Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 9
________________ ૩. આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે. દિવસો પર્યુષણાના ચાલતા હતા. આજે કલ્પધરનો દિવસ હતો. ભાવનગરનો ઉપાશ્રય આજે ભરાઈ ગયો હતો. ‘વ્યાખ્યાનમાં પધારો' એમ શ્રાવકોએ વિનંતી કરી. ચારિત્રવિજયજી મહારાજ ગુરુ મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે રજા લેવા આવ્યા. સાથે બે વર્ષના દીક્ષાપર્યાયવાળા નેમિવિજયજી પણ હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજે નેમિવિજયજીની સામે જોયું ને કહ્યું, “કપડો આવો કેમ પહેર્યો છે. આ મારો કપડો પહેરી લે.’’ ચારિત્રવિજયજી મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા. બાજુમાં જ નેમિવિજયજીને બેસવા કહ્યું. તેમને અચરજ થયું. થોડીવાર વ્યાખ્યાન વાંચીને ચારિત્રવિજયજી મહારાજે પચ્ચક્ખાણ આપવા ઘોષણા કરી. આજે પહેલાં કેમ પચ્ચક્ખાણ આપ્યા ?’’ એમ નેમિવિજયજીએ પૂછ્યું. પર્યુષણમાં તપસ્યાવાળા હોય તે તેમને પાણી વાપરવું હોય તેથી. પણ વળતી પળે નેમિવિજયજીના હાથમાં પાનાં સોંપતાં ચારિત્રવિજયજી બોલ્યા, “આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે.’’ આટલું બોલી પુરિમ ચરિમાણ કપ્પો. કહીને પાટ ઉપરથી નીચે ઊતરી ગયા અને બધાના આશ્ચર્ય વચ્ચે કલ્પસૂત્રની પીઠિકાનું વ્યાખ્યાન નેમિવિજયજીએ સુંદર રીતે વાંચી સંભળાવ્યું. સભા આનંદવભોર બની ગઈ. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે તે આનું નામ. ।। નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરયે ।। Jain Education International For Private & Personal Use Only ७ www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36