Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ ૭. ચમત્કારો બની શકે છે. વિ.સં. ૧૯૬૬માં એક અદ્ભુત ઘટના બની. બોટાદમાં મહંમદ છેલનું નામ જાદુગર તરીકે મશહૂર હતું. એ મહંમદ છેલ એકવાર પૂજ્યશ્રી પાસે આવ્યો. અને એકાદ જાદુનો પ્રયોગ બતાવ્યો. પૂજ્યશ્રી એ જોઈને સહેજ પણ ન અંજાયા અને ઊલટાનું તેઓએ જાદુગર છેલને કહ્યું કે – “મહંમદ છેલ ! તમારી વિદ્યાનો પ્રયોગ કોઈ સાધુ-સંતની મશ્કરી કે હાંસી માટે ન થઈ જાય તેની તકેદારી રાખજો.” પછી પૂજ્યશ્રીએ ત્રણ બાજોઠ મંગાવ્યા. એ લાવનાર શ્રાવક હાજર હતા ને છેલની સામે જ એ ત્રીજા બાજોઠ ઉપર પોતે વિરાજ્યા. અને છેલને કહ્યું કે વચલો બાજોઠ ખસેડી લો. અને મહંમદે વચલો બાજોઠ લઈ લીધો. મહારાજસાહેબ અદ્ધર રહ્યા. છેલ તો જોઈ જ રહ્યો. આ શું ! તેને એમ કે વચલો બાજોઠ ખેંચી લીધો એટલે હમણાં નીચે પડશે પણ નવાઈની વાત બની કે પૂજ્યશ્રી તો ઉપરના બાજોઠ ઉપર એમ જ પ્રસન્ન મુદ્રામાં વિરાજેલા રહ્યા. મહંમદ છેલ આ જોઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં નમી પડ્યા. તેને ખાત્રી થઈ કે જૈન સાધુઓમાં પણ આજે આવી પ્રભાવ-શક્તિ છે. જાદુનું પણ જાદુ એ મનની સંયમશક્તિ છે. આવા સંયમના સ્વામી પૂજ્યશ્રીના ચરણે વંદન. / નમો નમ: શ્રી ગુરુ મજૂર / ૧૫ Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36