Page #1
--------------------------------------------------------------------------
________________
શાસનસમ્રાટનાં તેજકિરણો પ્રસંગ ચિત્રમાળા
Nemisuri
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન અવસરે બે શબ્દ... શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના અર્ધશતાબ્દી ઉજવણીના અવસરે તપોશ્રીના ગુણરાશિ અને ઉપકારશ્રેણિને સંભારી સંભારીને મનમાં એવું એવું થાય છે કે શું કરીએ અને શું ન કરીએ ! શ્રી કુમારપાળ દેસાઈએ એક વિચાર આપ્યો કે “આ અવસરે પૂજ્યશ્રીના સોળ જીવનપ્રસંગો અને સોળ ચિત્રોની એક સચિત્ર પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવે તો સામાન્ય વર્ગને પૂજ્યશ્રીના પ્રભાવક જીવનનો પરિચય મળે.” વિચાર ગમી ગયો. સોળ પ્રસંગો લખાયા. તેને અનુરૂપ ચિત્રો બનાવનાર શ્રી મયૂરભાઈ સોની પણ મળી આવ્યા. ચિત્રો તૈયાર થયાં અને તેને પ્રકાશિત કરવા માટે ઉલ્લાસથી લાભ લેનારા શ્રી રાજેન્દ્રભાઈ ભગુભાઈ તથા જસવંતલાલ બાબુલાલ તલકચંદ પરિવાર પણ મળ્યા. અને પરિણામે પુસ્તક તમારા હાથમાં મૂકી શક્યા. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની અર્ધશતાબ્દી ઉજવવાનો અવસર આવ્યો એટલે ઓપેરા સંઘના ભાઈઓ થનગનવા લાગ્યા. ગણિ શ્રી રાજહંસવિજયજીએ તો ધૂણી ધખાવી દીધી. દિવસરાત તેના કાર્યનો યજ્ઞ માંડ્યો અને તેના પરિણામ સ્વરૂપ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ તથા પૂજ્યપાદ આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ આદિની નિશ્રામાં ઉજવનાર ગુરુગુણસ્તુતિનો મહોત્સવ ઓપેરા શ્રી સંઘને માટે વર્ષો સુધી યાદગાર બની રહેશે તેમાં શંકા નથી. આ ઉજવણીનો હેતુ શ્રી સંઘને આવા પ્રભાવક પુરુષો પ્રાપ્ત થતા રહે તે છે અને તે પરમકૃપાળુ પરમગુરુની કૃપાથી સફળ થાઓ. –એ જ.
પ્રકાશક
Page #3
--------------------------------------------------------------------------
________________
શાસનસમ્રાટનાં તેજકિરણો
પ્રસંગ ચિત્રમાળા
: પ્રસંગ લેખન : શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ
શિષ્ય
આ. વિજયપ્રદ્યુમ્નસૂરિ મહારાજ
વિ સં.
તારીખ ૮-૧૧-'૯૯
૨૦૧૫ દિવાળી
: પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ-૧
C/o. અજંતા પ્રિન્ટર્સ, લાભ કોપ્લેક્ષ, ૧૨-બી, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ નવજીવન, અમદાવાદ-૧૪
કિંમત : પચ્ચીસ રૂપિયા
Page #4
--------------------------------------------------------------------------
________________
૯
હાં... હાં... આ તો છાશ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧. હાં... હાં... આ તો છાશ છે.
પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી નાની વયમાં પણ ચતુર હતા. બુદ્ધિ સતેજ હતી.
વાત એવી બની કે ૪/૫ મહેમાન બહારગામથી આવેલા અને તેઓની સાથે ત્યાં સ્થાનિક જ મહુવામાં એક બીજા સગાને ત્યાં જમવા જવાનું હતું. અને તેમાં નેમચંદ (ઉ. વર્ષ૧૦)ને પણ સાથે જવાનું હતું. ત્યાં ગયા, પંગતમાં મહેમાનને બેસાર્યા. વય નાની તેથી મહેમાન પછી નેમચંદનો નંબર હતો.
રસોઈ પીરસવામાં આવી. બધાં જમી લે પછી રોટલા ને દૂધ આપવાનો રિવાજ હતો. એટલે મહેમાનોને રોટલો અને દૂધ પીરસવામાં આવ્યું. અને નેમચંદને રોટલો અને છાશ પીરસ્યાં. ચકોર નેમચંદ તુર્ત પામી ગયા. મહેમાનના દૂધના છાલિયામાં દૂધ ઓછું જોયું એટલે યજમાને ફરી દૂધ આપવા આગ્રહ કર્યો, તે વખતે નેમચંદે પોતાના છાલિયાની છાશ મહેમાનના છાલિયામાં રેડવા માંડી એટલે યજમાન તુર્ત બોલ્યા : ‘હાં... હાં... શું કરો છો ? આ તો છાશ છે.” નેમચંદ કહે, ‘“મારે તમને એ જ જણાવવું હતું.’’ યજમાન ભોંઠા પડ્યા. નાના છોકરાની ચતુરાઈ જોઈને અચંબામાં પડી ગયા. નાનું પણ સિંહનું બચ્ચું તે આનું નામ.
,,
।। નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂવે ।।
3
Page #6
--------------------------------------------------------------------------
________________
મેં કામ તો સારું કર્યું છે ને ?
Page #7
--------------------------------------------------------------------------
________________
૨. મેં કામ તો સારું કર્યું છે ને ?
વાત છે વિ. સં. ૧૯૪પની. ભાવનગરમાં મારવાડીના વંડાના ઉપાશ્રયે મહુવાના નેમચંદે પંદર વર્ષની ઉંમરે પોતે જાતે દીક્ષાનો વેશ પહેરી લીધો છે. મહુવા પિતા લક્ષ્મીચંદ અને માતા દિવાળીબહેનને સમાચાર મળ્યા. તાબડતોબ સગા-વ્હાલાં સાથે ભાવનગર આવી ગયાં. ઉપાશ્રયમાં ગયા. નેમચંદને સાધુનાં કપડામાં જોયા ને દિવાળીબા તો છાતી ફૂટવા લાગ્યાં. કલ્પાંત કરવા લાગ્યાં. દીકરાએ આ શું કર્યું ?
પૂજયશ્રી તો તટસ્થ ભાવે નિર્લેપપણે આ બધું જોતા રહ્યા. સાંભળતા રહ્યા. બધું શાંત પડ્યું એટલે દિવાળીબાની સામે જોઈને પૂછે છે કે, “આ કામ મેં જે કર્યું છે તે સારું કર્યું છે ને ! કે ખરાબ કર્યું છે ! તમે કહો !”
પિતા લક્ષ્મીચંદ તો ધર્માનુરાગી હતા જ. માતા દિવાળીબા પણ સમજુ હતાં. “અમને પૂછીને કર્યું હોત તો સારું હતું.” આટલું બોલીને હાથ જોડવા લાગ્યાં. પૂજ્યશ્રીનો વૈરાગ્ય ને નિશ્ચલતા લલાટ ઉપર દેખાતાં હતાં. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ।।
Page #8
--------------------------------------------------------------------------
________________
આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે.
GXX
Page #9
--------------------------------------------------------------------------
________________
૩. આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે.
દિવસો પર્યુષણાના ચાલતા હતા. આજે કલ્પધરનો દિવસ હતો. ભાવનગરનો ઉપાશ્રય આજે ભરાઈ ગયો હતો. ‘વ્યાખ્યાનમાં પધારો' એમ શ્રાવકોએ વિનંતી કરી. ચારિત્રવિજયજી મહારાજ ગુરુ મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે રજા લેવા આવ્યા. સાથે બે વર્ષના દીક્ષાપર્યાયવાળા નેમિવિજયજી પણ હતા. વૃદ્ધિચંદ્રજી મહારાજે નેમિવિજયજીની સામે જોયું ને કહ્યું, “કપડો આવો કેમ પહેર્યો છે. આ મારો કપડો પહેરી લે.’’
ચારિત્રવિજયજી મહારાજ પાટ ઉપર બિરાજમાન થયા. બાજુમાં જ નેમિવિજયજીને બેસવા કહ્યું. તેમને અચરજ થયું. થોડીવાર વ્યાખ્યાન વાંચીને ચારિત્રવિજયજી મહારાજે પચ્ચક્ખાણ આપવા ઘોષણા કરી. આજે પહેલાં કેમ પચ્ચક્ખાણ આપ્યા ?’’ એમ નેમિવિજયજીએ પૂછ્યું. પર્યુષણમાં તપસ્યાવાળા હોય તે તેમને પાણી વાપરવું હોય તેથી.
પણ વળતી પળે નેમિવિજયજીના હાથમાં પાનાં સોંપતાં ચારિત્રવિજયજી બોલ્યા, “આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે.’’ આટલું બોલી પુરિમ ચરિમાણ કપ્પો. કહીને પાટ ઉપરથી નીચે ઊતરી ગયા અને બધાના આશ્ચર્ય વચ્ચે કલ્પસૂત્રની પીઠિકાનું વ્યાખ્યાન નેમિવિજયજીએ સુંદર રીતે વાંચી સંભળાવ્યું. સભા આનંદવભોર બની ગઈ. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે તે આનું નામ.
।। નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરયે ।।
७
Page #10
--------------------------------------------------------------------------
________________
“મારા માણેક કરતાં મહારાજ સાહેબ મહાન છે.”
Page #11
--------------------------------------------------------------------------
________________
૪. “મારા માણેક કરતાં મહારાજ સાહેબ મહાન છે.” અમદાવાદના શ્રેષ્ઠીઓમાં મનસુખલાલ ભગુભાઈનું નામ પહેલી હરોળમાં લેવાતું હતું. આ મનસુખભાઈ પૂજયશ્રીના પરમ સમર્પિત ભક્ત હતા. વાત એવી હતી કે ૧૯૫૯ની સાલમાં પૂજયશ્રી ભાવનગરમાં ચાતુર્માસ વિરાજમાન હતા. શ્રી ભગવતીજીસૂત્રના જોગ ચાલતા હતા. ચાલુ ચોમાસે ભાવનગરમાં પ્લેગ રોગ ફેલાયો. બધા ગભરાયા. પૂજ્યશ્રી સહિત પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ વગેરે દ્વારા ભાવનગરથી થોડે દૂર વરતેજ ગામે પધાર્યા. ત્યાં પણ રોગનો વાવર ફેલાયો. એમાં એક દિવસ પૂજ્યશ્રીને પણ તાવ આવ્યો. એક બે દિવસ થયા અને તાવ ને ઊતર્યો એટલે મુનિશ્રી મણિવિજયજી મહારાજે અમદાવાદ મનસુખભાઈ ભગુભાઈને સમાચાર મોકલાવ્યા. સમાચાર મળતાવેંત મનસુખભાઈએ ભાવનગર પોતાના પરિચિત ડોકટરને કહેવરાવ્યું પણ એટલાથી સંતોષ ન થયો. એ રાત્રે સતત પૂજયશ્રીની તબિયતના સમાચાર મેળવવા માટે થોડી થોડી વારે તાર કરાવતા જ રહ્યા. પોસ્ટમાસ્તર આ ઉપરાઉપરી આવતા તારથી મુંઝાઈ ગયો. આશ્ચર્યમાં પડ્યો કે એક જ રાતમાં, આટલા બધા એશી જેટલા તાર જેના માટે આવ્યા તે માણસ કોણ છે ! કેવા છે ! આ બાજુ તાવ નોર્મલ ન થાય ત્યાં સુધી સમાચાર પણ શું આપવા ! વળતે દિવસે અમદાવાદથી પોતાના ફેમિલી ડોકટર જમનાદાસને કહ્યું કે, “તમે બધી દવા વગેરે લઈને જાવ.” ડોકટર કહે, “તમે તમારા એકના એક દીકરા માણેકને આવી માંદગી છે ને તેને મૂકીને તમે મને ભાવનગર (વરતેજ) મોકલો છો !” મનસુખભાઈ ગળગળા અવાજે કહે કે ““ડોકટર! મારો માણેક ધર્મના પ્રભાવે સારો થઈ જશે, છતાં મારી સાથે લેણાદેણી ઓછી નીકળી તો મારા કુટુંબને દુઃખ થશે. પણ પૂજય મહારાજસાહેબને કાંઈ થયું તો તમામ ભારતના સંઘોને અને સર્વેને દુઃખ થશે. તમે કશું બોલ્યા વિના આ ઘડીએ જ વરતેજ જવા રવાના થાવ.” ડોકટર તો ચૂપ થઈને નીકળી ગયા. મનોમન વિચારતા રહ્યા. કેવા એમના મહારાજ અને કેવા એ મહારાજના સમર્પિત ભક્ત શ્રાવક ! ધન્ય છે તેમને. ગુરુભક્તિનું યાદગાર ઉદાહરણ પૂરું પાડ્યું. / નો નમ: શ્રી ગુરુ નેમિસૂર //
Page #12
--------------------------------------------------------------------------
________________
માછીમારોને પણ સારા માણસ બનાવ્યા.
Page #13
--------------------------------------------------------------------------
________________
૫. માછીમારોને પણ સારા માણસ બનાવ્યા વિ. સં. ૧૯૬૫ની વાત છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીએ મહુવાથી જે દરિયાકાંઠે શરૂ થાય છે, ત્યાં જે માછીમારો છે ત્યાં વિચર્યા અને જે હિંસા થતી હતી તે ઉપદેશ આપીને બંધ કરાવી. નિય ગામના વતની નરોત્તમદાસ ઠાકરશી નામના ગૃહસ્થ પૂજ્યશ્રીની સાથે રહ્યા. એ દરિયાકાંઠો વાલાક અને કંઠાલ પ્રદેશના નામે ઓળખાય છે. તે તરફનાં જે ગામો છે વાલર, તલ્લી, ઝાંઝમેર વગેરે. ત્યાંની બહાર જે માછીમારોનાં ઘર હોય ત્યાં જવાનું, રહેવાનું અને એ માછીમારોને એ સમજે તેવી ભાષામાં ઉપદેશનાં વચનો કહીને તેમની વંશપરંપરાગત આ માછી મારવાની પ્રવૃત્તિ બંધ કરાવવી.મહારાજ સાહેબનાં વચનોની અમોઘ અસર માછીમાર ઉપર થઈ. આવું કામ પૂજ્યશ્રીએ કર્યું. કેટલાય માછીમારોએ પોતાની જાળ લાવીને પૂજ્યશ્રીના ચરણે ધરી દીધી અને શાકની લારી જેવો ધંધો શરૂ કર્યો. / નમો નમ: શ્રી ગુરુ નેમિપૂર //
Page #14
--------------------------------------------------------------------------
________________
સાધુને જરજમીન ન હોય
Page #15
--------------------------------------------------------------------------
________________
૬. સાધુને જરજમીન ન હોય
વિ. સં. ૧૯૬૬ની સાલ હતી. કદંબરિ તીર્થનાં પગરણ મંડાણાં હતાં. જિનમંદિર માટે જગ્યાની વાતચીત ચાલતી હતી. એ બધી જમીન બોદાના નેસમાં વસતા કામળીયા દરબારોની હતી. પૂજ્ય મહારાજ સાહેબે આ બધાને ઉપદેશ આપીને વ્યસનો છોડાવ્યાં હતાં. પૂજ્યશ્રીની વાણી વાણીનું વરદાન પામેલી હતી. તેથી તેઓનાં જીવનમાં પરિવર્તન આવ્યું હતું.
તેઓએ આવા તીર્થના કામમાં જમીન વપરાતી હોય તો જમીન ભેટ આપવા કહ્યું. મહારાજસાહેબે કહ્યું કે, “જમીન ટોકન કિંમતે લેવાની છે.'' દરબારો જમીન ભેટ આપવાની અને તે પણ પૂજ્યશ્રીને આપવાની વાતે અડગ રહ્યા. પૂજ્યશ્રીએ સમજાવ્યા, જગ્યા અમારે નામે ન લેવાય.’’ દરબારો કહે કે ''અકબર બાદશાહે તો ફરમાનો હીરવિજયસૂરિ મહારાજને આપ્યાં હતાં.’’ મહારાજસાહેબ કહે કે, “હું તો તેઓના પગની રજ પણ નથી. વળી સાધુને જરજમીન ન હોય.’’ છેવટે ઉપરના નવ પ્લોટ આ.ક. પેઢીને આપવા અને દસ્તાવેજમાં “પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને દરબારોને દુર્વ્યસનથી છોડાવ્યા છે.’’ આવો ઉલ્લેખ કરવાનું નક્કી થયું. અને તે જગ્યા ઉપર વાદળથી વાતો કરે તેવાં જિનમંદિરો બંધાવ્યાં. જમીનની વાતે મહારાજસાહેબ સહેજ પણ લોભાયા નહીં. આવી નિઃસ્પૃહતા તેઓના જીવનમાં હતી. // નમો નમ: શ્રી ગુરુ નેમિસૂવે ।।
१२
Page #16
--------------------------------------------------------------------------
________________
ચમત્કારો બની શકે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૭. ચમત્કારો બની શકે છે. વિ.સં. ૧૯૬૬માં એક અદ્ભુત ઘટના બની. બોટાદમાં મહંમદ છેલનું નામ જાદુગર તરીકે મશહૂર હતું. એ મહંમદ છેલ એકવાર પૂજ્યશ્રી પાસે આવ્યો. અને એકાદ જાદુનો પ્રયોગ બતાવ્યો. પૂજ્યશ્રી એ જોઈને સહેજ પણ ન અંજાયા અને ઊલટાનું તેઓએ જાદુગર છેલને કહ્યું કે – “મહંમદ છેલ ! તમારી વિદ્યાનો પ્રયોગ કોઈ સાધુ-સંતની મશ્કરી કે હાંસી માટે ન થઈ જાય તેની તકેદારી રાખજો.” પછી પૂજ્યશ્રીએ ત્રણ બાજોઠ મંગાવ્યા. એ લાવનાર શ્રાવક હાજર હતા ને છેલની સામે જ એ ત્રીજા બાજોઠ ઉપર પોતે વિરાજ્યા. અને છેલને કહ્યું કે વચલો બાજોઠ ખસેડી લો. અને મહંમદે વચલો બાજોઠ લઈ લીધો. મહારાજસાહેબ અદ્ધર રહ્યા. છેલ તો જોઈ જ રહ્યો. આ શું ! તેને એમ કે વચલો બાજોઠ ખેંચી લીધો એટલે હમણાં નીચે પડશે પણ નવાઈની વાત બની કે પૂજ્યશ્રી તો ઉપરના બાજોઠ ઉપર એમ જ પ્રસન્ન મુદ્રામાં વિરાજેલા રહ્યા. મહંમદ છેલ આ જોઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં નમી પડ્યા. તેને ખાત્રી થઈ કે જૈન સાધુઓમાં પણ આજે આવી પ્રભાવ-શક્તિ છે. જાદુનું પણ જાદુ એ મનની સંયમશક્તિ છે. આવા સંયમના સ્વામી પૂજ્યશ્રીના ચરણે વંદન. / નમો નમ: શ્રી ગુરુ મજૂર /
૧૫
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્લોકનો અર્થ જે કરી આપે તેને પોથી ભેટ.
Page #19
--------------------------------------------------------------------------
________________
૮. શ્લોકનો અર્થ જે કરી આપે તેને પોથી ભેટ વિ.સં. ૧૯૭૨નું ચોમાસું સાદડી (રાણકપુર, રાજ.)માં વિરાજતા હતા. ચાતુર્માસમાં સાધુઓને પઠન-પાઠનનું કાર્ય બહુ જોરમાં ચાલુ હતું. ઉંમર નાની હતી. ક્ષયોપક્ષમ તીવ્ર હતો. સરખે સરખા સાધુ ભણતી વખતે પરસ્પર સ્પર્ધાનો ભાવ રાખતા. પૂજ્યશ્રીની પદ્ધતિ પણ એવી હતી કે ઓલ-ઇન-વન એક ગ્રંથ ભણાવે તેમાં તેને લગતા બીજા ગ્રંથનો બોધ પણ આપોઆપ થઈ જાય. ચાલુ ચોમાસામાં પૂજ્ય સાગરજી મહારાજ સંપાદિત આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત શ્રી અનુયોગદ્વારસૂત્રની પ્રત આવી. મહારાજસાહેબે ખોલી અને ભણતા સાધુઓને બોલાવ્યા. લાવણ્યવિજયજી, નંદનવિજયજી અને અમૃતવિજયજી વગેરે સાધુ આવ્યા. બધાને પ્રત બતાવી અને કહ્યું કે આ સુરેન્દ્ર કૃત- સંતુતિપાઆ શ્લોકનો અર્થ અત્યારે હમણાં જે પહેલો કરી આપે અને મોઢે કરી આપે, તેને આ પોથી આપવામાં આવશે. ખુલ્લી પોથીના એ શ્લોકને બધા વાંચવા લાગ્યા. મનમાં અર્થ બેસારવા માંડ્યા. ત્યાં ગણત્રીની જ મીનિટમાં નંદનવિજયજીએ અર્થ કરી બતાવ્યો. અને તે જ વખતે શ્લોક મોઢે કરી બતાવ્યો. અને તે સાચો હતો. મહારાજસાહેબ ખુશ થયા અને પોતાના હાથે પોથી નંદનવિજયજીને હાથમાં આપી. કહો કે વિદ્યાનું વરદાન જ આપ્યું ! પોતાના સાધુઓને જ્ઞાનમાં નિષ્ણાત બનાવવાની શૈલી પણ કેવી વિલક્ષણ હતી. કેવો જ્ઞાનનો પ્રેમ હતો. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ॥
૧૭.
Page #20
--------------------------------------------------------------------------
________________
રણમાં પણ ઝરણાં વહે તેવો ભવ્ય પ્રભાવ.
Page #21
--------------------------------------------------------------------------
________________
૯. રણમાં પણ ઝરણાં વહે તેવો ભવ્ય પ્રભાવ વિ.સં. ૧૯૭૩માં રાજસ્થાન-શિવગંજથી જેસલમેરનો ૬'રી પાલિત સંઘ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળ્યો. ફલોધીથી આગળના દિવસોમાં વાસણા ગામે મુકામ આવ્યો. સાવ રણપ્રદેશ. ઝાડનું તો નામ નિશાન ન મળે. આખા વરસમાં અરધો કે એક ઈચ પાણી પડે. તેમાં જ વરસ સુધી ચલાવવાનું તેથી ગામવાળા કહે કે અહીં સંઘને ઊતરવા નહીં દઈએ. તમે બધા તો અમારું મહિનાનું પાણી એક દિવસમાં જ વાપરી કાઢો. પછી અમે પાણી વિનાના શું કરીએ ? ચૈત્ર મહિનાના દિવસો હતા. પણ મહારાજ સાહેબે કહેવરાવ્યું કે તમે ફિકર ન કરો. બધું સારું થશે. અને બપોરના સમયે આકાશમાં ક્યાંય વાદળાં દેખાતાં ન હતાં ને એકાએક વરસાદ આવ્યો અને તે પણ છાંટા કે ફરફર નહીં પણ આજુબાજુમાં પાણી-પાણી થઈ જાય તેટલો વરસાદ આવ્યો. બધાંનાં મોં ને આંખ આશ્ચર્યથી પહોળાંપહોળાં થઈ રહ્યાં. આવો પ્રભાવ તેઓનો હતો. // નમો નમ: શ્રી ગુરુ નેમિસૂવે
Page #22
--------------------------------------------------------------------------
________________
“હું તો તેઓના ચરણની રજ છું.”
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦. “હું તો તેઓના ચરણની રજ છું.” વિ.સં. ૧૯૭૬માં પૂજ્યશ્રી ઉદયપુર (રાજ.) ચોમાસું બિરાજ્યા હતા. ત્યાંના મહારાણા ફતેહસિંહજીના પ્રાઈવેટ સેક્રેટરી શ્રી ફતેહકરણજી પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા. તેમને દર્શનશાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ અને પૂજ્યશ્રી પાસે જ્ઞાનગોષ્ઠી માટે આવતાં તેઓએ પૂજ્યશ્રીની વિદ્વત્તા, પ્રભાવકતા વગેરેનું વર્ણન મહારાણા સમક્ષ કર્યું. મહારાણાએ એવી ઈચ્છા દર્શાવી કે પૂજ્યશ્રીને વિનંતિ કરો તેઓ આપણા રાજમહેલમાં પધારે અને ધર્મોપદેશ આપે. શ્રી ફતેહકરણજીએ પૂજ્યશ્રી પાસે નિવેદન કર્યું કે મહારાણાની વિનંતિ છે. આપ રાજમહેલમાં પધારો. પૂજ્યશ્રીએ અનિચ્છા દર્શાવી. શ્રી ફતેહકરણજીએ કહ્યું કે પૂર્વના મહાપુરુષો શ્રી હેમચંદ્રાચાર્યજી તથા જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી મ. પણ રાજમહેલમાં પધારતા હતા. આપ પધારો. પૂજ્યશ્રીએ કહ્યું તેઓ મહાપુરુષ હતા. હું તો તેઓના ચરણની રજ છું. મને તેમનું અનુકરણ ન શોભે. પૂજ્યશ્રીના હૃદયના નમ્રતાભર્યા ઉદ્ગારો સાંભળીને ફતેહકરણજીના મનમાં જે આદર અને બહુમાન હતાં, તે ઘણાં વધી ગયાં. મહારાજાએ પોતાના યુવરાજને પૂજ્યશ્રીની અમૃતવાણીનું પાન કરવા મોકલ્યા. મહાપુરુષની નિઃસ્પૃહતા ને વૈરાગ્ય આવાં હોય છે. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ॥
૨૧
Page #24
--------------------------------------------------------------------------
________________
અમે બેઠા છીએ ત્યાં સુધી કોની તાકાત છે ?
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૧. અમે બેઠા છીએ ત્યાં સુધી કોની તાકાત છે ? વિ.સં. ૧૯૮૧માં ચાણસ્મા (ઉ.ગુજ.) ચોમાસું. ચાલુ ચોમાસે પૂજ્યશ્રીને અણઉતાર તાવ આવ્યો. બધા ચિંતામાં મુકાયા. સંઘ આખો ખડે પગે. ત્યારે વિલાયતી દવાનું ચલણ શરૂ થયેલું. પણ પૂજ્યશ્રીની સ્પષ્ટ ના હતી. આયુર્વેદના ઉપચારોમાં જ શ્રદ્ધા હતી. પોતે પણ ભાવપ્રકાશ સુશ્રુત વગેરે ગ્રંથો જાણતા હતા. અરધું બળેલું પાણીનો ઉપચાર ચાલુ હતો, પણ અશક્તિ પુષ્કળ, બેચેની પણ ઘણી હતી. અમદાવાદથી આણંદજી કલ્યાણજી પેઢીના મુખ્ય વહીવટદાર શ્રાવકો વંદન નિમિત્તે આવ્યા હતા. પૂજ્યશ્રી ધર્મલાભ પણ આપી શક્યા નહીં. પૂજ્ય ઉદયસૂરિ મહારાજ, પૂજ્ય નંદનસૂરિ મહારાજ વગેરે પાસે બેસીને વાતચીત કરતા હતા. હમણાં શું ચાલે છે ? એમ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ તારંગાતીર્થની જમીન ત્યાંના ઠાકોર લઈ લેવા માંગે છે. આપણા ચૂનાથી ધોળેલા ખૂંટાવાળી જમીન પણ અમારી છે, તેમ કહીને તે ભેળવવાની તૈયારી કરે છે. ચિંતા થાય છે કેવી રીતે આને સમજાવી શકાય. પટેલ હોય તો પૈસાથી સમજાવી લેવાય, આ તો ઠાકોર છે ! આ શબ્દો પૂજ્યશ્રીએ સૂતાં સૂતાં સાંભળ્યા. અંદરની તીર્થો પ્રત્યેની દાઝ એવી ઊછળી આવી ! શક્તિ તો હતી જ નહીં છતાં અરધા બેઠા થઈને મૂઠી વાળીને મોટેથી બોલવા લાગ્યા. “શું અમે મરી ખૂચ્યા છીએ, કોની તાકાત છે તીર્થને હાથ અડાડી તો જુવે.” બસ આટલું બોલતાં તો હાંફી ગયા. સાંભળનારા શ્રાવકો તો તેઓના તીર્થપ્રેમને જોતા જ રહી ગયા. મનોમન વંદી રહ્યા.
નમો નમ: શ્રી ગુરુ મસૂર w
૨૩
For Private & Personal use only
Page #26
--------------------------------------------------------------------------
________________
hhh
કુદરત પણ સેવા કરે એવો દિવ્ય પ્રભાવ
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨. કુદરત પણ સેવા કરે એવો દિવ્ય પ્રભાવ
વિ.સં. ૧૯૮૮ની વાત છે. બોટાદ ચોમાસાની જય બોલાઈ ગઈ. અને અમદાવાદથી બોટાદ તરફનો વિહાર થયો. આર્દ્રા નક્ષત્રને તેર દિવસની વાર હતી. કોઠ-ગુંદી થઈને ફેદરા આવ્યા. ફેદરાથી સાંજે ખડોળની નજીકની જગ્યાએ મુકામ હતો. ભાલપ્રદેશનાં ખુલ્લાં ખેતરોમાં જ મુકામ રાખ્યો હતો. તંબૂ બાંધ્યો હતો. મહારાજ સાહેબ સહિત સાત ઠાણાં હતાં.
સૂર્યાસ્તે લગભગ ત્યાં પહોંચ્યા. આજુબાજુના ખેડૂતો ભેગા થઈ ગયા. કહે કે બાપજી વીંછીનો ઉપદ્રવ છે. સંભાળજો. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીએ તંબૂ ફરતી માટીની પાળ કરાવી. અને સાધુઓને કહ્યું કે રાત્રે આ પાળ ઓળંગતા નહીં. રાત્રે વીંછી આવ્યા પણ પાળથી પાછા ફરી જતા. એક સાધુ મહારાજને ખ્યાલ ન રહ્યો અને જેવી પાળ ઓળંગીને વીંછીએ ડંખ દીધો. ચીસ પડી ગઈ. પૂજ્યશ્રીએ હાથ ફેરવીને વીંછી ઉતાર્યો.
સવારે આગળ વિહાર કરવા તૈયાર થયા. ત્યાં પાસેના માણસોએ કહ્યું કે વરસાદ આવ્યો છે. અને જોવા માટે માણસ મોકલ્યો તો ૫૦/૬૦ ડગલાં આગળ પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં. પણ તંબૂમાં ટીપુંય પડ્યું ન હતું. ફરતાં ચારે બાજુ ફરફર ચાલુ હતી. ત્યારે પણ તંબૂ કોરોકટ હતો.
પૂજ્યશ્રીના ચારિત્ર્યધર્મનો આવો આશ્ચર્યકારી પ્રભાવ હતો.
।। નમો નમ: શ્રી ગુરુ નેમિસૂર્ય
૨૫
Page #28
--------------------------------------------------------------------------
________________
}}}}
પહેલાં યાત્રિક પછી હું ઃ નેતાનો વિશિષ્ટ ગુણ
0:0
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૩. પહેલાં ચારિક પછી હું :
નેતાનો વિશિષ્ટ ગુણ વાત છે વિ.સં. ૧૯૯૧માં નીકળેલા કાકુભાઈના સંઘની. સંઘનું પ્રયાણ થઈ ગયું છે. એક પછી એક મુકામે સંઘ આગળ વધે છે. પૂજ્યશ્રી શાસનસમ્રાટ વગેરે સાધુગણ સંઘનો જ્યાં પડાવ હતો ત્યાં પહોંચી ગયા. પોતાના સમુદાય માટેનો તંબૂ હતો ત્યાં પ્રવેશવા જાય છે. ત્યારે સમાચાર મળે છે કે કેટલાંક યાત્રિકો ભૂલાં પડ્યાં છે. અને હજુ સુધી આવ્યાં નથી. પૂજ્યશ્રી તંબૂની બહાર જ પાટ ઉપર વિરાજ્યા. સાધુ મહારાજે કહ્યું કે અંદર પધારો, ભેટ છોડો. મહારાજસાહેબ કહે જયાં સુધી યાત્રિકો નહીં આવે ત્યાં સુધી હું બહાર જ બેસીશ. સંઘના યાત્રિકોની ચિંતા પહેલી. કલાકવારે યાત્રિકો આવ્યા પછી મહારાજસાહેબ તંબૂમાં પધાર્યા. આવો તેઓશ્રીમાં ભાવ, આવા નેતાગીરીના તેઓશ્રીમાં ગુણ હતા. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ॥
૭
Page #30
--------------------------------------------------------------------------
________________
હં.હં.. આ શું કરો છો મને... મને...
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪. હં.. હં... આ શું કરો છો મને... મને...
વિ.સં. ૨૦૦૪ની વાત છે. શરીર શિથિલ થઈ ગયું હતું. ગાત્ર ગળી રહ્યાં હતાં. સૌરાષ્ટ્ર તરફનો વિહાર જરૂરી હતો. વઢવાણ શહેરમાં પ્રભુજીની પ્રતિષ્ઠાના પ્રસંગમાં જવું અનિવાર્ય હતું.
પગે ચાલીને વિહાર થઈ શકે તેમ નથી. ડોળી સિવાય કોઈ વિકલ્પ નથી. પણ આજ સુધી ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ ડોળીનો વિચાર નથી કર્યો તેથી મન તૈયાર નથી.
છેવટે પૂજ્ય ઉદયસૂરિ મહારાજ, પૂજ્ય નંદનસૂરિજી મહારાજ અને શ્રાવકોમાં ફૂલચંદ છગન, સલોત વગેરેએ ગુપ્તપણે ડોળીની ગોઠવણ કરી. બરાબર વિહાર વખતે સાબરમતી ઉપાશ્રયની બહાર આવી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની જય બોલાવીને સામે રાખેલી ડોળીમાં બિરાજવા વિનંતિ કરી. ડોળી જોઈને પૂજ્યશ્રી બોલી ઊઠ્યા.
“આ શું કરો છો... મને... મને.... ડોળીમાં...' આટલું બોલતાં તો આંખ આંસુથી છલકાઈ ગઈ. ગળે ડૂમો બાઝી ગયો. જોનારાં બધાં સ્તબ્ધ થઈ ગયાં. વાતાવરણ થોડી વાર માટે ભારે થઈ ગયું. પણ શરીરની સ્થિતિ જોતાં આ સિવાય છૂટકો ન હતો. છેવટે પૂજ્યશ્રી કચવાતે મને બેઠા. સાધુ સંઘ બધાને હાશ થઈ. પૂજ્યશ્રીનો સંયમપ્રેમ જોઈ બધાનાં હૈયાં દ્રવી ગયાં.
।। નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂર્ય ।।
૨૯
Page #32
--------------------------------------------------------------------------
________________
आज धुरन्धरने पडिकमणा अच्छा कराया ।
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૫. માગ ઘુરન્થરને ડિમUT અચ્છા રયા ! વિ. સં. ૨00૫ના દિવાળીના દિવસે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી કાળધર્મ પામ્યા. તેના આગલા દિવસે આસો વદિ ચૌદશના સાંજે પખી પ્રતિક્રમણ કરતી વેળાએ પૂજયશ્રી સાથે પૂજ્ય નંદનસૂરિ મહારાજ તથા મુનિશ્રી ધુરન્ધરવિજયજી હતા. સમગ્ર પખ્ખી પ્રતિક્રમણ મુનિશ્રી ધુરન્ધરવિજયજી બોલ્યા. શુદ્ધ ઉચ્ચારપૂર્વક છતાં ફૂર્તિથી સૂત્રો બોલાયાં. પૂજ્યશ્રીએ પણ એ આખું પ્રતિક્રમણ રસપૂર્વક સભાનપણે કર્યું. પ્રતિક્રમણ પૂરું થયું પછછ ઉદયસૂરિ મહારાજ આદિ સાતા પૂછવા આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે “માન ધુન્જરને पडिकमणा अच्छा कराया." | છેલ્લે સુધી ધર્મક્રિયામાં કેવાં રસરુચિ અખંડ રહ્યાં ! | નમો નમ: શ્રી ગુરુ નલૂિ I
૩૧
Page #34
--------------------------------------------------------------------------
________________
બોલ... બોલ... નમો અરિહંતાણં
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬. બોલ... બોલ... નમો અરિહતાણં સ્થળ : કદંબગિરિ તીર્થ
મહાવીરસ્વામી ભગવાનના દેરાસરની સામેની ધર્મશાળાની આગળની પરસાળમાં પૂજ્યશ્રી બિરાજમાન છે. સમય બપોરનો એક સવાનો છે. અમદાવાદનું એક કુટુંબ પતિપત્ની અને તેમનો એક દીકરો. યાત્રા કરીને વંદન કરવા આવ્યાં. વંદન કરી સાતા પૂછી. વાસક્ષેપ કરવા વિનંતી કરી. પહેલો નંબર તો બાળકનો લાગે. આઠેક વર્ષનો દીકરો. મહારાજ સાહેબે વાસક્ષેપ હાથમાં રાખીને બાળકને પૂછ્યું, બોલ નવકાર આવડે છે ને ! બોલ નમો અરિહંતાણં. માતા-પિતાએ કહ્યું, સાહેબ આ તો જનમથી બોલતો નથી. ડોક્ટર કહે છે કે આની સ્વરનળી એવી ચોંટી ગઇ છે કે તે બોલતો નહીં થઈ શકે.
મહારાજસાહેબે વાસક્ષેપ કરી બરડામાં હળવેકથી ધબ્બો મારી કહ્યું, બોલ... બોલ... નમો અરિહંતાણં. બે વાર કહ્યું અને બાળક ધીરે ધીરે અટકતાં... અટકતાં... નમો... નમો... અરિ... અરિ... હંતાણં.-એમ બોલ્યો. સાંભળીને માતાની આંખમાં આંસુ ધસી આવ્યાં. પિતા ગદ્ગદ્ બની ગયા. મહારાજ સાહેબે ફરી વાસક્ષેપ કર્યો. વીર પુરુષના સત્ય સંકલ્પનો કેવો ગજબ પ્રભાવ છે. આ બાળક અત્યારે તો ઘણી મોટી ઉંમરના છે. તે અમદાવાદમાં રહે છે. નામ જિતેન્દ્રભાઇ રતિલાલ શેઠ છે.
॥ નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરયે
Page #36
--------------------------------------------------------------------------
________________ અનુક્રમ હો. હં. આ છાશ છે. | મેં કામ તો સારું કર્યું છે ને? | આજે વ્યાખ્યાન તમારે વાંચવાનું છે. મનસુખભાઈ ભગુભાઈ - મારો માણેક 138 1945 1947 1959 કઠલ પ્રદેશની શાનું અગ્નિસ્તાન સાધને જર-જમીનન હેય. મહમંદોલની પાસે જાદુ, જે. ચા ગ્લોકનો અર્થ કરે તેને પોચી ભેટ. 195 1966 1966 172 વાસણા ગામવાળાને કહોકે પાણી વિનાના નહીં રહો. હેતે મહાપુરુષોની રજ છે , અમે બેઠા છીએ ત્યાં સુધી કોની તાકાત છે. | તંબુના ફો વરસાદ. અંદર ની. વળી પાળની બહાર, 173 176 1981 1988 સંધનો યમિક નહીં આવે ત્યાં સુધી બહાર છું. ડોulીમાં બેસ// વખતે આ શું કરો છો? આંખમાં આંસુ आज धुरन्धरने पडिकमणा अच्छा कराया / / બોલ બોલ નમો અરિહંતશ, 11 2004 2005 PRINTED BY : KIRIT GRAPHICS : 079-25352602