Book Title: Shatabdi Yashogatha
Author(s): Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
| શ્રી મનોરંજન પાર્શ્વનાથાય નમઃ |
પ્રકાશકીય નિવેદન
પ્રાચીન અને મનમોહક પ્રતિમાજીથી વિરાજિત, ૧૨-૧૨ ભવ્ય જિનાલયોથી સુશોભિત મહેસાણાનગરમાં શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાએ એકસો (૧૦૦) વર્ષ પૂર્ણ કરી ૧૦૧મા વર્ષમાં મંગળ-પ્રવેશ કર્યો છે. આ અવસરે આ ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો અત્યંત આનંદ સાથે ગૌરવ અનુભવીએ છીએ.
વિક્રમ સંવત્ ૧૯૫૪ના નૂતન વર્ષના પ્રારંભમાં કાર્તિક શુક્લીય ત્રીજના શુભ દિને ક્રિયાચુસ્ત પૂ. ૧૦૦૮ શ્રી રવિસાગરજી મહારાજા તથા શ્રુતભક્ત પૂ. ૧૦૦૮ શ્રી દાનવિજયજી મહારાજાના સદુપદેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તે સમયના સંસ્થાના મૂળભૂત સિદ્ધાન્તોઉદેશોને વળગી રહી દશ દશ દાયકાની સુદીર્ઘ મંજિલ કાપીને અગિયારમા દાયકામાં શુભ પ્રયાણ કર્યું છે. તેથી અમો ધન્યતા અનુભવીએ છીએ.
ધાર્મિક જ્ઞાનના પ્રચારાર્થે ભારતભરમાં મશહૂર આ સંસ્થાએ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા આજ સુધીમાં ૧૦૧ ધાર્મિક પાઠ્ય પુસ્તકો વગેરેનું પ્રકાશન કરેલ છે.
સંસ્થાનાં 100 વર્ષની ઉજ્જવલ કારકિર્દીનો પ્રકાશ આપતા અને દરેક બાબતોને આવરી લેતા આ ગ્રન્થને પ્રગટ કરતાં અમોને અક્ષરાતીત આનંદ અનુભવાય છે.
દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિવિધ પ્રવૃત્તિઓથી આ સંસ્થાએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના હૃદયમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે. જૈનજગતમાં અગ્રિમતાને પ્રાપ્ત કરી છે. એ જ ૧૦૦ વર્ષની સિદ્ધિને મૂક ભાવે કહી આપે છે.
આ હૂડા અવસર્પિણીના યુગે યુગે પરિવર્તનશીલ કાળમાં ૧૨૦૦ મહિનામાં અનેક ઝંઝાવાતો આવ્યા હશે, છતાં તેના ઉદ્દેશ પ્રમાણે શ્રી વીતરાગ પરમાત્માના શાસનની મર્યાદામાં જે અડીખમ અણનમ રહી છે. એવી આ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઊજવવાની અમોને ઉજવેલ તક મળી છે.
(O)
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 370