________________
૧૨. કુદરત પણ સેવા કરે એવો દિવ્ય પ્રભાવ
વિ.સં. ૧૯૮૮ની વાત છે. બોટાદ ચોમાસાની જય બોલાઈ ગઈ. અને અમદાવાદથી બોટાદ તરફનો વિહાર થયો. આર્દ્રા નક્ષત્રને તેર દિવસની વાર હતી. કોઠ-ગુંદી થઈને ફેદરા આવ્યા. ફેદરાથી સાંજે ખડોળની નજીકની જગ્યાએ મુકામ હતો. ભાલપ્રદેશનાં ખુલ્લાં ખેતરોમાં જ મુકામ રાખ્યો હતો. તંબૂ બાંધ્યો હતો. મહારાજ સાહેબ સહિત સાત ઠાણાં હતાં.
સૂર્યાસ્તે લગભગ ત્યાં પહોંચ્યા. આજુબાજુના ખેડૂતો ભેગા થઈ ગયા. કહે કે બાપજી વીંછીનો ઉપદ્રવ છે. સંભાળજો. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીએ તંબૂ ફરતી માટીની પાળ કરાવી. અને સાધુઓને કહ્યું કે રાત્રે આ પાળ ઓળંગતા નહીં. રાત્રે વીંછી આવ્યા પણ પાળથી પાછા ફરી જતા. એક સાધુ મહારાજને ખ્યાલ ન રહ્યો અને જેવી પાળ ઓળંગીને વીંછીએ ડંખ દીધો. ચીસ પડી ગઈ. પૂજ્યશ્રીએ હાથ ફેરવીને વીંછી ઉતાર્યો.
સવારે આગળ વિહાર કરવા તૈયાર થયા. ત્યાં પાસેના માણસોએ કહ્યું કે વરસાદ આવ્યો છે. અને જોવા માટે માણસ મોકલ્યો તો ૫૦/૬૦ ડગલાં આગળ પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં. પણ તંબૂમાં ટીપુંય પડ્યું ન હતું. ફરતાં ચારે બાજુ ફરફર ચાલુ હતી. ત્યારે પણ તંબૂ કોરોકટ હતો.
પૂજ્યશ્રીના ચારિત્ર્યધર્મનો આવો આશ્ચર્યકારી પ્રભાવ હતો.
।। નમો નમ: શ્રી ગુરુ નેમિસૂર્ય
Jain Education International
For Private & Personal Use Only
૨૫
www.jainelibrary.org