મસ્થાન, માતા, પિતા અને ગુરુનાં નામના સંબંધમાં અનેક ગ્રંથકારો જુદા જુદા મત આપે છે, પણ મને તો આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (શોભન મુનિના વડીલ ભાઈ) ના ગ્રંથો, પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ વધુ પ્રામાણિક લાગે છે. શ્રી શોભનના પૂર્વજો અને તેનું પ્રારંભિક જીવન
શોભન મુનિનું જીવન ભિન્ન ભિન્ન બે પ્રકારના સંસ્કારોથી ઘડાયું છે- જન્મથી તેમનામાં વૈદિક સંસ્કારો પોષાયા છે અને દીક્ષા પછીથી જૈન સંસ્કારોએ તેમાં અપૂર્વ સુધારણા કરી નવું તેજ ઉત્પન્ન કર્યું છે. જન્મથી તેઓ વૈદિક બ્રાહ્મણ હતા. સહુ પહેલાં આપણે તેમના ભાઈ ધનપાળની કૃતિ “તિલકમંજરી” તરફ નજર નાખીશું. મહાકવિ ધનપાળ પોતાનો પરિચય આપતાં તેમાં લખે છે :
મધ્યદેશ કે જેને આજકાલ સંયુક્ત પ્રાંત (યુ.પી.) કહેવામાં આવે છે, તેમાં આવેલા “સાંકાશ્ય નગરનો રહેવાસી ‘દેવર્ષિ બ્રાહ્મણ હતો. તેનો પુત્ર “સર્વદેવ' થયો, જે શાસ્ત્રકળા અને ગ્રંથ રચવામાં નિપુણ હતો. આ સર્વેદવને બે પુત્રો થયા, મોટો “ધનપાળ' અને નાનો “શોભન'. આપણા ચરિત્રનાયક આ જ શોભન છે. ધનપાળના પિતા સર્વદવ, “ભોજ' ની “ધારા' (ધાર) નગરીમાં આવી રહ્યા હતા. તેમના બંને પુત્રીનો જન્મ ક્યાં થયો, તેનો નક્કી ખુલાસો જો કે આપણને મળતો
___ “आसीद् द्विजन्माऽखिलमध्यदेशे प्रकाशसाङ्काश्यनिवेशजन्मा।
अलब्ध देवर्षिरिति प्रसिद्धिं यो दानवर्णित्वविभूषितोऽपि ॥५१॥ शास्त्रेष्वधीती, कुशलः कलासु, बन्धे च बोधे च गिरां प्रकृष्टः। તસ્થSSત્મની સમયૂન્મદાત્મા, ટુવ: સ્વયમૂવિ સર્વવ: IIધ રા”
For Private & Personal Use Only
તિલકમંજરીની પીઠિકા
Jain Education International
www.jainelibrary.org